ભારતીય ફાર્મા કંપની Zydus Cadilaએ કોરોનાની સસ્તી દવા લૉંચ કરી

News18 Gujarati
Updated: August 13, 2020, 12:36 PM IST
ભારતીય ફાર્મા કંપની Zydus Cadilaએ કોરોનાની સસ્તી દવા લૉંચ કરી
પ્રતિકાત્મક તસવીર

ઝાયડસ કેડિલા (Zydus Cadila) તરફથી કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી સૌથી કારગર દવા Remdesivirનું સસ્તુ ઝેનરિક વર્ઝન લૉંચ કરવામાં આવ્યું.

  • Share this:
નવી દિલ્હી : ફાર્મા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)એ ગિલિયડ સાઇન્સિસની એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવીર (Remdesivir)નું સૌથી સસ્તુ જેનરિક વર્ઝન લૉંચ કર્યું છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે Zydusની આ દવાની કિંમત 2,800 રૂપિયા ($37.44) પ્રતિ 100mg શીશી છે. નોંધનીય છે કે દુનિયાના અનેક દેશોની હૉસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન એવું તથ્ય સામે આવ્યું હતું કે રેમડેસિવીર કોરોનાના લક્ષણનો સમય 15 દિવસમાંથી ઘટાડીને 11 દિવસ કરી શકે છે. આ કારણે તેની માંગમાં વધારો થયો છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ કોઈ પ્રભાવી સારવાર નથી. જોકે, કોરોનાની કોઈ દવા જ નથી ત્યારે ભારતમાં ડૉક્ટરો આ દવા લખી રહ્યા છે. આ જ કારણે દિલ્હી સહિત ભારતના અન્ય શહેરોમાં આ દવાની માંગ વધી છે.

રેમડેસિવીરને અમેરિકન કંપનીએ બનાવી :

અમેરિકા સ્થિત ગિલિયડ સાઇન્સિસે ઇબોલાની સારવાર માટે આ દવા બનાવી હતી. હવે આ કંપનીએ ભારતમાં સિપ્લા, જુબિલિએન્ટ લાઇફ, હિટેરો ડ્રગ્સ અને માઇલૉનને ભારતમાં આ દવા બનાવવાની છૂટ આપી છે.જુલાઇ, 2020માં ઝાયડસ કંપનીએ ગિલિયડ સાઇન્સિસ સાથે રેમેડિસીવીરના ઉત્પાદન અને વેચાણ માટેના કરાર કર્યા હતા. આ માટે ડ્રગની એપીઆઈ (Active Pharmaceutical Ingredient) ગુજરાત ખાતે આવેલા પ્લાન્ટ ખાતે તૈયાર કરવામાં આવી હતી અને તેનું ઉત્પાદન પણ અહીં જ કરવામાં આવ્યું હતું.

નીચે વીડિયો જુઓ : ઈમાનદાર કરદાતાઓ માટે  પીએમ મોદીએ શું જાહેરાત કરી?

ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) પોતાની સંભવિત કોવિડ 19 વેક્સીન ZyCoV-Dનું મનુષ્ય પર ટ્રાયલ શરૂ કરી દીધું છે. કંપનીએ જાણકારી આપતા કહ્યું છે કે પ્રથમ તબક્કામાં તે દેશના અલગ અલગ હિસ્સામાં 1,000 લોકોની નોંધણી કરશે. કંપનીએ કહ્યું છે કે ZyCoV-Dનો એડેપ્ટિવ ફેઝ I/II હ્યૂમન ક્લિનકલ ટ્રાયલ પ્રથમ મનુષ્યના ડોઝ સાથે શરૂ થઈ ગયો છે. જેનાથી વેક્સીનની સુરક્ષા, સહનશક્તિ અને ઇમ્યૂનોજેનિસિટી તપાસમાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: August 13, 2020, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading