'Akasa Air'ની આજથી આકાશમાં શરુ થઈ સફર, મુંબઈથી અમદાવાદની પહેલી ફ્લાઈટ

News18 Gujarati
Updated: August 7, 2022, 2:03 PM IST
'Akasa Air'ની આજથી આકાશમાં શરુ થઈ સફર, મુંબઈથી અમદાવાદની પહેલી ફ્લાઈટ
ઝુનઝુનવાલાની એરલાઈન્સ કંપની આકાસા એરની પહેલી ફ્લાઈટ આજથી શરું.

Akasa Air first flight takes off: શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરની પહેલી ફ્લાઈટ આજે આકાશમાં ઉડી, મુંબઈથી અમદાવાદ માટે ટેક ઓફ થયેલી આ ફ્લાઈટનું ઉદ્ઘાટન કેન્દ્રિય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરાવ્યું હતું.

  • Share this:
મુંબઈ: દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ (Jyotiradiya Sindhiya) રવિવારે મુંબઈથી અમદાવાદ જતી અકાસા એર (Akasa Air) ની સૌ પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરી હતી. આકાસા એરલાઈન્સ શેરબજારના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ઉપરાંત એવિએશન ઇન્ડસ્ટ્રીના અનુભવી આદિત્ય ઘોષ અને વિનય દુબે સમર્થિત એવિએશન કંપની છે. જેને 7 જુલાઈએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી એર ઓપરેટર તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

Stock Market: પરિણામ બાદ ક્યા સ્ટોક પર વરસશે બજારનો પ્રેમ, કોણે કમાણીની આશા જગાવી?

આકાસા એરના ઈનોગ્યુરેશન સમયે મુંબઈ એરપોર્ટ પર હાજર ઝુઝુનવાલાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “મારે મંત્રી સિંધિયાનો આભાર માનવો જોઈએ કારણ કે લોકો કહે છે કે ભારતમાં ખૂબ જ ખરાબ અમલદારશાહી છે પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અમને જે સહકાર આપ્યો છે તે અવિશ્વસનીય છે." વિશ્વમાં ક્યાંય પણ 12 મહિના જેટલા ટૂંકાગાળામાં એરલાઇનની કલ્પના થઈ અને પછી તે ઓપરેટ કરતી થઈ હોય તેવું બન્યું નથી. તેમણે ઉમેર્યું. "સામાન્ય રીતે બાળકનો જન્મ 9 મહિનામાં થાય છે, અમને 12 મહિનાનો સમય લાગ્યો છે. જોકે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સહકાર વિના આ શક્ય ન હતું."મહત્વનું છે કે આકાસા એરની પહેલી ફ્લાઇટને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કર્યા પછી સિંધિયાએ કહ્યું કે, આ ખરેખર એક કરતાં વધુ રીતે ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે "નવી સવાર" છે. "વિશ્વભરમાં આ ક્ષેત્ર છેલ્લા એક-બે દાયકામાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણી ઘટનાઓએ વૈશ્વિક સ્તરે આ ઉદ્યોગનું ચિત્ર જ બદલી નાખ્યું છે."

તેમણે કહ્યું આગળ કહ્યું કે, ભારતમાં આ એક એવું ક્ષેત્ર હતું જેમાં એક સમયે નવા ઉદ્યમીઓ અને નવા વિચારોની ભરમાર જોવા મળતી હતી. પરંતુ છેલ્લા એક દાયકામાં ઘણી વિઝનરી એરલાઇન્સ પણ બંધ થઈ છે. "તેથી હું એમ કહી રહ્યો છું કે ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે આ ઘણી રીતે એક નવી સવાર છે."

Mutual Fund: આ 3 ફંડે ત્રણ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ બનાવ્યા, જાણી લો શું છે ફંડા

સિંધિયાએ દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના "ડીમોક્રેટાઈઝેશન" માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને વિઝનને કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "પહેલાં આ ઉદ્યોગને ખાસ લોકોનો ઉદ્યોગ જ ગણવામાં આવતો હતો. પરંતુ એ પીએમ મોદીનું સ્વપ્ન હતું કે ચપ્પલ પહેરનાર વ્યક્તિ પણ પ્લેનમાં ઉડી શકે, અને તેના કારણે છેલ્લા આઠ વર્ષમાં પરવડે તેવી કિંમતો અને સુલભતા સાથે આ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે, જે આપણે પહેલાં ક્યારેય જોયું નથી." તેમણે છેલ્લે કહ્યું કે, "આ નવા વાતાવરણમાં, હું અકાસા એરને આવકારવા માંગુ છું."
Published by: Mitesh Purohit
First published: August 7, 2022, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading