દેશને આર્થિક સંકટમાંથી ઉગરવા માટે ભરવા પડશે 3 પગલાં, મનમોહન સિંહે કર્યું સૂચન

News18 Gujarati
Updated: August 10, 2020, 12:38 PM IST
દેશને આર્થિક સંકટમાંથી ઉગરવા માટે ભરવા પડશે 3 પગલાં, મનમોહન સિંહે કર્યું સૂચન
મનમોહન સિંહે કહ્યું કે, સરકારને સંકટ દૂર કરવા અને આવનારા વર્ષોમાં સામાન્ય આર્થિક સ્થિતિનું નિર્માણ કરવા માટે આ 3 પગલાં ભરવા જોઈએ

મનમોહન સિંહે કહ્યું કે, સરકારને સંકટ દૂર કરવા અને આવનારા વર્ષોમાં સામાન્ય આર્થિક સ્થિતિનું નિર્માણ કરવા માટે આ 3 પગલાં ભરવા જોઈએ

  • Share this:
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh)એ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના કારણે પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થા (Indian Economy)ને ફરી વેગવંતી બનાવવા માટે સૂચનો કર્યા છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, આર્થિક સંકટને રોકવા માટે તાત્કાલિક ત્રણ પગલાં ભરવા જોઈએ. નોંધનીય છે કે, ભારતીય અર્થવ્યવસ્થા મહામારીના શરૂઆત પહેલા જ મંદીમાં સપડાઈ થઈ હતી. 2019-20માં જીડીપી ગ્રોથ (GDP Growth) 4.2% રહ્યો, જે લગભગ એક દશકમાં સૌથો ઓછો ગ્રોથ રેટ છે.

બીબીસીમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, સરકારને સંકટ દૂર કરવા અને આવનારા વર્ષોમાં સામાન્ય આર્થિક સ્થિતિનું નિર્માણ કરવા માટે ત્રણ પગલાં ભરવા જોઈએ. પહેલું- સરકારે લોકોની આજીવિકાને સુનિશ્ચિત કરવી જોઈએ અને તેમને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરી તેમની ખર્ચ કરવાની શક્તિ મજબૂત કરવી જોઈએ. બીજું- સરકાર સમર્થિત ક્રેડિટ ગેરન્ટી પ્રોગ્રામના માધ્યમથી વ્યવસાયો માટે પૂરતું ફંડ ઉપલબ્ધ કરાવવું જોઈએ. ત્રીજું- ઇન્સ્ટિટ્યૂશનલ ઓટોનોમી એન્ડ પ્રોસેસના માધ્યમથી ફાઇનાન્સિયલ સેક્ટરને ઠીક કરવું જોઈએ.

આ પણ વાંચો, IPL 2020ની સ્પોન્સરશિપ રેસમાં સામેલ બાબા રામદેવ, પતંજલિ લગાવી શકે છે બોલી

ભારતીય અર્થવ્યવસ્થા મહામારીની શરૂઆત પહેલા જ મંદીની પકડમાં આવી હતી. 2019-20માં જીડીપી ગ્રોથ 4.2% રહ્યો, જે લગભગ એક દશકમાં સૌથો ઓછો ગ્રોથ રેટ છે. દેશ હવે ધીમેધીમે અને લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ પોતાની અર્થવ્યવસ્થાને અનલૉક કરી રહ્યો છે, પરંતુ સંક્રમણની સંખ્યા વધવાના કારણે ભવિષ્ય અનિશ્ચિત છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત અમેરિકા અને બ્રાઝીલ બાદ દુનિયાનો ત્રીજો પ્રભાવિત દેશ છે.

આ પણ વાંચો, સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા? સંજય રાઉતના આરોપ પણ જાણો SSRના મામાનો જવાબ
અર્થશાસ્ત્રીઓએ પણ 2020-21 નાણાકીય વર્ષ માટે ભારતની અર્થવ્યવસ્થાની જીડીપીમાં ઝડપી ઘટાડાની આશંકાની ચેતવણી આપી છે. જે 1970ના દશક બાદ સૌથી ખરાબ ટેકનીકલ મંદી હોઈ શકે છે. ડૉ. મનમોહન સિંહે કહ્યું કે, હું ડિપ્રેશન જેવા શબ્દોનો ઉપયોગ નથી કરવા માંગતો, પરંતુ એક લાંબી આર્થિક મંદીના અણસાર હતા જ. તેઓએ કહ્યું કે, આ આર્થિક મંદી માનવીય સંકટના કારણે છે. આ આપણા સમાજમાં કેદ ભાવનાઓથી માત્ર આર્થિક સંખ્યા અને પદ્ધતિઓને દર્શાવવા માટે મહત્વપૂર્ણ છે.
Published by: Mrunal Bhojak
First published: August 10, 2020, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading