Heroએ નવા અવતારમાં લૉન્ચ કરી દેશની સૌથી લોકપ્રિય બાઇક Splendor Plus, જાણો ફીચર્સ અને કિંમત

News18 Gujarati
Updated: October 20, 2020, 2:30 PM IST
Heroએ નવા અવતારમાં લૉન્ચ કરી દેશની સૌથી લોકપ્રિય બાઇક Splendor Plus, જાણો ફીચર્સ અને કિંમત
હીરોએ સ્પ્લેન્ડર પ્લસના નવા એડિશનમાં 3 કલર વેરિયન્ટસ રજૂ કર્યા, જાણો શું છે કિંમત

હીરોએ સ્પ્લેન્ડર પ્લસના નવા એડિશનમાં 3 કલર વેરિયન્ટસ રજૂ કર્યા, જાણો શું છે કિંમત

  • Share this:
નવી દિલ્હીઃ દેશની સૌથી લોકપ્રિય બાઇક સ્પ્લેન્ડર (Splendor)ને હીરો (Hero)એ એક નવા લુકમાં લૉન્ચ કરી છે. નોંધનીય છે કે Hero MotoCorpએ પોતાની લોકપ્રિય મોટરસાઇકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ (Hero Splendor Plus)નું બ્લેક એક્સેન્ટ એડિશનની રજૂઆત કરી છે. Hero Splendor Plusના બ્લેક એન્ડ એક્સેન્ટ વેરિટન્ટની કિંમત 64470 રૂપિયા રાખવામાં આવી છે. હીરો સ્પ્લેન્ડર કંપનીની સૌથી લોકપ્રિય બાઇક પૈકીની એક છે. આ બાઇક ટૉપ ટૂ વ્હીલર્સની યાદીમાં અનેકવાર ટૉપ પર રહી ચૂકી છે.

3 કલર્સમાં ઉપલબ્ધ

હીરો સ્પ્લેન્ડરે નવા એડિશનમાં 3 કલર વેરિયન્ટસ રજૂ કર્યા છે. તેમાં ફાયરફ્લાઇ ગોલ્ડન, બીટલ રેડ અને બંબલ બી યલો કલર ઓપ્શન સામેલ છે. 1399 રૂપિયાનો વધારાનો ચાર્જ આપવાથી તમે Heroનો 3D લોકો પણ લઈ શકો છો.

આ પણ વાંચો, Bullet Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને બનાવશે આ ભારતીય કંપની, જાણો બધું જ

હીરો સ્પ્લેન્ડરની બાઇક 3 વેરિયન્ડમાં આવી રહી છે. તેના કિક સ્ટાર્ટ વેરિયન્ટનો ભાવ હવે 60,500 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 60,350 રૂપિયા હતો. બીજી તરફ આ મોટરસાઇકલના સેલ્ફ સ્ટાર્ટ વેરિયન્ડનો ભાવ હવે 62,800 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 62,650 રૂપિયા હતો. જ્યારે સ્પ્લેન્ડર પ્લસ સેલ્ફ સ્ટાર્ટ i3Sનો ભાવ હવે 64,010 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 63,860 રૂપિયા હતો.

આ પણ વાંચો, બદલાઈ ગયો Jioના આ રિચાર્જ પેકનો ભાવ, ફ્રીમાં માણો Disney+ Hotstar VIPની મજા
આ પણ જુઓ, PHOTOS: કપડા ધોવા જઈ રહી હતી મહિલા, વોશિંગ મશીનમાં કોબ્રાને જોઈ ઊડી ગયા હોશ

હીરો સ્પ્લેન્ડર બાઇકની ખાસિયતો

Splendor Plus બાઇકમાં 97.2cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે જે 8,000rpm પર 7.8 bhpનો પાવર અને 6,000rpm પર 8.05Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે. બીજી તરફ 130mm રિયર બ્રેક છે.
Published by: Mrunal Bhojak
First published: October 20, 2020, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading