ભીમ એપ પર કેવી રીતે સેટ કરી શકાય છે UPI લાઈટ? જેમાં PIN વિના પણ કરી શકાય છે પેમેન્ટ

News18 Gujarati
Updated: September 28, 2022, 8:40 PM IST
ભીમ એપ પર કેવી રીતે સેટ કરી શકાય છે UPI લાઈટ? જેમાં PIN વિના પણ કરી શકાય છે પેમેન્ટ
BHIM એપમાં UPI કેવી રીતે સેટ કરવું?

UPI Lite: હાલમાં, યૂપીઆઈ લાઈટ ભીમ એપ સહિત માત્ર આઠ બેંકોના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે, જેમાં કેનરા બેંક, એચડીએફસી બેંક, ઈન્ડિયન બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક સામેલ છે. UPI લાઈટનો ઉપયોગ કરવો ઘણો જ સરળ છે. અહીં તમને ભીમ એપ પર યૂપીઆઈ લાઈટના ઉપયોગ કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ 2016માં યૂનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસની શરૂઆત કરી હતી. હાલમાં જ સંસ્થાએ ઓછા મૂલ્યના વ્યવહારને સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે યૂપીઆઈ લાઈટની શરૂઆત કરી છે. આ એક ઓન-ડિવાઈસ વોલેટ સુવિધા છે. આનાથી યૂજર્સ યૂપીઆઈ પિનનો ઉપયોગ કર્યા વિના રિયલ ટાઈમમાં ઓછા મૂલ્યનો વ્યવહાર કરી શકે છે. જો કે, રેગ્યુલર યૂપીઆઈ પેમેન્ટ કરતા સમયે પિન હજુ પણ અનિવાર્ય હશે.

માત્ર આઠ બેંકના ગ્રાહકો જ યૂપીઆઈ લાઈટનો ઉપયોગ કરી શકશે


હાલમાં, યૂપીઆઈ લાઈટ ભીમ એપ સહિત માત્ર આઠ બેંકોના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે, જેમાં કેનરા બેંક, એચડીએફસી બેંક, ઈન્ડિયન બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક સામેલ છે. UPI લાઈટનો ઉપયોગ કરવો ઘણો જ સરળ છે. અહીં તમને ભીમ એપ પર યૂપીઆઈ લાઈટના ઉપયોગ કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ રિલાયન્લ રિટેલે લોન્ચ કર્યુ વન સ્ટોપ ફેશન સ્ટોર ‘રિલાયન્સ સેન્ટ્રો’, ખરીદી માટે 300થી વધારે બ્રાન્ડ ઉપલબ્ધ 

BHIM એપમાં UPI કેવી રીતે સેટ કરવું?


સ્ટેપ 1: તમારા એન્ડ્રોઈડ ફોન કે આઈફોન પર ભીમ એપ ડાઉનલોડ કરો અને ઈન્સ્ટોલ કરો.સ્ટેપ 2: એપમાં લોગ ઈન કરો અને UPI વ્યવહાર માટે એક બેંક એકાઉન્ટ એડ કરો.
સ્ટેપ 3: નીચે સ્ક્રોલ કરો અને UPI લાઈટ બેનર પર ટેપ કરો
સ્ટેપ 4: હવે Enable Now બટન પર ટેપ કરો.
સ્ટેપ 5: બધી જ જાણકારી વાંચો અને પછી Enable Now બટન પર ટેપ કરો.
સ્ટેપ 6 : હવે, તમને તમારા UPI લાઈટ ઈ-વોલેટમાં 2,000 રૂપિયા જોડવા માટે કહેવામાં આવશે.
સ્ટેપ 7 : તે બેંક એકાઉન્ટને સિલેક્ટ કરો, જેના દ્વારા તમે રૂપિયા ટ્રાન્સફર કરવા માંગો છો.
સ્ટેપ 8 : UPI લાઈટ Enable બટન પર ટેપ કરો.
સ્ટેપ 9 : તમારો યૂપીઆઈ પિન નાખો, એક વાર રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા બાદ, તમારું UPI લાઈટ ઈ-વોલેટ એક્ટિવ થઈ જશે.

આ પણ વાંચોઃ5G આવવાથી કઇ રીતે થશે લોકોનું જીવન પરીવર્તન, જાણો એક ક્લિકમાં બધું જ
યૂપીઆઈ લાઈટ કેવી રીતે અલગ છે?


એવા ઘણા કારણો છે, જે યૂપીઆઈ લાઈટને રેગ્યુલર યૂપીઆઈ વ્યવહારથી અલગ બનાવે છે. સૌથી પહેલા, UPI વ્યવહારની અપર લિમિટ બે લાખ રૂપિયા છે, જ્યારે UPI લાઈટ વ્યવહારની લિમિટ 200 રૂપિયા છે. UPI વ્યવહારો સીધા જ તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા હોય છે, જ્યારે UPI લાઈટના વ્યવહારો ઈ-વોલેટ પર બેસ્ટ છે. આ માટે યૂપીઆઈ લાઈટ યૂઝર અને વોલેટમાં માત્ર 2,000 રૂપિયા જ રાખી શકાય છે. આ ઉપરાંત, યૂપીઆઈનો ઉપયોગ 100થી વધારે બેંકના ગ્રાહકો કરી શકે છે. બીજી તરફ યૂપીઆઈ લાઈટનો ઉપયોગ માત્ર 8 બેંકો સુધી જ મર્યાદિત છે. સાથે જ UPI નો ઉપયોગ રૂપિયા આપવા અને મેળવવા માટે કરી શકાય છે. બીજી તરફ, UPI નો ઉપયોગ માત્ર રૂપિયા મોકલવા માટે જ કરી શકાય છે.
Published by: Sahil Vaniya
First published: September 28, 2022, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading