Adani Groupની વધુ એક કંપની Niftyમાં સામેલ થશે, રોકાણકારોને મળશે કમાણીનો મોકો

News18 Gujarati
Updated: August 10, 2022, 4:53 PM IST
Adani Groupની વધુ એક કંપની Niftyમાં સામેલ થશે, રોકાણકારોને મળશે કમાણીનો મોકો
અદાણીનો વધુ એક શેર નિફ્ટી50માં દાખલ થશે.

Adani Enterprisesનો શેર Nifty50 ઈન્ડેક્સમાં સમાવવા જઈ રહ્યો છે. જે અંગે આ મહિનાના અંતે જાહેરાત કરવામાં આવી શકે છે. અદાણી એન્ટરપ્રાઈઝનો આ શેર ઈન્ડેક્સમાં શ્રી સિમેન્ટની જગ્યા લઈ શકે છે. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં સામેલ થવા માટે ધારાધોરણ મુજબ કંપની Nifty100 ઇન્ડેક્સનો ભાગ હોવો જોઈએ. તેમજ ફ્ચૂચર એન્ડ ઓપ્શન માર્કેટમાં પણ સ્ટોકની ટ્રેડિંગ થવી જોઈએ.

  • Share this:
મુંબઈઃ Nifty50 ઇન્ડેક્સમાં આગામી અર્ધવાર્ષિક ફેરફારમાં અદાણી ગ્રુપનો શેર અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) નિફ્ટીમાં શ્રી સિમેન્ટ (Shree Cement) ની જગ્યા લઈ શકે છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટિઝે 10 ઓગસ્ટના રોજ એક સૂચન જાહેર કર્યું હતું જે મુજબ 2400 કરોડ રુપિયાના શેરનું ખરીદ વેચાણ જોવા મળી શકે છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટિઝના રિસર્ચ એનાલિસ્ટ વિનોદ કારકી (Vinod Karki)નું કહેવું છે કે આ બદલાવની શક્યતા વધુ છે. આ ફેરફરા બાદ શ્રી સિમેન્ટમાં 630 કરોડ રુપિયાનું વેચાણ જોવા મળી શકે છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝમાં ETF ફંડ મેનેજરની તરફથી 160 કરોડ રુપિયાની ખરીદદારી જોવા મળી શકે છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દેખાઈ રહ્યો છે જોશ, તો શું આગળ પણ આ તેજી ચાલુ રહેશે?

નિફ્ટીમાં થનારા આ ફેરફારની જાહેરાત ઓગસ્ટ મહિનાના અંતમાં કરવામાં આવી શકે છે. આ ફેરફાર 30 સપ્ટેમ્બરના રોજ લાગુ થશે. આ ફેરફાર માટે જુલાઈ 2020ની અવધીના એવરેજ ફ્રી ફ્લોટ માર્કેટ કેપેટલાઈઝેશનને આધાર બનાવવામાં આવેશે. જણાવી દઈએ કે માર્ચ 2022માં થયેલા ફેરફારમાં અપોલો હોસ્પિટલે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં ઇન્ડિયન ઓઈલની જગ્યા લીધી હતી અને ઇન્ડિયન ઓઇલ નિફ્ટી50 ઇન્ડેક્સની બહાર થઈ ગયો હતો.

ધીરજના ફળ મીઠા: આ શેરે 21 વર્ષમાં 1 લાખ રુપિયાના 1.86 કરોડ કર્યા, હવે શું તેમાં પડાય?

તમને જણાવી દઈએ કે નિફ્ટી 50 ઇન્ડેક્સમા સામેલ થવા માટે જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે તેના અંતર્ગત નિફ્ટીમાં સામેલ થવાવાળી કંપનીઓને Nifty100 ઇન્ડેક્સનો ભાગ હોવો જોઈએ. ફ્ચૂચર એન્ડ ઓપ્શન માર્કેટમાં પણ સ્ટોકની ટ્રેડિંગ થવી જોઈએ. કંપનીનો ફ્રી ફ્લોટ માર્કેટ કેપેટલાઈઝેશન સૌથી નાના ઘટકના દોઢ ગુણા હોવો જોઈએ.

દરરોજ માત્ર રૂ.417 બચાવો, તમારી લાડકવાયી 21 વર્ષની ઉંમરે જ લાખોપતિ બની જશેઅદાણી એન્ટરપ્રાઈઝના શેરની આજની ચાલ પર નજર કરીએ તો આજે 2801.75ના સ્તરે ખુલ્યો હતો જે બાદ માર્કેટના અંતે 15 રુપિયાના વધારા સાથે અથવા તો 1.22 ટકાના વધારા સાથે 2826.00 પર બંધ થયો હતો. આ સ્ટોકમાં દિવસનો હાઈ 2834.90 હતો જ્યારે લો 2781.55 હતો. સ્ટોકનો 52 વીકનો હાઈ આજે જોવા મળ્યો હતો જે 2834.90 છે. જ્યારે 52 વીકનો લો 1361.55 હતો. કંપનીના શેરનું વર્તમાન વોલ્યુમ 861,614 શેરનું છે. કંપનીનું માર્કેટ કેપ 331.321 કરોડ રુપિયા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: August 10, 2022, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading