PM મોદીએ કરી 1 લાખ કરોડ રૂપિયાના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની શરૂઆત, ખેડૂતોને થશે ફાયદો

News18 Gujarati
Updated: August 9, 2020, 12:18 PM IST
PM મોદીએ કરી 1 લાખ કરોડ રૂપિયાના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની શરૂઆત, ખેડૂતોને થશે ફાયદો
કોરોના મહામારીના સંકટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આપી મોટો ભેટ

કોરોના મહામારીના સંકટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આપી મોટો ભેટ

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કૃષિ માળખાકીય સુવિધાની પરિયોજનાને (Farm infrastructure projects) પ્રોત્સાહન આપવા માટે અને ખેડૂતોને સસ્તી લોન પૂરી પાડવા માટે વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ આજે એક લાખ કરોડ રૂપિયાના એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ર્tક્ચર ફંડને લૉન્ચ કર્યું. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ યોજનાની શરૂઆત કરી. સરકારે જુલાઈમાં Farm infrastructure projects માટે સસ્તી લોનનો વિસ્તાર કરવા માટે એક લાખ કરોડ રૂપિયાના ફંડની સાથે કૃષિ-ઇન્ફ્રા ફંડની સ્થાપનાને મંજૂરી આપી હતી.

યોજનાના શુભારંભ પર વડાપ્રધાને કહ્યું કે, આ યોજનાથી ગામમાં ખેડૂતોના સમૂહોને, ખેડૂત સમિતિઓને, FPOsને વેરહાઉસ બનાવવા માટે, કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે, ફુડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગ ઊભા કરવા માટે 1 લાખ કરોડ રૂપિયાની મદદ મળશે. પહેલા e-NAM દ્વારા, એક ટેક્નોલોજી આધારિત એક મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. હવે કાયદો બનાવીને ખેડૂતોને માર્કેટના વ્યાપથી અને માર્કેટ ટેક્સીના વ્યાપથી મુક્ત કરી દેવામાં આવ્યા.

આ પણ વાંચો, કેરળ પ્લેન દુર્ઘટનાઃ માતાને બર્થ ડે પર સરપ્રાઇઝ આપવા માંગતા હતા પાયલટ દીપક સાઠે

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે Farm infrastructure projects માટે સસ્તી લોન ઉપલબ્ધ કરાવવા માટે એક લાખ કરોડ રૂપિયાના ફંડની સાથે Agriculture Infrastructure Fundની સ્થાપનાને મંજૂરી આપી હતી. જેનો શુભારંભ આજે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યો. ખેડૂતોને પાકની સારી દેખભાળ માટે સરકારે એક લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપનાની જાહેરાત કરી હતી. તેની જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજ દરમિયાન કરી હતી.

આ પણ વાંચો, ફોનના આ સીક્રેટ ફોલ્ડરમાં Save રહે છે દોસ્તોના WhatsApp Status, કરી શકો છો ડાઉનલોડ

ખેડૂતોને થશે ફાયદો : નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એક લાખ કરોડ રૂપિયાનું આ ફંડ ફાઇનાન્સિયલ સુવિધા ઉત્યાદિત પાકથી જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને પાકના ભંડારણ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવા માટે આપવામાં આવશે. આ કેન્દ્રોમાં મુખ્ય એગ્રી કો-ઓપરેટિવ સોસાયટી, ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશન, કંપનીઓ અને સ્ટાર્ટઅપ સામેલ છે.
Published by: Mrunal Bhojak
First published: August 9, 2020, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading