NPS Pension Plan લેનારાને થશે મોટો ફાયદો, 30 સપ્ટેમ્બર સુધીમાં મળશે ભેટ

News18 Gujarati
Updated: August 6, 2022, 2:13 PM IST
NPS Pension Plan લેનારાને થશે મોટો ફાયદો, 30 સપ્ટેમ્બર સુધીમાં મળશે ભેટ
એનપીએસમાં રોકાણકારોને હવે ગેરંટીડ રિટર્ન પ્રોગ્રામનો લાભ મળશે.

NPS guaranteed programme: દેશમાં ખૂબ જ મોટો તબક્કો એવી કેટેગરીમાં આવે છે જે એકવાર પોતાની નિવૃત્તિની ઉંમરે પહોંચશે ત્યારે તેમને પેન્શન જેવા કોઈ લાભ મળશે નહીં. આ તબક્કાના લોકો માટે સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ કરીને એક યોજના ચલાવે છે. જેમાં તેઓ પોતાની વર્કિંગ એજ દરમિયાન કમાણીનો એકભાગ રોકે છે જેનાથી તેમને નિવૃત્તિ પછી નિયમિત પેન્શન મળે છે. હવે આ યોજનામાં સરકાર એક ખાસ ફીચર જોડવા જઈ રહી છે.

  • Share this:
મુંબઈઃ જો તમે પણ પોતાની નિવૃત્તિ પછી ભવિષ્યને સુરક્ષિત કરવા માટે નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરવા માગો છો તો તમારા માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ પેન્શન સિસ્ટમ (PFRDA) એક ગેરંટીવાળો પેન્શન પ્રોગ્રામ (Guaranteed Pension programme) શરું કરવા પર વિચાર કરી રહી છે. જેને નેશનલ પેન્શન સિસ્ટમ અંતર્ગત જ 30 સપ્ટેમ્બરથી લોન્ચ કરવામાં આવી શકે છે. જેનાથી દેશના કરોડો રોકાણકારોને ફાયદો થઈ શકે છે.

લાંબી ગણતરી હોય તો આવા કરોડપતિ બનાવનાર શેર ખરીદો, 20 વર્ષમાં રુ.1 લાખના કર્યા રુ.2 કરોડ

30 સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે નવી પેન્શન સ્કીમ

PFRDAના ચેરપર્સન સુપ્રતીમ બંદોપધ્યાયે જણાવ્યું કે PFRDA હંમેશા મોંઘવારી અને રુપિયાની વેલ્યુમાં ઘટાડાથી ખિસ્સા પર પડતી અસરને સમજે છે અને તેના મુજબ રોકાણકારોને મોંઘવારી અનુરુપ રિટર્ન આપે છે. ત્યારે હવે એનપીએસમાં એક ગેરંટિડ રિટર્ન યોજના પર કામ ચાલી રહ્યું છે. જેથી એક મોટી રકમ રોકાણકારોને મળી શકે. તેમણે જણાવ્યું કે મિનિમમ ગેરંટી રિટર્ન યોજના પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે અમે 30 સપ્ટેમ્બરથી તેને શરુ કરી શકીએ.

Business Idea: નોકરી સાથે શરું કરો આ પાર્ટ ટાઈમ બિઝનેસ, તમારા નાના-મોટા ખર્ચા નીકળી જશે

હાલ એનપીએસમાં કેટલું મળી રહ્યું છે રિટર્ન?સુપ્રતીમ બંદોપધ્યાયે જણાવ્યું કે ગત 13 વર્ષની અવદીમાં આ સ્કીમમાં 10 ટકા (10.27%) થી વધુના દરે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવ્યું છે. એવો પૂર્ણ પ્રયાસ રહ્યો છે કે રોકાણકારોને મોંઘવારીને માત કરી શકે તેવું રિટર્ન મળે. જ્યારે આ નવી સ્કીમથી ફાયદો દેશના કરોડો લોકોને થસે અને નેશનલ પેન્શન યોજનામાં આવેદન કરવવાળાઓની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવશે.

Post Officeની આ સ્કીમ ઓછા રિસ્કમાં તમને બનાવી શકે કરોડપતિ, બસ દરરોજ ફક્ત 416 રુપિયા બચાવો

આટલા લોકોએ NPS યોજનામાં રોકાણ કર્યું

PFRDAના ચેરપર્સને કહ્યું કે પેન્શન એસેટ્સની સાઇઝ 35 લાખ કરો રુપિયા છે. જેમાં 22 ટકા એટલે કે કુલ 7.72 લાખ કરોડ રુપિાય નેશનલ પેન્શન સિસ્ટ (NPS) પાસે છે. જ્યારે 40 ટકા ફંડ EPFO પાસે છે. બંદોપધ્યાયે કહ્યું કે આ વર્ષે સબ્સક્રાઈબર્સની સંખ્યા 3.41 લાખથી વધીને 9.76 લાખ થઈ ગઈ છે. તેમણે હાલના નાણાકીય વર્ષમાં સબ્સક્રાઈબર્સની સંખ્યામાં 20 લાખના વધારાનું અનુમાન દર્શાવ્યું છે.

Stock Market: RBIની નવી પોલિસી બાદ માર્કેટ પોઝિટિવ નોટ પર બંધ થયું, હવે આગામી સપ્તાહ કેવું રહેશે?

શું છે નેશનલ પેન્શન સિસ્ટમ(NPS)?

નેશનલ પેન્શન સિસ્ટમ એક માર્કેટ લિંક્ડ પ્રોડક્ટ છે. જેમાં રિટર્નમાં ઉતાર ચઢાવ રહે છે. એનપીએસમાં તમે બે એકાઉન્ટ ખોલી શકો છો. એક ટાયર-1 અને બીજુ ટાયર-2, જેમાં બીજુ ટાયર-2 સેવિંગ એકાઉન્ટ છે. જે સ્વૈચ્છિક છે. તેમાંથી રુપિયા ઉપાડવા પર કોઈ પાબંદી નથી. જ્યારે ટાયર 1 એકાઉન્ટ મુખ્ય રિટાયરમેન્ટ એકાઉન્ટ છે. તેમાંથી રુપિયા કાઢવાના નિયમને સમજી લેવા જરુરી છે. તમે રિટાયરમેન્ટ પહેલા આ એકાઉન્ટથી આંશિક ઉપાડ કરી શકો છો. એટલે કે થોડા રુપિયા ઉપાડી શકો છો પરંતુ તેના માટે પણ કેટલીક શરતો છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: August 6, 2022, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading