શું તમારા એકાઉન્ટમાંથી રુપિયા કપાય છે? RBIએ આ બેંકોને કર્યો લાખોનો દંડ

News18 Gujarati
Updated: September 28, 2022, 3:52 PM IST
શું તમારા એકાઉન્ટમાંથી રુપિયા કપાય છે? RBIએ આ બેંકોને કર્યો લાખોનો દંડ
RBIએ 3 સહકારી બેંકો પર નિયમો નહિ માનવાને કારણે લાખોનો દંડ ફટકાર્યો(ફાઈલ તસવીર)

Fine On Banks: ઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 3 સહકારી બેંકો પર નિયમો નહિ માનવાને કારણે દંડ ફટકાર્યો છે. RBI એ જલગાવ પિપલ્સ સહકારી બેંક પર 50 લાખ રૂપિયાનો દંડ ફરકાર્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 3 સહકારી બેંકો પર નિયમો નહિ માનવાને કારણે દંડ ફટકાર્યો છે. RBI એ જલગાવ પિપલ્સ સહકારી બેંક પર 50 લાખ રૂપિયાનો દંડ ફરકાર્યો છે. સેન્ટ્રલ બેંકે 31 માર્ચ 2022 સુધી આ બેંકની નાણાકીય પરિસ્થિતિને જાણ્યા પછી બેંકને દંડ ફટકાર્યો છે.

આ કારણે જલગાવ બેંક પર દંડ ફટકારવામાં આવ્યો


સહકારી બેંકના નિયમો અનુસાર, જલગાવ બેંકે કેટલાક એકાઉન્ટ્સને નોન-પરફોર્મિન્ગ અસેટ્સની કેટેગરીમાં નથી નાખ્યા. સાથે જ બેંકે ગ્રાહકોને જાણ કર્યા વિના મહત્તમ બેલેન્સ નહિ રાખવા માટે દંડ વસૂલ્યો હતો. આ બધા જ કારણોથી આરબીઆઈએ બેંકને દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્માચારીઓની દિવાળી સુધરી, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

આ બેંકોને પણ દંડ ફટકાર્યો


જલગાવ પિપલ્સ સહકારી બેંક સિવાય આઈબીઆઈએ અંદમાન અને નિકોબાર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને હિસાર અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર પણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો છે. અંદમાન અને નિકોબાર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે, હિસાર અર્બન કો-ઓપરેટિવ બેંકને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નિયમોનું કરી રહ્યા હતા ઉલ્લંઘન


આ ત્રણેય બેંકો આઈબીઆઈ દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરતી ન હતી. આઈબીઆઈએ આ ત્રણેય બેંકોના ગ્રાહકોની સાથે કરેલા કોઈપણ વ્યવહારમાં ખામીના આધારે કોઈ દંડ લગાવ્યો નથી. તેણે વ્યવહારની વેલિડિટી પર પણ કોઈ સવાલ ઉઠાવ્યો નથી.

આ પણ વાંચોઃટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારનું લોન્ચીંગ, કિંમત સાંભળતા જ ચોંકી ઉઠશો 


હરિયાણાની આ બેંકને પણ દંડ ફટકારવામાં આવ્યો


આરબીઆઈએ 23 સપ્ટેમ્બરે હરિયાણાના હિસારમાં આવેલી અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈના પ્રમાણે, હિસાર અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર બેકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 56 અને કલમ 36(1)નું પાલન ન કરવાને કારણે દંડ ફટકાર્યો છે.
Published by: Sahil Vaniya
First published: September 28, 2022, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading