Stock Market: આજે પણ દબાણમાં છે બજાર, શું 57 હજારની નીચે જશે સેન્સેક્સ?

News18 Gujarati
Updated: September 28, 2022, 8:14 AM IST
Stock Market: આજે પણ દબાણમાં છે બજાર, શું 57 હજારની નીચે જશે સેન્સેક્સ?
આજે શેરબજાર જો 57 હજારની સપાટી તોડશે તો આખરે ક્યાં જઈને અટકશે?

BSE Sensex Update Today: શેરબજાર છેલ્લા કેટલાક દિવસથી વૈશ્વિક માર્કેટમાં આવેલી વેચવાલીના દબાણમાં જોવા મળી રહ્યું છે. જોકે વૈશ્વિના ખાસ કરીને અમેરિકા અને યુરોપના માર્કેટ્સની તુલનામાં ભારતીય બજાર મજબૂતી સાથે ઊભું રહ્યું છે તેમ છતાં વેચવાલીના પગલે આ સપ્તાહના પહેલા બે દિવસમાં જ 2000 અંકથી વધુ ઘટી ગયું છે. તેવામાં આજે માર્કેટ જો 57 હજારની સપાટી ગુમાવશે તો આગળ ક્યાં જઈને અટકશે તેવો પ્રશ્ન દરેક રોકાણકારને કોરી ખાઈ રહ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર (Indian Stock Market) માં આજે પણ વેચવાલીનું દબાણ રહેશે અને ગ્લોબલ માર્કેટથી મળી રહેલા નેગેટિવ સેન્ટિમેન્ટની અસર સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે. આ પહેલા સેન્સેક્સ નિફ્ટી સતત પાંચ કારોબારીસ સત્રથી નીચે ડુબકી લગાવી રહ્યા છે. જો ગઈકાલના કારોબારી સત્રની વાત કરવામાં આવે તો સેન્સેક્સ છેલ્લા કારોબારી સત્રમાં આખા દિવસથી અફરાતફરી પછી 38 અંકના ઘટાડા સાથે 57,107 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 9 અંકના ઘટાડા સાથે 17,007 પર પહોંચી ગઈ હતી. એક્સપર્ટનું કહેવું છે કે આજે ગ્લોબલ માર્કેટમાંથી ફરી ઘટાડાના સંકેત મળી રહ્યા છે. તેવામાં નેગેટિવ ઝોનમાં ચાલી રહેલું ભારતીય શેરબજાર આજે પણ દબાણમાં રહી શકે છે અને જેના કારણે રોકાણકારો પ્રોફિટ બુકિંગ તરફ વળશે તો માર્કેટ 57 હજાર કરતાં પણ નીચે ઉતરી શકે છે.

આ પણ વાંચોઃ આગામી સમયમાં શેરબજારમાં થઇ શકે છે ઉથલપાથલ, જાણો રોકાણકારોએ શું કરવું

અમેરિકાના બજારમાં બ્લડબાથ ચાલુંઅમેરિકાના તમામ મુખ્ય શેરબજારો પર મોંઘવારી અને મંદીના ભયનો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રોકાણકારો હજુ પણ બજારથી દૂર રહ્યા છે અને સતત વેચાણને કારણે S&P 500 ઘટીને 3,623.29 પોઈન્ટ પર આવી ગયો છે, જે નવેમ્બર 30, 2020 પછીનું સૌથી નીચું સ્તર છે. જોકે, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં NASDAQ પર 0.25 ટકાનો ઉછાળો આવ્યો છે.

યુરોપના બજારો ઘટાડા તરફ


છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન યુરોપના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તમામ મુખ્ય શેરબજારો નુકસાન સાથે બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.72 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રાન્સનું શેરબજાર 0.27 ટકા અને લંડનનું શેરબજાર 0.52 ટકા ઘટીને બંધ થયું હતું.આ પણ વાંચોઃ મંદી... મંદીની બૂમો પડી રહી છે ત્યારે સામનો કરવા કેવી રીતે તૈયારી રહેવું? અહીં સમજો

એશિયન માર્કેટ્સ પણ લાલ નિશાન પર


એશિયાના મોટાભાગના શેરબજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.54 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 1.18 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 0.06 ટકા નીચે ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.19 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે.

વિદેશી રોકાણકારોની વેચવાલી શરું


ભારતીય મૂડી બજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા પોતાનું રોકાણ પાછું ખેંચવાની પ્રક્રિયા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. 2,823.96 કરોડ પાછા ખેંચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન 3,504.76 કરોડના શેરની ખરીદી કરી હતી.

આ પણ વાંચોઃ કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?

રોકાણકારો આજે આના પર દાવ લગાવે


ભલે આજે બજાર દબાણમાં જણાઈ રહ્યું છે, પરંતુ એવા ઘણા શેરો છે જ્યાં રોકાણકારો સતત ઘટતાં માર્કેટમાં પણ દાવ લગાવીને કમાણી કરી શકે છે. આવા સ્ટોકને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે. REC, Abbott India, Godrej Consumer Products, HDFC અને Bharti Airtel જેવી કંપનીઓ આજના કારોબારમાં હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોકમાં સામેલ છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: September 28, 2022, 8:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading