સરકારી કર્મચારીઓ માટે શાનદાર છે NPSમાં રોકાણ, FD કરતા વધારે મળે છે નફો

News18 Gujarati
Updated: August 9, 2020, 8:18 PM IST
સરકારી કર્મચારીઓ માટે શાનદાર છે NPSમાં રોકાણ, FD કરતા વધારે મળે છે નફો
પ્રતિકાત્મક તસવીર

એનપીએસ હેઠળ સબસ્ક્રાઈબર્સ ઈક્વિટી, સરકારી સિક્યોરિટી, કોર્પોરેટ ડેટ અને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : નેશનલ પેન્શન સિસ્ટમને કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2004માં માત્ર સરકારી કર્મચારીઓ માટે શરૂ કરી હતી. ત્યારબાદ 2009માં એનપીએસમાં દેશના દરેક નાગરીકને રોકાણની છૂટ આપવામાં આવી.એનપીએસ સરકાર તરફથી પ્રાયોજિત પેન્શન સ્કિમ છે. એનપીએસમાં તમે તમારા જોખમ ઉઠાવવાની ક્ષમતા અને ભવિષ્યની પોતાની જરૂરિયાત અનુસાર, અલગ-અલગ ફંડમાં રોકાણ કરી શકે છો. આજે અમે કેન્દ્ર સરાકર અને રાજ્ય સરકારના પ્લાન ટિયર-1 અને ટીયર - 2 ઈક્વિટી પ્લાન હેઠળ સારા રિટર્ન આપતા પેન્શન ફંડ મેનેજર્સની વાત કરીશું.

એનપીએસ હેઠળ સબસ્ક્રાઈબર્સ ઈક્વિટી, સરકારી સિક્યોરિટી, કોર્પોરેટ ડેટ અને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરી શકે છે. એનપીએસ સબસ્ક્રાઈબરને પહેલા એક પેન્શન ફંડ મેનેજરની પસંદગી કરવી પડશે. ત્યારબાદ તે ખુદ પોતાના રોકામનો વિકલ્પ પસંદ કરે છે. એક સબસ્ક્રાઈબર્સ રોકાણ માટે એક્વિટી અથવા ઓટો ઓપ્શન પણ પસંદ કરી શકે છે. સાથે, એનપીએસ સબસ્ક્રાઈબર્સને કેટલીક શરતો સાથે પેન્શન ફંડ મેનેજરને બદલવાની મંજૂરી પણ આપે છે.

કેન્દ્ર સરકારની યોજના હેઠળ દેશની સૌથી મોટી પેન્શન સ્કીમ એસબીઆઈ પેન્શન ફંડે ગત પાંચ વર્ષમાં 9.93 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. જે કોઈ પણ ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે છે. તો, એસબીઆઈની બે અન્ય પેન્શન યોજનાઓમાં રોકાણ પર ગત પાંચ વર્ષમાં 9 ટકાનો શાનદાર નફો મળ્યો છે. તમને જણાવી દઈએ કે, એસબીઆઈ પેન્શન ફંડ 10.10 ટકા રોકાણ ઈક્વિટીમાં કરે છે.

આ પણ વાંચો -  Big News: રાજ્યમાં ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં 200 રૂપિયા સુધીનો ધરખમ વધારો, જાણો - કયા શહેર માટે કેટલું ભાડુ થશે?

સરકારી સબસ્ક્રાઈબર્સને 1 એપ્રિલ 2019થી પેન્શન ફંડ અને ઈન્વેસ્ટમેન્ટ પેટર્નના વિકલ્પમાંથી પોતાના માટે શાનદાર પંસદ કરવાની છૂટ આપવામાં આવી છે. જો સબસ્ક્રાઈબર્સ વિકલ્પ પસંદ ન કરે તો, તેનું એનપીએસ સહયોગ એલઆઈસી પેન્શન ફંડ લિમિટેડ, એસબીઆઈ પેન્શન ફંડ પ્રાઈવેટ લિમિટેડ અને યૂટીઆઈ રિટાયરમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડમાં પહેલાથી નક્કી અનુપાતમાં રોકાણ કરી દેવામાં આવે છે. યૂટીઆઈ રિટાયરમેન્ટ સોલ્યુશન્સે 5 વર્ષમાં 9.74 ટકા તો એલઆઈસી પેન્શન ફંડે 9.57 ટકા રિટર્ન આપ્યું છે.

રાજ્ય સરકારની યોજના હેઠળ એસબીઆઈ પેન્શન ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ 80,000 કરોડ રૂપિયા છે. આ ફંડે ગત 5 વર્ષમાં રોકાણ પર 10 ટકા શાનદાર નફો આપ્યો છે. 31 જુલાઈ 2020 સુધી આ આંકડાઓ અનુસાર, આ ફંડે 9.6 ટકા ભાગ ઈક્વીટીમાં રોકાણ કર્યું છે. તેમાં યૂટીઆઈએ 9.73 તો એલઆઈસી પેન્શન ફંડે 9.52 ટકાનો નફો કમાવી આપ્યો છે. છેલ્લા પાંચ વર્ષના પ્રદર્શનના આધાર પર જો ટિયર-1 ઈક્વિટી એનપીએસ ફંડ મેનેજરની વાત કરીએ તો, એચડીએફસી પેન્શન ફંડ (5 વર્ષમાં 6.92 ટકા રિટર્ન), કોટક પેન્શન ફંડ ( 5 વર્ષમાં 6.21 ટકા રિટર્ન) અને યૂટીઆઈ રિટાયરમેન્ટ સોલ્યુશન્સ (5 વર્ષમાં 5.85 ટક રિટર્ન) સૌથી શાનદાર પેન્શન ફંડ છે.

ટીયર-2 ઈક્વિટી એનપીએસ ફંડની વાત કરીએ તો, છેલ્લા પાંચ અને ત્રણ વર્ષમાં એચડીએફસી પેન્શન ફંડ (5 વર્ષમાં 7.16 ટકા રિટર્ન), કોટક પેન્શન ફંડ ( 5 વર્ષમાં 6.16 ટકા રિટર્ન)થી પોતાના સબસ્ક્રાઈબર્સને વધારે નફો કરાવ્યો છે. આ કેટેગરીમાં એચડીએફસી પાસે સૌથી વધારે 149 કરોડ રૂપિયાના મૂલ્યની એસેટ્સ અંડર મેનેજમેન્ટ છે. તમને જણાવી દઈએ કે, એનપીએસમાં ટિયર-2 એકાઉન્ટ વોલિન્ટિયરી ઈન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ છે, જે જરૂરતના સમયે સબસ્ક્રાઈબર્સને આર્થિક મદદ કરે છે. એનપીએસ ટિયર-2 એકાઉન્ટથી સબસ્ક્રાઈબર્સ ગમે ત્યારે પૈસા નીકાળી શકે છે.
Published by: kiran mehta
First published: August 9, 2020, 8:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading