સરકારની મોટી ચેતવણી! આ નંબર પરથી ફોન આવે તો ઉઠાવવાથી બચો, નહીં તો ખાલી થઈ શકે છે બેન્ક બેલેન્સ

News18 Gujarati
Updated: August 12, 2020, 10:15 PM IST
સરકારની મોટી ચેતવણી! આ નંબર પરથી ફોન આવે તો ઉઠાવવાથી બચો, નહીં તો ખાલી થઈ શકે છે બેન્ક બેલેન્સ
પ્રતિકાત્મક તસવીર

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયર્સના સાયબર સિક્યોરિટી ટ્વીટર હેન્ડલ CyberDost પર યૂઝર્સને આ મામલે ચેતવણી આપવામાં આવી છે. સરકારે યૂઝર્સને ફેક કોલ્સ વિશે એલર્ટ કર્યા

  • Share this:
નવી દિલ્હી : ઓનલાઈન અને મોબાઈલ ફ્રોડના વધતા મામલાને જોતા, ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયર્સના સાયબર સિક્યોરિટી ટ્વીટર હેન્ડલ CyberDost પર યૂઝર્સને આ મામલે ચેતવણી આપવામાં આવી છે. સરકારે યૂઝર્સને ફેક કોલ્સ વિશે એલર્ટ કર્યા છે. આ કોલ્સની મદદથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. CyberDostના ટ્વીટર હેન્ડલ પર આ વિશે જાણારી આપવામાં આવી છે, જેથી યુઝર્સ સેફ રહી શકે.

મોટાભાગના કોલ્સ +92 અને +01થી શરૂ થતા નંબર પરથી આવે છે

ફ્રોડના ઈરાદેથી આવતા મોટાભાગના કોલ્સ +92થી શરૂ થતા નંબરો પરથી આવે છે. આવા નંબરોથી નોર્મલ વોઈસ કોલ સિવાય યૂઝર્સને વોટ્સઅપ કોલ્સ પણ કરવામાં આવી રહ્યા છે. આવા કોલ્સનો ઈરાદો યૂઝર્સની પર્સનલ અને સેન્સેટિવ ઈન્ફોર્મેશન ચોરી કરવાનો હોય છે, અને કોલ કરનાર વિક્ટિમને વાતોમાં ફસાવી આવી ડિટેલ્સ ચોરી લે છે. આ સિવાય +01થી શરૂ થનારા નંબરોથી પણ કેટલાક યૂઝર્સને કોલ્સ આવે છે. આવા કોલ્સથી સતર્ક રહો અને પોતાની બેન્કિંગ ડિટેલ્સ ક્યારે પણ કોલ પર કોઈની સાથે શેર ન કરો.

લડી ડ્રો અને લોટરીની પણ આપે છે લાલચ

કોલ દરમિયાન લોકોના બેન્ક એકાઉન્ટથી લઈ ડેબિટ કાર્ડ ડીટેલ્સ પણ ચોરી લેવામાં આવે છે. તેના માટે લકી ડ્રોમાં નામ આવ્યું હોવાની લાલચ પણ આપવામાં આવે છે. અને તેના બદલામાં બેન્કિંગ ડિટેલ્સ એવું કહી માંગવામાં આવે છે કે જીતેલી રકમ તમારા એકાઉન્ટમાં મોકલવામાં આવશે. ફ્રોડ કરનાર કોઈ મોટી કંપનીનું નામ લઈ પોતાની સર્વિસ અસલી હોવાનો ભરોસો વિક્ટિમને અપાવે છે, જેથી તેને ફસાવી શકાય.

આવા કોડ્સ ભૂલથી પણ ન કરો શેરકોલર તરફથી કેટલીક વખત QR કોડ અથવા પછી બારકોડ મોકલી તેમને સ્કેન કરવાનું પણ કહેવામાં આવે છે. ભૂલથી પણ આવા કોડને સ્કેન ન કરો. પ્રોડ કરનારા લોકો એકથી પણ વધારે કોલ્સ પણ અલગ-અલગ નંબરથી કરે છે.
Published by: kiran mehta
First published: August 12, 2020, 10:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading