Airtel Micro ATM: એરટેલે લોન્ચ કરી નવી સર્વિસ, તમામ બેંકના ગ્રાહકો ઉપાડી શકશે રુપિયા; આટલી હશે લિમિટ

News18 Gujarati
Updated: September 29, 2022, 9:56 AM IST
Airtel Micro ATM: એરટેલે લોન્ચ કરી નવી સર્વિસ, તમામ બેંકના ગ્રાહકો ઉપાડી શકશે રુપિયા; આટલી હશે લિમિટ
ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે એરટેલ પેમેન્ટ્સ બેંકે માઈક્રો એટીએમ લોન્ચ કર્યુ

Airtel Micro ATM: ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે એરટેલ પેમેન્ટ્સ બેંકે બુધવારે માઈક્રો એટીએમ લોન્ચ કર્યુ છે. તેનાથી દેશના મેટ્રો અને ટિયર વન શહેરોની બહાર રહેનારા ડેબિટ કાર્ડ યૂઝર્સને કેશ રોકડ ઉપાડની સારી સુવિધા મળશે. બેંક દ્વારા કહેવામાં આવ્યુ કે, આ પગલાથી તે યૂઝર્સને રોકડ ઉપાડની સુવિધા પૂરી પાડવા માટે પૂરા ભારતમાં 500,000થી વધારે બેકિંગ પોઈન્ટના તેમના નેટવર્કનો લાભ ઉઠાવશે.

  • Share this:
નવી દિલ્હીઃ ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે એરટેલ પેમેન્ટ્સ બેંકે બુધવારે માઈક્રો એટીએમ લોન્ચ કર્યુ છે. તેનાથી દેશના મેટ્રો અને ટિયર વન શહેરોની બહાર રહેનારા ડેબિટ કાર્ડ યૂઝર્સને કેશ રોકડ ઉપાડની સારી સુવિધા મળશે. બેંક દ્વારા કહેવામાં આવ્યુ કે, આ પગલાથી તે યૂઝર્સને રોકડ ઉપાડની સુવિધા પૂરી પાડવા માટે પૂરા ભારતમાં 500,000થી વધારે બેકિંગ પોઈન્ટના તેમના નેટવર્કનો લાભ ઉઠાવશે.

આ પણ વાંચોઃ  શું 6 દિવસ બાદ અંતે બજારની પડતીને બ્રેક લાગશે? જુદા જુદા ફેક્ટર્સથી સમજો

 NPCI અને NFS સાથે કર્યુ સંકલન



માઈક્રો એટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શનની સુવિધા પૂરી પાડવા માટે એરટેલ પેમેન્ટ્સ બેંકે હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને રાષ્ટ્રીય નાણાકીય સ્વિટની સાથે સંકલન કર્યુ છે.

બધી જ બેંકોના ગ્રાહકો માઈક્રો એટીએમ દ્વારા રૂપિયા ઉપાડી શકશે


કંપનીએ કહ્યુ કે, કોઈ પણ બેંકથી જોડાયેલા ગ્રાહકો એરટેલ પેમેન્ટ્સ બેંકના બેંકિંગ પોઈન્ટ દ્વારા માઈક્રો એટીએમની સુવિધાનો ઉપયોગ કરી શકશે. એક ગ્રાહક માઈક્રો એટીએમ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન 10,000 રૂપિયા સુધી નીકાળી શકે છે.આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટને આ રીતે MIS સાથે જોડો, મળશે વધુ વળતર - જાણો શું છે કેલ્ક્યુલેશન?

તબક્કાવાર શરૂ કરવામાં આવશે માઈક્રો એટીએમ


એરટેલ પેમેન્ટ્સ બેંકે કહ્યુ કે, માઈક્રો એટીએમ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં બેંક ટિયર 2 શહેરો અને અર્ધ-શહેરી વિસ્તારોમાં 150,000 યૂનિટ સ્થાપિત કરશે. આ વિસ્તારોમાં સામાન્ય રીતે રોકડ ઉપાડ સેવાઓની માંગ વધારે હોય છે, પરંતુ એટીએમની સંખ્યા મર્યાદિત હોય છે.


ગ્રાહકોને સશક્ત બનાવવા નવી પહેલ


એરટેલ પેમેન્ટ્સ બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, ગણેશ અનંતનારાયણને કહ્યુ કે, ‘દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા ગ્રાહકોને સશક્ત બનાવવા માટે માઈક્રો એટીએમની શરૂઆત અમારા દ્વારા એક અન્ય પહેલ છે. આ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલુ પહેલું ઉપકરણ છે અને તેને લઈને અમે ઉત્સુક છીએ, કારણકે તે અમને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા વાળી બેંકના ગ્રાહકોને સેવા પૂરી પાડવાની મંજૂરી આપે છે.’
Published by: Sahil Vaniya
First published: September 29, 2022, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading