શું તમે ડ્રાઇવિંગ લાઇસન્સમાં તમારું સરનામું બદલવા માંગો છો? તો આ સરળ સ્ટેપ્સથી થઇ જશે ઘર બેઠા કામ!


Updated: August 6, 2022, 11:04 PM IST
શું તમે ડ્રાઇવિંગ લાઇસન્સમાં તમારું સરનામું બદલવા માંગો છો? તો આ સરળ સ્ટેપ્સથી થઇ જશે ઘર બેઠા કામ!
ડ્રાઈવિંગ લાયસન્સ

Driving licence : સરકારી કે ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની એક શહેરમાંથી બીજા શહેરમાં ટ્રાન્સફર થતી હોય છે. તેમના માટે જરૂરી છે કે તેમના ડ્રાઇવિંગ લાયસન્સનું સરનામું પણ એ જ હોય કે જ્યાં તેઓ રહે છે.

  • Share this:
Driving licence : આધાર કાર્ડ (Addhar Card) અને પાન કાર્ડ (Pan Card)ની જેમ ડ્રાઇવિંગ લાયસન્સ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું એ કાયદેસરનો ગુનો છે, જો તમે પકડાવ તો ભારે દંડ પણ ભરવો પડી શકે છે. ડ્રાઇવિંગ લાયસન્સમાં અન્ય માહિતી ઉપરાંત, તમારું સરનામું પણ છે. તેથી જો તમે એક શહેરથી બીજા શહેરમાં જાઓ છો, તો તમારે તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં એડ્રેસ પણ અપડેટ કરવાનું રહે છે. તે ખુબ જરૂરી પણ છે.

સ્વાભાવિક છે કે ઘણીવાર સરકારી કે ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની એક શહેરમાંથી બીજા શહેરમાં ટ્રાન્સફર થતી હોય છે. તેમના માટે જરૂરી છે કે તેમના ડ્રાઇવિંગ લાયસન્સનું સરનામું પણ એ જ હોય કે જ્યાં તેઓ રહે છે. જો કે પહેલા આ કામ ખૂબ જ અઘરું હતું, પરંતુ હવે તમે ઘરે બેઠા તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું સરળતાથી બદલી શકો છો.

ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓનલાઈન એડ્રેસ કેવી રીતે બદલવું?અગાઉ ડ્રાઇવિંગ લાઈસન્સમાં એડ્રેસ બદલવું ઘણું મુશ્કેલ કામ હતું. આ કામ પૂર્ણ કરવા માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. પરંતુ હવે આ કામ ખૂબ જ સરળ બની ગયું છે. હવે ઘરે બેસીને ડ્રાઈવિંગ લાયસન્સમાં સરનામું બદલી શકાશે. આ માટે તમારે ફક્ત આ સ્ટેપ્સ અનુસરવાના રહેશે .

સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://parivahan.gov.in/parivahan/ પર જાઓ.

અહીં તમને ઓનલાઈન સર્વિસીસનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરોહવે જે મેનુ ખુલશે તેમાં Driving Licence Related Services પર ક્લિક કરો

ત્યાં એક બોક્સ બનેલું દેખાશે, જ્યાં Select your states લખેલું આવશે, ત્યાં તમારું રાજ્ય સિલેકટ કરો.

હવે જે પેજ ખુલશે તેના પર Apply for Changes Address લખેલું ઓપ્શન હશે.

પછી Continue પર ક્લિક કરો, પછી ડ્રાઇવિંગ લાયસન્સ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

હવે DL વિગતો મેળવો પર. તમે વિગતો યોગ્ય રીતે ભરી છે કે નહીં તે અહીં તપાસો.

આ પછી RTO પસંદ કરો, અને પર Continue ક્લિક કરો

પછી Change the address of DL ઓપશન પર ક્લિક કરો. Permenant કે Present અથવા બંને વિકલ્પ પસંદ કરો. અને Confirm પર ક્લિક કરો.

તમારી વિગતો સબમિટ કરો, ઉપરાંત પ્રોસેસિંગ ફી રૂ. 200 છે, તે પણ ભરો.

આ પછી તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં એડ્રેસ અપડેટ થઈ જશે.
First published: August 6, 2022, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading