મોટો નિર્ણય : આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ ખરીદવાની મર્યાદા નક્કી થઈ, બાઇકમાં ફક્ત 5 લીટર જ પેટ્રોલ પુરાવી શકાશે

News18 Gujarati
Updated: August 11, 2020, 4:26 PM IST
મોટો નિર્ણય : આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ ખરીદવાની મર્યાદા નક્કી થઈ, બાઇકમાં ફક્ત 5 લીટર જ પેટ્રોલ પુરાવી શકાશે
પ્રતિકાત્મક તસવીર

શું તમે વિચારી શકો કે પેટ્રોલ કે ડીઝલ ભરાવવાની પણ મર્યાદા નક્કી થઈ શકે? ભારતના પૂર્વત્તર રાજ્યમાંના એક મિઝોરમમાં આવું થયું છે.

  • Share this:
નવી દિલ્હી : મિઝોરમ સરકારે (Government of Mizoram) મંગળવારે ઇંધણની માત્રા પ્રતિ વાહન (Fuel Rationing) નક્કી કરી છે. જે બાદમાં હવે રાજ્યમાં સ્કૂટરમાં ફક્ત ત્રણ લીટર અને કારમાં 10 લીટર પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Rationing) જ ભરાવી શકાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને પગલે અનેક જગ્યાએ લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. જેના પગલે ફ્યૂઅલ ટેન્કરો સમયસર નથી પહોંચી રહ્યું. આ કારણે અહીં પેટ્રોલ-ડીઝલની અછત થઈ છે.

આથી સરકાર તરફથી ફ્યૂઅલ રાશનિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ મિઝોરમની રાજધાની ઐઝવાલ પેટ્રોલપંપો પર લાંબી લાઇનો લાગી ગઈ છે.

હવે કારમાં ફક્ત 10 લીટર પેટ્રોલ પુરાવી શકાશે :

અધિકારીઓેએ જણાવ્યું કે, આદેશ પ્રમાણે સ્કૂટરોમાં ત્રણ લીટર અન્ય ટુ-વ્હીલર માટે પાંચ લીટર અને મોટર એટલે કે નાના ફોર-વ્હીલર્સ માટે 10 લીટર પેટ્રોલની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મેક્સી કેબ, મિની ટ્રક, જિપ્સી માટે 20 લીટરની છૂટ આપવામાં આવે છે. જ્યારે ટ્રક અને બસ માટે 100 લીટરની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલપંપ પર અન્ય કોઈ વાસણમાં એટલે કે કેન કે બેરલમાં ઇંધણ લઈ જવાની રોક લગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ : જ્યાં રોજના હજારો મોબાઇલની લે-વેચ થાય છે તે મૂર્તિમંત કૉમ્પ્લેક્સ સીલ

આ ગાડીઓને છૂટ મળી :પીટીઆઈ પ્રમાણે જે વાહનો ચોખા અને અન્ય ખાણીપીણીની વસ્તુઓ લઈને જઈ રહ્યા છે તેમને ટેન્ક ફૂલ કરવાની છૂટ આપવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ વાહનો સામાનની હેરાફેર કરી રહ્યા હોવાથી તેમને નવો નિયમ લાગૂ નથી થતો.

વીડિયો જુઓ : રશિયાએ કોરોનાની પ્રથમ રસી બનાવી લીધાનો દાવો કર્યો 

દેશમાં 24 કલાકમાં 53,601 નવા કેસ નોંધાયા, 871 દર્દીનાં મોત

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ને લઈને થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53,601 નવા કેસ નોંધાયા છે, જ્યારે 871 દર્દીઓનાં મોત થયા છે. નોંધનીય છે કે, છેલ્લા અનેક દિવસથી રોજેરોજના આંકડા 62 હજારથી વધુ આવતાં હતા. સોમવારે 62,064 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1,007 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 22,68,676એ પહોંચી ગઈ છે. વિશેષમાં, કોરોના વાયરસ (COVID-19)ના દેશમાં હવે 6 લાખ 39 હજાર 929 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 15 લાખ 83 હજાર 490 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 45,257 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: August 11, 2020, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading