મોટો ચુકાદોઃ માર્ચમાં BS IV વાહન ખરીદનારા હજારો લોકોને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત

News18 Gujarati
Updated: August 13, 2020, 3:16 PM IST
મોટો ચુકાદોઃ માર્ચમાં BS IV વાહન ખરીદનારા હજારો લોકોને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત
સુપ્રીમ કોર્ટે BS IV વાહનોનો રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી આપી છે પરંતુ તેમાં કેટલીક શરતો મૂકી છે

સુપ્રીમ કોર્ટે BS IV વાહનોનો રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી આપી છે પરંતુ તેમાં કેટલીક શરતો મૂકી છે

  • Share this:
નવી દિલ્હીઃ બીએસ4 (BS IV) વાહનોના રજિસ્ટ્રેશનને લઈ સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)એ 31 માર્ચની સમયમર્યાદાથી પહેલા જે લોકોએ પોતાની ગાડીઓના રજિસ્ટ્રેશન નહોતા કરાવી શક્યા, સુપ્રીમ કોર્ટે તે તમામ લોકોને પોતાની ગાડીઓના રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી આપી છે. પરંતુ તેમાં કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે ગાડીઓ લૉકડાઉનથી પહેલા વેચવામાં આવી છે અને ઇ-વાહન પોર્ટલમાં રજિસ્ટર છે માત્ર તેમનું જ રજિસ્ટ્રેશન થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 25 માર્ચ બાદ વેચવામાં આવેલા વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થાય. સરળ શબ્દોમાં કહીએ તો હવે લૉકડાઉન પહેલા વેચવામાં આવેલા વાહનોનું રજિસ્ટ્રેશન થશે. બીજી તરફ, લૉકડાઉન બાદ વેચવામાં આવેલા વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થાય.

જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, જે વાહનો લૉકડાઉનથી પહેલા વેચવામાં આવ્યા છે અને ઇ-વાહન પોર્ટલમાં રજિસ્ટર્ડ છે, તેમનું જ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. પરંતુ આ દિલ્હી-NCRમાં લાગુ નહીં થાય.

શું છે સમગ્ર મામલો?

સુપ્રીમ કોર્ટે બીએસ-4 વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશન માટે 31 માર્ચ 2020ની ડેડલાઇન નક્કી કરી હતી. આ દરમિયાન 22 માર્ચે જનતા કર્ફ્યૂ હતો, જ્યારે 25 માર્ચથી દેશવ્યાપી લૉકડાઉન લાગુ થઈ ગયું. બીજી તરફ, ડીલરોની પાસે મોટી સંખ્યામાં BS IV ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના યૂનિટ બચેલા હતા. તેથી ડીલર BS IV વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવવાની માંગ કરતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેની પર સુપ્રીમ કોર્ટે ડીલરોને 10 ટકા BS IV વાહનોને વેચવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો, ખુશખબર! ટ્રમ્પે H-1B વીઝા નિયમોમાં આપી ઢીલ, ભારતીયો કામ પર પરત ફરી શકશેએસોસિએશનની માંગ અને હાલની BS IVના સ્ટોકને જોતાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં પહેલા ફેરફાર કરતાં કહ્યું હતું કે, લૉકડાઉન ખતમ થયા બાદ ડીલર્સની પાસે 10 દિવસનો સમય હશે જેથી તેઓ પોતાના BS IV સ્ટોકને ક્લિયર કરી શકે. પરંતુ વાહનોનું વેચાણ કુલ સ્ટોકના માત્ર 10 ટકા જ થઈ શકશે. આ ઉપરાંત આ નિયમ દિલ્હી NCRમાં લાગુ નહીં થાય.

આ પણ વાંચો, હેલ્મેટ બનાવતી કંપની Steelbirdએ લૉન્ચ કર્યું હેન્ડ્સ ફ્રી ફેસ શીલ્ડ, જાણો કિંમત અને ફીચર્સ

કોર્ટ દ્વારા આદેશ મળ્યા બાદ દેશમાં મનફાવે તેમ BS IV વાહનોનું વેચાણ થયું, હવે સુપ્રીમ કોર્ટે ડીલર સંઘને નિર્દેશ આપ્યા છે કે તેઓ માર્ચના અંતિમ સપ્તાહમાં ઓનલાઇન કે પ્રત્યક્ષ રીતે વેચવામાં આવેલા વાહનોની વિગતો રજૂ કરે. બેન્ચે કહ્યું છે કે તેઓ લૉકડાઉન દરમિયાન વેચવામાં આવેલા BS IV વાહનોના રજિસ્ટ્રેશનની તપાસ કરાવવા માંગે છે.
Published by: Mrunal Bhojak
First published: August 13, 2020, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading