ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર જેવા સુધારા આજથી જ લાગૂ : પીએમ મોદી

News18 Gujarati
Updated: August 13, 2020, 12:11 PM IST
ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર જેવા સુધારા આજથી જ લાગૂ : પીએમ મોદી
પીએમ મોદી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઇમાનદાર કરદાતાઓના સન્માન માટે આજથી ડાયરેક્ટ ટેક્સ રિફૉર્મ્સ (Direct Tax Reforms)ના આગામી તબક્કાની શરૂઆત કરી હતી.

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઇમાનદાર કરદાતાઓના સન્માન માટે આજથી ડાયરેક્ટ ટેક્સ રિફૉર્મ્સ (Direct Tax Reforms)ના આગામી તબક્કાની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યુ કે ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર જેવા સુધારા આજથી જ લાગૂ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે દેશમાં ચાલી રહેલા માળખાકીય સુધારાનો ક્રમ આજે એક નવા મુકામ પર પહોંચી ગયો છે. 21મી સદીની ટેક્સ સિસ્ટમની આ નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સુધારામાં Faceless Assessment, Faceless Appeal અને Taxpayers Charter વગેરેનો સમાવેશ થાય છે. Faceless Assessment અને Taxpayers Charter આજથી જ લાગૂ કરી દેવામાં આવ્યા છે.

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશના ઈમાનદાર કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. કરદાતાનું જીવન જો સરળ બને તો તે આગળ વધે છે, આ સાથે જ દેશ પણ આગળ વધે છે. આજથી શરૂ થઈ રહેલી વ્યવસ્થા મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નેન્સની પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરે છે. દેશવાસીઓના જીવનમાં સરકારની દખલને ઓછી કરવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું છે.

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો :

પીએમ મોદીએ કહ્યુ કે ભારત પ્રત્યે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. કોરોનાના સંક્ટ વચ્ચે પણ મોટાપાયે FDIનું ભારતમાં આવવું આ વાતનો ઠોસ પૂરાવો છે.

દેશમાં 1500થી વધારે કાયદાના સમાપ્ત કર્યાં:

પીએમ મોદીએ કહ્યું કે વિચારધારા અને અભિગમ બદલાયા છે. અમારા માટે સુધારાનો મતલબ છે કે તે નીતિ આધારિક હોય, ટુકડામાં ન હોય અને એક સુધારો બીજાનો આધાર બને. એવું નથી કે એક વખત સુધારો કરીને બેસી રહ્યા હોય. આ સતત ચાલતી પ્રક્રિયા છે. ગત વર્ષોમાં દેશમાં 1500થી વધારે કાયદા સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. ઇઝ ઑફ ડુઇંગમાં ભારત 134માં નંબર પર હતું, હવે 63 નંબર પર છે. આના પાછળ સુધારા જવાબદાર છે.
લોકોની જરૂપિયાત પ્રમાણે નિયમો બન્યા

પીએમ મોદીએ કહ્યુ કે લોકો આધારિક અને તેમની જરૂરિયાત પ્રમાણે નિયમો બનાવવામાં આવ્યા છે. આના સુખદ પરિણામ દેશને મળ્યા છે. આજે દરેક લોકોને ભાન થયું છે કે શોર્ટકટ બરાબર નથી. ખોટી રીતે અપનાવવી યોગ્ય નથી. એ જમાનો હવે ચાલ્યો ગયો છે. હવે દેશ એવા માહોલ સાથે આગળ વધી રહ્યો છે કે જ્યાં કર્તવ્યભાવ સર્વોપરિ છે. આ બદલાવ ફક્ત કડકાઈથી કે પછી સજા આપવાથી નથી આવ્યા. આ માટે ચાર કારણ જવાબદાર છે.પ્રથમ કે નીતિ જ્યારે સ્પષ્ટ હોય છે ત્યારે ગ્રે એરિયા ઓછો થઈ જાય છે. બીજું કે સામાન્ય લોકોની ઈમાનદારી પર વિશ્વાસ મૂકવો. સિસ્ટમમાં મનુષ્યનો ઓછો ઉપયોગ અને ટેક્નોલોજીનો વધારે ઉપયોગ, ચોથું સરકારી મશીનરી બ્યૂરોક્રશીથી કામ કરતા લોકોને પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે.

પીએમનું મિશન ઈમાનદાર કરદાતાઓને પુરસ્કાર આપવાનું છે : નાણ મંત્રી

ટેક્સ સુધારા અંગે વાતચીત કરતા નાણામંત્રી નિર્માલા સીતારમણે કહ્યુ કે ટેક્સ મામલા અંગે નવા કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આવકવેરા વિભાગે મહત્ત્વના સુધારા કર્યા છે. ટેક્સ ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવવાનું કામ શરૂ છે. કોરોના મહામારીને જોતા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારી દેવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યુ કે પીએમનું મિશન ઈમાનદાર કરદાતાઓને પુરસ્કાર આપવાનું છે. આનાથી પારદર્શકતા આવશે. આવકવેરા વિભાગ અને કરદાતા વચ્ચે તાલમેલ થશે. ગત વર્ષે કોર્પોરેટ ટેક્સ 30માંથી 20 ટકા કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગે અનેક સુધારા કર્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: August 13, 2020, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading