ઈલોન મસ્કે Teslaના અબજો રુપિયાની કિંમતના 70 લાખથી વધુ શેર વેચ્યા

News18 Gujarati
Updated: August 10, 2022, 9:54 AM IST
ઈલોન મસ્કે Teslaના અબજો રુપિયાની કિંમતના 70 લાખથી વધુ શેર વેચ્યા
ઈલોન મસ્કે પોતાની માલિકીના 7 અબજની કિંમતના 70 લાખથી વધુ શેર વેચ્યા.

Elon Musk Sell Tesla Shares: તાજેતરમાં મંગળવારે ટેસ્લા ઇન્કના સીઈઓ ઈલોન મસ્કે 6.9 બિલિયન ડોલર એટલે કે અબજો રુપિયના કિંમતના પોતાની માલિકીમાં રહેલા ટેસ્લાના 70 લાખથી પણ વધુ શેર વેચ્યા હતા. તેમ ટેસ્લા ઈન્કે અમેરિકા બજાર નિયામક યુએસ સિક્યુરિટિઝને જણાવ્યું હતું.

  • Share this:
ઈલેક્ટ્રિક વાહન બનાવતી કંપની Tesla Inc ના સીઈઓ ઈલોન મસ્કે પોતાના પોર્ટફોલિયામાં રહેલા ટેસ્લના 6.9 બિલિયન ડોલરની કિંમતના 7.92 મિલિયન શેર વેચ્યા છે. તેમ કંપનીએ મંગળવારે અમેરિકન શેરબજાર નિયામક યુએસ સિક્યુરિટીઝને જાણકારી આપી હતી. જ્યારે આ પહેલા શુક્રવારે ટેસ્લાએ કહ્યું હતું કે ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીના શેરધારકોએ તેમની વાર્ષિક બેઠક દરમિયાન આ દરખાસ્તને મજૂંર કર્યા પછી આગામી 25 ઓગસ્ટથી એક શેરને ત્રણમાં સ્પ્લીટ કરવામાં આવ્યા બાદ તેના પર ટ્રેડિંગ શરું થશે. ઈલેક્ટ્રિક કાર નિર્માતાના શેરધારકોની વાર્ષિક જનરલ મીટિંગ ગુરુવારે મળી હતી. આ મીટિંગ દરમિયાન ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીના શેરધારોકોએ મોટાભાગના મુદ્દાઓ પર બોર્ડની ભલામણ માટે મત આપ્યો હતો.

Stock Market: બજારમાં આજે કમાણી કરવી હોય તો આટલું જાણી લો

આ બેઠકમાં Tesla Inc. કંપનીના અનેક મુદ્દાઓ જેમ કે ડિરેક્ટરોની પુનઃચૂંટણી અને સ્ટોક વિભાજનને મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. તો એન્વાયરોન્મેન્ટ અને ગવર્નન્સ જેવા મુદ્દા પર કેન્દ્રિત દરખાસ્તોને નકારી કાઢવામાં આવી હતી. 17 ઓગસ્ટના રેકોર્ડ મુજબ કંપનીના દરેક સ્ટોકહોલ્ડરને પ્રતિ શેર માટે બે વધારાના શેરનું ડિવિડન્ડ મળશે. જે 24 ઓગસ્ટના રોજ ટ્રેડિંગ બંધ થયા પછી વહેંચવામાં આવશે. તેમ કંપનીએ જણાવ્યું હતું.

'હું રતન ટાટા બોલી રહ્યો છું, શું આપણે મળી શકીએ?', એક ફોન કોલે બદલી નાખી 'Repos Energy'ની કિસ્મત

ટેસ્લાના નવા શેરનું વિભાજન બે વર્ષ બાદ આવ્યું છે. આ પહેલા પણ જ્યારે શેરના ભાવ આસમાને સ્પર્શી રહ્યા હતા અને શેર સામાન્ય રોકાણકારની પહોંચીની બહાર પહોંચી ગયો હતો ત્યારે બે વર્ષ પહેલા કંપનીએ પ્રતિ શેર પાંચ-પાંચ શેરનું વિભાજન કર્યું હતું. જેના કારણે શેરની કિંમતો નીચે લાવવામાં સફળતા મળી હતી અને તેથી શેર ફરી સામાન્ય રોકાણકારોની પહોંચમાં આવ્યા હતા. ત્યારે આ વખતે પણ પ્રતિ શેર બે શેરનું વિભાજન થતા કુલ ત્રણ શેર થશે જેની અસર તેની કિંમતો પર જોવા મળી શકે છે.

છોટા પેક બડા ધમાકા! માર્કેટ નિષ્ણાતોએ તગડી કમાણી માટે આ સ્મોલકેપ્સ પર નજર ટેકવીકંપનીનું કહેવું છે કે કે આ વિભાજન કંપનીના ફંડામેન્ટલ્સને અસર કરતું નથી. પરંતુ એક મોટા તબક્કાના રોકાણકારો માટે શેરની કિંમતોને નીચી લાવીને કંપનીના શેરની માલિકી મેળવવાનું સરળ બનાવશે. અહીં નોંધવું રહ્યું કે 2010માં અમેરિકન શેર માર્કેટમાં પ્રતિ શેર 17 ડોલરના ભાવ સાથે ડેબ્યુ કરનારો ટેસ્લાનો શેર 2020માં સ્પ્લિટ કરવામાં આવ્યા બાદ વધીને 1200 ડોલર સુધી પહોંચી ગયો છે. જે સાથે બજારમાં કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 1 ટ્રિલિયન ડોલરથી ઉપર પહોંચી ગયું છે.
Published by: Mitesh Purohit
First published: August 10, 2022, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading