Parle-G Biscuitનું પેકેટ આજે પણ રૂ.5માં કઈ રીતે મળે છે? સમજો તેના પાછળની ટેક્નિક


Updated: August 10, 2022, 10:30 AM IST
Parle-G Biscuitનું પેકેટ આજે પણ રૂ.5માં કઈ રીતે મળે છે? સમજો તેના પાછળની ટેક્નિક
પારલે જીનું નાનું પેકેટ સતત 25 વર્ષ સુધી 4 રુપિયામાં મળ્યું આવું કઈ રીતે? સમજો ગણિત

Parle G Biscuit: 25 વર્ષ સુધી પારલે જી બિસ્કિટના નાના પેકેટની કિંમત ચાર રુપિયા રહી હતી. આટલા વર્ષમાં તમામ વસ્તુઓના ભાવ વધવા છતા કંપનીએ કઈ રીતે પેકેટની કિંમત 4 રુપિયા જ જાળવી રાખી તેનું પૂરું ગણિત સ્વિગીના ડિઝાઈનર ડીરેક્ટર સપ્તર્ષી પ્રકાશે સમજાવ્યું હતું. પ્રકાશે જણાવ્યં કે પહેલા પારલે જીનું નાનું પેકેટ 100 ગ્રામ આવતું હતું. કેટલાક વર્ષ બાદ તેને ઘટાડીને 92.5 ગ્રામ કરી દેવામાં આવ્યું છે.

  • Share this:
પારલે-જી દેશના દરેક ઘરમાં જાણીતું નામ છે. પારલે-જી બિસ્કીટ (Parle-G Biscuit) નાના મોટા સૌ કોઈએ ક્યારેકને ક્યારેક ખાધું જ હોય છે. એક સમયે બિસ્કીટનો પર્યાય બની જનાર પારલે-જી આજે પણ હોંશે હોંશે ખવાય છે. તેનો સ્વાદ વર્ષોથી એક સરખો જ છે. આ સાથે તેની કિંમત પણ વર્ષોથી સરખી જ છે. દાસકાઓ પહેલા રૂ. 4માં મળતું પારલે- જી બિસ્કીટ આજે પણ રૂ.5માં જ મળે છે. એટલે કે તેના માત્ર એક રૂપિયાનો વધારો થયો છે.

ઈલોન મસ્કે Teslaના અબજો રુપિયાની કિંમતના 70 લાખથી વધુ શેર વેચ્યા

25 વર્ષ સુધી પેકેટની એક જ કિંમત, કઈ રીતે?

આજના સમયમાં દરેક વસ્તુના ભાવ કૂદકે ભૂસકે વધી રહ્યા છે, ત્યારે પારલે જીના ભાવ કેમ સમાન રહ્યા છે? આજે પણ આ બિસ્કિટ કઈ રીતે રૂ.5માં મળી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નો જવાબ સ્વિગીના ડિઝાઇન ડાયરેક્ટર સપ્તર્ષિ પ્રકાશે (Saptarshi Prakash) આપ્યો છે. પ્રકાશે લિંક્ડઇન પર લખ્યું છે કે ક્યારેય વિચાર્યું છે કે, આ કેવી રીતે શક્ય છે? આ લખ્યા બાદ તેમણે તેના પાછળની ગણતરી સમજાવી છે.

મનોવૈજ્ઞાનિક રીતેનો ઉપયોગ

1994માં પારલે-જી બિસ્કિટના નાના પેકેટની કિંમત 4 રૂપિયા હતી. ઘણા વર્ષો પછી ભાવમાં એક રૂપિયાનો વધારો થયો અને પેકેટની કિંમત વધીને પાંચ રૂપિયા થઈ ગઈ. 2021 સુધી પારલે-જીના નાના પેકેટનો ભાવ 4 રૂપિયા રહ્યો હતો. પારલે-જીએ મોટા પાયે પોતાની છાપ ઊભી કરવા માટે જબરદસ્ત મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.'હું રતન ટાટા બોલી રહ્યો છું, શું આપણે મળી શકીએ?', એક ફોન કોલે બદલી નાખી 'Repos Energy'ની કિસ્મત

પેકેટનું નાનું થઈ ગયું

પ્રકાશ વધુમાં કહે છે કે, હવે જ્યારે હું એક નાનું પેકેટ કહું, ત્યારે તમારા મનમાં શું આવે છે? એક પેકેટ જે તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જાય. પેકેટની અંદર મુઠ્ઠીભર બિસ્કિટ હોય. પારલે આ પદ્ધતિને ખૂબ સારી રીતે સમજી હતી. તેથી તેણે ભાવ વધારવાને બદલે લોકોના મનમાં તેના નાના પેકેટની કલ્પના બરકરાર રાખી હતી. પછી ધીમે ધીમે તેનું કદ ઘટાડવાનું શરૂ કર્યું હતું. સમય જતાં નાના પેકેટોનું કદ નાનું થતું ગયું, પણ ભાવ વધ્યા નહીં.

કેટલું વજન ઘટ્યું ?

પ્રકાશે જણાવ્યું કે, પહેલા પારલે-જીનું નાનું પેકેટ 100 ગ્રામમાં આવતું હતું. થોડા વર્ષો બાદ તે ઘટીને 92.5 ગ્રામ થઈ ગયું હતું. બાદમાં 88 ગ્રામ અને આજે પાંચ રૂપિયામાં મળતા પારલે-જીનું પેકેટ 55 ગ્રામ વજનનું હોય છે. 1994થી અત્યાર સુધીમાં તેના વજનમાં 45 ટકાનો ઘટાડો થયો છે. તેઓ આ ટેક્નિકને ગ્રેસફુલ ડિગ્રેડેશન કહે છે અને કહે છે કે બટાકાની ચિપ્સ, ચોકલેટ અને ટૂથપેસ્ટ બનાવતી કંપનીઓ આ પદ્ધતિ જ અપનાવે છે.

Stock Market: બજારમાં આજે કમાણી કરવી હોય તો આટલું જાણી લો

અહીં ઉલ્લેખનીય છે કે, પારલેની શરૂઆત વર્ષ 1929માં કરવામાં આવી હતી. પારલેએ સૌપ્રથમ 1938માં પારલે-ગ્લુકો (પારલે ગ્લુકોઝ) નામના બિસ્કિટનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 1940-50ના દાયકામાં કંપનીએ ભારતનું પહેલું નમકીન બિસ્કિટ 'મોનાકો' લોન્ચ કર્યું હતું.
Published by: Mitesh Purohit
First published: August 10, 2022, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading