રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ UAEમાં Mi Emitrates અને દ.આફ્રિકામાં Mi Cape Town ટીમ ખરીદી

News18 Gujarati
Updated: August 10, 2022, 5:32 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ UAEમાં Mi Emitrates અને દ.આફ્રિકામાં Mi Cape Town ટીમ ખરીદી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ બે નવી T20 ટીમ ખરીદીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કર્યું.

મુંબઈ ઈન્ડિયન્સ #OneFamilyમાં સામેલ થનાર બે નવી ફ્રેન્ચાઇઝીના નામ અને બ્રાન્ડ ઓળખને અનાવરણ કરવામાં આવી છે. 'MI Emirates' ટીમ UAEની ઇન્ટરનેશનલ લીગ T20માં સામેલ થશે. તેમજ 'MI કેપ ટાઉન' ટીમ ક્રિકેટ દક્ષિણ આફ્રિકા T20 લીગમાં ભાગ લેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, "અમારા #Onefamily માં સૌથી નવા સભ્ય તરીકે 'MI Emirates' અને 'MI Cape Town'ને આવકારતાં મને ખૂબ જ આનંદ થાય છે. અમારા માટે MI માત્ર ક્રિકેટ કરતાં વધુ છે.

  • Share this:
નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સની માલિક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે મુંબઈ ઈન્ડિયન્સ #OneFamily માં સામેલ થનાર બે નવી ફ્રેન્ચાઈઝીના નામ અને બ્રાન્ડની ઓળખનું અનાવરણ કર્યું છે. જેમાં 'MI Emirates' ટીમ UAEની ઇન્ટરનેશનલ લીગ T20માં સામેલ થશે. જ્યારે 'MI Cape Town' ટીમ ક્રિકેટ દક્ષિણ આફ્રિકા T20 લીગમાં ભાગ લેશે. મુંબઈ ઈન્ડિયન્સની સાથે સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે હવે ત્રણ T20 ટીમો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા #Onefamily માં સૌથી નવા સભ્ય તરીકે 'MI Emirates' અને 'MI Cape Town'ને આવકારતાં મને ખૂબ જ આનંદ થાય છે. અમારા માટે, MI ક્રિકેટ કરતાં પણ ઘણું આગળ છે. તે સ્વપ્ન જોવાની, નિર્ભય બનવાની અને જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવાની ક્ષમતાનું પ્રતીક છે. મને ખાતરી છે કે એમઆઈ એમિરેટ્સ અને એમઆઈ કેપ ટાઉન બંને સમાન અભિગમ અપનાવશે અને એમઆઈના વૈશ્વિક ક્રિકેટ વારસાને વધુ નવી ઊંચાઈએ લઈ જશે.”


'MI એમિરેટ્સ' અને 'MI કેપ ટાઉન' - આ નામો એટલા માટે પસંદ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ ચોક્કસ પ્રદેશોથી સંબંધિત છે જ્યાંથી આ ટીમો રમશે. બંને ટીમો, 'MI અમીરાત' અને 'MI કેપ ટાઉન' બોલવામાં 'માય અમીરાત' અને 'માય કેપ ટાઉન' જેવા લાગે છે. આ બંને અમીરાત અને કેપટાઉનના ચાહકોને સમર્પિત છે.

બંને નવી ટીમો આઇકોનિક મુંબઇ ઇન્ડિયન્સની ઓળખ ધરાવે છે, પરંતુ તે જ સાથે સ્થાનિક પ્રભાવ પણ દેખાય છે. #OneFamilyનું વૈશ્વિક વિસ્તરણ લીગમાં એવા મૂલ્યો લાવશે જેણે મુંબઈ ઈન્ડિયન્સને ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સૌથી વધુ લોકપ્રિય ટીમોમાંની એક બનાવામાં મદદ કરી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્રિકેટ ફ્રેન્ચાઇઝીની માલિકી, ભારતમાં ફુટબોલ લીગ, સ્પોર્ટ્સ સ્પોન્સરશિપ, કન્સલ્ટન્સી અને એથ્લેટ ટેલેન્ટ મેનેજમેન્ટ દ્વારા સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

(Disclaimer: નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલન કરે છે. જેનું નિયંત્રણ ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
Published by: Mitesh Purohit
First published: August 10, 2022, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading