મુકેશ અંબાણી બન્યા દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ, 80.6 અરબ ડોલર છે કુલ સંપત્તિ

News18 Gujarati
Updated: August 8, 2020, 9:00 PM IST
મુકેશ અંબાણી બન્યા દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ, 80.6 અરબ ડોલર છે કુલ સંપત્તિ
મુકેશ અંબાણી બન્યા દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ, 80.6 અરબ ડોલર છે કુલ સંપત્તિ

છેલ્લા એક મહિનામાં મુકેશ અંબાણીએ ઘણા દિગ્ગજ અરબપતિઓને સંપત્તિના મામલામાં પાછળ રાખ્યા

  • Share this:
નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)હવે દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ વર્ષે મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં લગભગ 22 અરબ ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયનેયર ઇંડેક્સના મતે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 80.6 અરબ ડોલર થઈ ગઈ છે. આ દરમિયાન ફ્રાન્સના બર્નાર્ડ અર્નાલ્ટની (Bernard Arnault)સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે અર્નાલ્ટની સંપત્તિમાં આ વર્ષે ઘટાડાનું સૌથી મોટું કારણ ગ્રાહકો દ્રારા ઓછો ખર્ચ રહ્યો છે.

આ વર્ષે મુકેશ અંબાણીએ આ અરબપતિઓને પાછળ રાખ્યા

છેલ્લા એક મહિનામાં મુકેશ અંબાણીએ ઘણા દિગ્ગજ અરબપતિઓને સંપત્તિના મામલામાં પાછળ રાખ્યા છે. જેમાં ટેસ્લા અને સ્પેસએક્સના સંસ્થાપક ઇલોન મસ્ક (Elon Musk),અલ્ફાબેટ ઇંકના સહ સંસ્થાપક સર્જી બ્રિન (Sergie Brin)અને લેરી પેજ (Larry Page) સામેલ છે. આ સિવાય વોરેન બફેટને (Warren Buffet) પણ પાછળ રાખી દીધા છે.

માર્ચ 2020 પછી અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના (Reliance Industries Limited)શેરમાં ભારે તેજી જોવા મળી છે. શુક્રવારે દિવસભરના વેપાર પછી BSE પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સ 2146 રૂપિયા પ્રતિ શેર (RIL Share Price)પર બંધ થયા હતા. ગત દિવસોના મુકાબલામાં તેમાં 0.56 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો - BSESએ શરૂ કરી ખાસ સ્કીમ! જૂના પંખા અને ACના બદલે આપી રહ્યા છે નવા, મળી રહ્યું છે 60%થી વધારે ડિસ્કાઉન્ટ

આ કંપનીઓએ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યુંએપ્રિલ પછી ઘણી વૈશ્વિક કંપનીઓએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેકનોલોજી એકમ જિયો પ્લેટફોર્મ્સમાાં (Jio Platfroms)રોકાણ કરવાની જાહેરાત કરી હતી. સૌ પહેલા 22 એપ્રિલે સોશિયલ મીડિયા કંપની ફેસબુકે 9.99 ટકા સ્ટેક માટે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ પછી સતત ઘણી કંપનીઓએ જિયો પ્લેટફોર્મ્સમાં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી હતી. સૌથી અંતમાં ગુગલે પણ 7.7 ટકા સ્ટેક માટે 33,737 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.

આ છે ટોપ 3 અરબપતિ

આ લિસ્ટમાં એમેઝોન ઇંકના સંસ્થાપક જેફ બેજોસ 187 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે પ્રથમ ક્રમાંકે છે. 121 અરબ ડોલર સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા નંબરે છે. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ 102 અરબ ડોલર સાથે ત્રીજા સ્થાને છે.
Published by: Ashish Goyal
First published: August 8, 2020, 9:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading