નવી દિલ્હી : કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયના કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT)એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employee) માટે પગારની સુરક્ષાને લઈ ઓફિસ મેમોરેન્ડમ જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સાતમા પગાર પંચને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટ ભરતી દ્વારા અલગ સેવા અથવા કેડરમાં નવા પદ પર નિયુક્તિ થયા બાદ કર્મચારીઓને વેતનની સુરક્ષા મળશે. આ સુરક્ષા સાતમા પગાર પંચના FR 22-B(1) હેઠળ મળશે.
જવાબદારી હોવા અથવા નહીં હોવા પર પણ મળશે પે પ્રોટક્શન
ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, સાતમા કેન્દ્રીય પગાર પંચ (CPC)ના રિપોર્ટ અને CCS (RP) નિયમ-2016 લાગુ થવા પર રાષ્ટ્રપતિએ FR 22-B(1) હેઠળ કરેલી જોગવાઈ હેઠળ કેન્દ્ર સરકારના એવા કર્મચારીઓને પ્રોટક્શન ઓફ પેની મંજૂરી આપવામાં આવી છે, જેમની બીજી સેવા અથવા કેડરમાં પ્રોબેશનર તરીકે નિયુક્તિ થઈ છે. આ પ્રોટેક્શન ઓફ પે દરેક હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને વેતનની સુરક્ષા આપશે, પછી તેમની પાસે જવાબદારી હોય કે ના હોય. આ આદેશ 1 જાન્યુઆરી 2016થી પ્રભાવી માનવામાં આવશે.
મંત્રાલયો અને વિભાગો તરફથી કરવામાં આવ્યો હતો આ આગ્રહ
ડીઓપીટીના ઓફિસ મેમોરેન્ડમમમાં કહેવામાં આવ્યું છે કે, FR 22-B(1) હેઠળ પ્રોટેક્શન ઓફ પેને લઈ મંત્રાલયો અથવા વિભાગો તરફથી મળેલા રેફરન્સ બાદ તેની જરૂરત અનુભવવામાં આવી કે, કેન્દ્ર સરકારના એવા કર્મચારી જે ટેકનીકી રીતે રાજીનામું આપ્યા બાદ કેન્દ્ર સરકારની અલગ સેવા અથવા કેડરમાં નવા પદ પર સીધી બરતીથી નિયુક્ત થાય છે, તેમને સાતમા પગાર પંચ હેઠળ પગાર નિર્ધારિત કરવા માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવે. પ્રોબેશન પર નિયુક્ત થયેલા કર્મચારી માટે છે આ નિયમ
FR 22-B(1)ની જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે, આ નિયમ એવા કર્મચારીઓના પગારને લઈ છે, જે બીજી સેવા અથવા કેડરમાં પ્રોબેશન પર નિયુક્ત થયા છે અને ત્યારબાદ તે સેવામાં સ્થાયી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રોબેશનના સમયગાળા દરમિયાન તે ન્યુનત્તમ ટાઈમ સ્કેલ પર વેતન નિકાળશે અથવા સેવા અથવા પદની પ્રોબેશનરી સ્ટેજ પર નીકાળશે. પ્રોબેશનનો સમયગાળો ખતમ થયા બાદ સરકારી કર્મચારીનું વેતન સેવાના ટાઈમ સ્કેલમાં અથવા પદમાં નક્કી કરવામાં આવશે. આ નિયમ 22 અથવા નિયમ 22-Cને જોતા કરવામાં આવશે.