LPG અને CNGના ભાવમાં વધારો થશે કે ઘટાડો? જાણો, 1 ઓક્ટોબરથી થતા ભાવ ફેરફારની તમારા પર કેટલી થશે અસર

News18 Gujarati
Updated: September 28, 2022, 12:20 PM IST
LPG અને CNGના ભાવમાં વધારો થશે કે ઘટાડો? જાણો, 1 ઓક્ટોબરથી થતા ભાવ ફેરફારની તમારા પર કેટલી થશે અસર
1 ઓક્ટોબરથી રાંધણ ગેસની કિંમતોમાં થશે ફેરફાર(ફાઈલ તસવીર)

LPG Rasoi Gas Cylinder Price: દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમત નક્કી થાય છે. દરેક વખતે કિંમતોમાં ફેરફાર થાય છે. જો આપણે ગત ત્રણ મહિનાની વાત કરીએ તો, રાંધણ ગેસની કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો થયો નથી. આ વખતે તહેવારના સમયગાળાને જોતા સામાન્ય લોકો અને કોમર્શિયલ યૂઝરોને આશા છે કે, આ વખતે 1 ઓક્ટોબર 2022થી કિંમત ઓછી થશે.

  • Share this:
નવી દિલ્હીઃ દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમત નક્કી થાય છે. દરેક વખતે કિંમતોમાં ફેરફાર થાય છે. જો આપણે ગત ત્રણ મહિનાની વાત કરીએ તો, રાંધણ ગેસની કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો થયો નથી, પરંતુ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ચોક્ક્સપણે ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે તહેવારના સમયગાળાને જોતા સામાન્ય લોકો અને કોમર્શિયલ યૂઝરોને આશા છે કે, આ વખતે 1 ઓક્ટોબર 2022થી કિંમત ઓછી થશે.

સપ્ટેમ્બર મહિનામાં ઓછી થઈ હતી કિંમત


એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો સપ્ટેમ્બર મહિનામાં 100 રૂપિયા ઓછી થઈ ગઈ હતી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક સપ્ટેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તા કરી દીધા હતા. ઈન્ડેનના સિલિન્ડર દિલ્હીમાં 91.50 રૂપિયા, કલકત્તામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નઈમાં 96 રૂપિયા સસ્તા કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં રાંધણ ગેસની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, રાંધણ ગેસ સિલિન્ડર 14 કિલોગ્રામના ભાવમાં કોઈ બદલાવ કરવામાં નહોતા આવ્યા.

આ પણ વાંચોઃ ભારતની સ્થિતિ એક સિક્કાની બે બાજુ જેવી: એક સમસ્યા હેરાન કરનારી, બીજા સમાચાર રાહત આપનારા 

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ


દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડર 1976.50 રૂપિયાની જગ્યાએ 1,885 રૂપિયામાં મળશે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઘટીને 1844 અને ચેન્નઈમાં 2045 રૂપિયા થઈ ગઈ છે. જો કે, હવે લોકો અપેક્ષા છે કે, સિલિન્ડરની કિંમતો એકવાર ફરીથી ઓછી થશે.આ પણ વાંચોઃ ડેબિટ/ક્રેડિટ કાર્ડના નવા નિયમો: ટોકનાઇઝ કરવાના સ્ટેપ્સ અને જાણવા જેવી અન્ય સઘળી માહિતી



CNG અને PNGની કિંમતો આવી રીતે નક્કી કરવામાં આવે છે


એલપીજીની કિંમત નક્કી કરવા માટે ઈમ્પોર્ટ પેરિટી પ્રાઈઝનો ફોર્મુલા ઉપયોગમાં લેવામાં આવે છે. સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં ક્રૂડ ઓઈલની કિંમત, ઓઈલ કંપનીનું માર્જિન, માર્કેટિંગ ખર્ચ, ડીલર કમિશન અને જીએસટી સામેલ છે. આ બધા જ ફેક્ટરને ધ્યાનમાં રાખીને સીએનજીની કિંમત નક્કી કરવામાં આવે છે.
Published by: Sahil Vaniya
First published: September 28, 2022, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading