JUMPNETની ભારતના 100 બિલિયન ડૉલરના વેપાર પર છે નજર

News18 Gujarati
Updated: August 13, 2020, 6:42 PM IST
JUMPNETની ભારતના 100 બિલિયન ડૉલરના વેપાર પર છે નજર
પ્રતિકાત્મક તસવીર

આ રિપોર્ટ મુજબ ભારતની અડધીથી વધુ વસ્તી પાસે હજી પણ ઇન્ટરનેટ નથી.

  • Share this:
ઐતિહાસિક રીતે અલ્પ સેવા વાળા ક્ષેત્રોમાં અલ્ટ્રા લો બેન્ડવિડ્સ પર નેક્ટ જનરેશનની ડિજિટલ સેવાઓ આપતી શેરબજારની ટેકનોલોજી કંપની જંપ નેટવકર્સ લિમિટેડએ પોતાના ઇન્ટરનેટ પ્લેટફોર્મ્સ JUMP Edmission અને Jump Talk દ્વારા લોકોને જોડવાનો પ્લાન બનાવ્યો છે. આ સર્વિસિસની સાથે કંપની ભારતમાં 100 બિલિયન ડૉલર વેપાર માટે લક્ષ બનાવ્યો છે. Visual Capitalistની એક રિપોર્ટ મુજબ ઓછા ઇન્ટરનેટ વાળા દેશોમાં ભારત અને આફ્રિકા ટોપમાં છે. અને તે પછી ચીનનો નંબર આવે છે.

દુનિયાના બીજા સૌથી મોટા ઓનલાઇન બજાર હોવા કારણે ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ ગ્રોથની તમામ સંભાવનાઓ છે. આ રિપોર્ટ મુજબ ભારતની અડધીથી વધુ વસ્તી પાસે હજી પણ ઇન્ટરનેટ નથી. કંપનીનું માનવું છે કે ભારતમાં ગત કેટલાક વર્ષોમાં ઇન્ટરનેટ યુઝર્સનો જોરદાર ગ્રોથ થયો છે. ખાલી 2019થી 2020 દરમિયાન જ તેમાં 23 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

વધુ વાંચો : #Photos : કૃષ્ણની જેમ તૈયાર થઇને સોશિયલ મીડિયા પર છવાયા TV સ્ટાર કિડ્સ

JUMP નેટવર્ક્સ લિમિટેડના પ્રબંધ નિર્દેશક, હર્ષવર્ધનનું કહેવું છે કે દુનિયાભરમાં ભારત જ એક એવી જગ્યા છે જ્યાં ટેકનીકલ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ છે. તેવામાં અમારી પાસે ફિઝિકલ અને ડિઝિટલ ઇકોસિસ્ટમ JumpNet દ્વારા તે લોકો સુધી પહોંચી શકીએ છીએ. જ્યાં બીજા લોકો નથી પહોંચી શકતા. Jumpnetની નજર ભારતમાં 100 બિલિયન ડૉલરના વધુના વેપાર પર છે. જમ્પનેટ દ્વારા અમે સતત દુનિયાભરના લોકોને અત્યાધુનિક ટેકનોલોજીની સાથે સારું ડિઝિટલ સમાધાન આપવાનો પ્રયાસ કરીએ છીએ.
એક હાલની રિપોર્ટમાં ભારતમાં 1.2 બિલિયન મોબાઇલ ઉપભોક્તા છે. જેમાંથી 50 ટકા ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે.

વધુ વાંચો : આકાશી નજરો! સ્વતંત્રતા દિવસ પહેલા જુઓ નેશનલ જિયોગ્રાફીએ ડ્રૉનથી લીધેલી ભારતની અદભૂત તસવીરોહાલના એક રિપોર્ટ મુજબ ભારતમાં 1.2 બિલિયન મોબાઇલ ઉપભોક્તા છે. જેમાંથી 50 ટકા ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે. 2023 સુધી ભારતમાં 40 ટકા ઇન્ટરનેટ યુર્ઝસ વધવાની આશા છે. સ્માર્ટફોનની સંખ્યા બેગણી પણ થઇ શકે છે. જ્યારે મોબાઇલ ડેટાની માસિક ખપત પ્રતિ વ્યક્તિ લગભગ 152 ટકા ઉછાળો જોવા મળ્યો છે. જે ચીન અને અમેરિકાની તુલનામાં ડબલ છે. આ પર જમ્પ નેટવર્ક્સ લિમિટેડના પ્રબંઘ નિર્દેશક હર્ષવર્ધને જણાવ્યું કે આ આંકડાને જોતા જમ્પનેટને ફાયદો થશે તેમ લાગે છે. સાથે જ અમે પૂરતો પ્રયાસ કરીશું કે ઉચ્ચ ગુણવત્તા વાળી ડિજિટલ કોન્ટેંટ અને સેવાઓ ઉપલબ્ધ કરાવીએ.

જમ્પ વિભિન્ન પ્રકારની ડિઝિટલ સેવાઓ આપે છે. જેમાં હાઇ ડેફિનેશન વીડિયો, ઓડિયો સ્ટ્રીમિંગ, અનલિમિટેડ ફેસબુક, વોટ્સઅપ, યૂટ્યૂબ અને અનલિમિડેટ ઓડિયો કોલિંગ, અનલિમિટેડ વીડિયો કોલિંગ જેવી પ્રમુખ સેવાઓ છે. વળી તેમાં કેટલાક લોકોને કેટલીક ખાસ સેવાઓ પણ આપવામાં આવે છે. આ યુઝર્સને સિમ દ્વારા ઓછા ઇન્ટરનેટ પર સુવિધાઓ પ્રદાન કરે છે.
Published by: Chaitali Shukla
First published: August 13, 2020, 6:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading