રસ્તા પર ધંધો કરનારા 1 લાખથી વધારે લોકોને મોદી સરકારે આપ્યા 10 હજાર, આ રીતે કરો અરજી

News18 Gujarati
Updated: August 12, 2020, 5:26 PM IST
રસ્તા પર ધંધો કરનારા 1 લાખથી વધારે લોકોને મોદી સરકારે આપ્યા 10 હજાર, આ રીતે કરો અરજી
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે એક જૂન 2020ના રોજ પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી હતી

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે એક જૂન 2020ના રોજ પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી હતી

  • Share this:
નવી દિલ્હી : રોડ-રસ્તા પર અથવા રસ્તા કિનારે દુકાન ચલાવનાર માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લોન સ્કીમ પીએમ સ્વનિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 5 લાખથી વધારે અરજીઓ મળી છે, અને 100000થી વધારે મંજૂર પણ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, પીએમ સ્વનિધિ યોજના હેઠળ 10 હજાર રૂપિયા સુધીની લોન મળે છે. તેનાથી નાનો ધંધો ફરી શરૂ કરવાની મદદ મળે છે. આ ખુબ સરળ શરતો સાથે આપવામાં આવે છે. આ એક પ્રકારની અનસિક્યોર્ડ લોન છે.

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે એક જૂન 2020ના રોજ પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી હતી. તેનો ઉદ્દેશ્ય કોવિડ-19 લોકડાઉનના કારણે પ્રતિકૂળ રૂપથી પ્રભાવિત નાની લારી ગલ્લા, રોડ-રસ્તા પર ધંધો કરતા ફેરિયા લોકો પોતાની આજીવિકા ફરી શરૂ કરી શકે તે માટે ઓછા દરે કાર્યશીલ રકમ લોન તરીકે આપવામાં આવે છે.

ઓળખપત્ર ના રાખતા લારી-ફેરિયાઓને પણ મળશે લોન

હવે રોડ-રસ્તા પર નાનો ધંધો કરતા તમામ લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે, જેમની પાસે ઓળખપત્ર કે પ્રમાણપત્ર ના હોય તેમને પણ. આ લોન એક વર્ષમાં માસિક હપ્તામાં ચૂકવવાની રહે છે. લગભગ 50 લાખ રોડ-રસ્તા પર ધંધો કરતા લોકોને મળશે લોન.

કેટલું છે વ્યાજ?
લોનના હપ્તા સમય પર ચૂકવવા પર લાભાર્થીને 7 ટકા વાર્ષિક વ્યાજમાં સબસિડી આપવામાં આવશે. આ હેઠળ, નિર્ધારિત ડિઝિટલ લેવડ-દેવડ કરવા પર 1200 રૂપિયા સુધી કેશબેક અને લોનનો આગામી હપ્તો વધારવા માટે પાત્રતા પણ પ્રદાન કરવામાં આવી છે. આ વ્યાજ સબસિડીને તેમના ખાતામાં છમાસિક આધાર પર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી જમા કરાવી દેવામાં આવશે.કેવી રીતે કરી શકાય અરજી?
સૌથી પહેલા અરજીકર્તાએ સ્કીમની અધિકારીક વેબસાઈટ http://pmsvanidhi.mohua.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ તમારી સામે કમ્પ્યુટર પર હોમ પેજ ખુલી જશે. આ હોમ પેજ પર પ્લાનિંગ ટૂ એપ્લાય ફોર લોન? દેખાશે. તેમાં 3 સ્ટેપને ધ્યાનથી વાંચી વ્યૂ મોર પર ક્લિક કરો. આવું કરવા પર તમને તમામ નિયમ અને શરતો ડિટેલમાં દેખાશે.
Published by: kiran mehta
First published: August 12, 2020, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading