ભારતે ચીનને ફરી આપ્યો ઝટકો! હવે તેલ કંપનીઓએ ચીની જહાજો અને ટેન્કરો પર લગાવ્યો પ્રતિબંધ

News18 Gujarati
Updated: August 13, 2020, 11:02 PM IST
ભારતે ચીનને ફરી આપ્યો ઝટકો! હવે તેલ કંપનીઓએ ચીની જહાજો અને ટેન્કરો પર લગાવ્યો પ્રતિબંધ
પ્રતિકાત્મક તસવીર

ભારતીય તેલ કંપનીઓનું કહેવું છે કે, તે ચીનની માલિકીની કોઈ પણ ઓઈલ ટેન્કરો કે શિપનો ઉપયોગ ભારતમાં કાચુ તેલ લાવવા માટે અથવા ડિઝલના નિકાસ માટે નહીં કરે,

  • Share this:
નવી દિલ્હી : ભારત-ચીન સીમા પર ચાલી રહેલા તણાવ અને ચીન સાથે બગડતા સંબંધ વચ્ચે ભારતની મોટી તેલ કંપનીઓએ પોતાના કાચા અને પેટ્રોલિયમ ઉત્પાદનોને લાવવા માટે અને લઈ જવા માટે ચીનના જહાજ અને ચીની ટેન્કરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતીય તેલ કંપનીઓનું કહેવું છે કે, તે ચીનની માલિકીની કોઈ પણ ઓઈલ ટેન્કરો કે શિપનો ઉપયોગ ભારતમાં કાચુ તેલ લાવવા માટે અથવા ડિઝલના નિકાસ માટે નહીં કરે, પછી ભલે તેણે થર્ડ પાર્ટી સાથે રજિસ્ટ્ડ જ કેમ ન કર્યું હોય. આવું કરનારી થર્ડપાર્ટી કંપનીઓને પણ બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે.

ભારતીય તેલ કંપનીઓએ નિર્ણય કર્યો કે, દેશમાં તેલ આયાત અને નિકાસ કરવા માટે લગાવવામાં આવતી હરાજીમાંથી ચીની જહાજોને બેન કરવામાં આવશે. આ કંપનીઓએ ઓપેક દેશો સાથે દુનિયાભરના ઓઈલ ટ્રેડર્સને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે, કોઈ પણ ચાઈનીઝ જહાજથી ભારતમાં તેલ મોકલવામાં ન આવે. જોકે, તેલ કંપનીઓના આ પગલાથી તેલના વ્યાપાર પર કોઈ પણ પ્રકારનો નકારાત્મક પ્રભાવ નહીં પડે. કેમ કે, ઓઈલ ટેન્કરના બિઝનેસમાં ચીની જહાજોની બાગીદારી ના બરાબર છે. પરંતુ તેલ કંપનીઓના આ પગલાથી બંને દેશના વ્યાપારિક સંબંધોમાં વધારે ખટાશ આવશે.


બિઝનેસ પર નહીં પડે અસર

આ મામલા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ નામ નહી છાપવાની સરત પર જણાવ્યું કે, ભારત આવનાર મોટાભાગના વિદેશી ટેન્કર લાઈબેરિયા, પનામા અને મોરિશસની કંપનીઓના છે. આ બિઝનેસમાં ચીનની ભાગીદારી ના બરાબર છે, જેથી ભારતીય તેલ વ્યાપાર અને તેલ કંપનીઓ પર કોઈ અસર નહીં પડે. તેમણે કહ્યું કે, ચીની જહાજોનો ઉપયોગ સિમિત છે, અને તેનો ઉપયોગ મોટાભાગે લિક્વિડ પેટ્રોલિયમ ગેસના ટ્રાસપોર્ટેશનમાં થાય છે. જોકે, આ મુદ્દા પર હજુ સુધી ઈન્ડીયન ઓઈલ લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનું કોઈ અધિકારીક નિવેદન સામે નથી આવ્યું.
Published by: kiran mehta
First published: August 13, 2020, 11:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading