RIL Q3 Results: ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો રેકોર્ડ 41.6% વધ્યો, શુદ્ધ લાભ 15 હજાર કરોડ પર પહોંચ્યો

News18 Gujarati
Updated: January 22, 2021, 11:30 PM IST
RIL Q3 Results: ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો રેકોર્ડ 41.6% વધ્યો, શુદ્ધ લાભ 15 હજાર કરોડ પર પહોંચ્યો
RIL Q3 Results: ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો રેકોર્ડ 41.6% વધ્યો, શુદ્ધ લાભ 15 હજાર કરોડ પર પહોંચ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે વિત્ત વર્ષ 2020-21ના 31 ડિસેમ્બરે સમાપ્ત થયેલ ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કરી દીધા, જિયોનો ARPU આશા કરતા વધારે રહ્યો

  • Share this:
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે વિત્ત વર્ષ 2020-21ના 31 ડિસેમ્બરે સમાપ્ત થયેલ ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કરી દીધા છે. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરમાં ગત વર્ષના સમાન ક્વાર્ટરના મુકાબલે પોતાના નફામાં રેકોર્ડ 41.6 ટકાનો વધારો નોધાયો છે. કંપનીના આ ગ્રોથમાં O2C, રિટેલ અને ડિજિટલ વેપારમાં આવેલ જોરદાર ગ્રોથનું સૌથી મહત્વનું યોગદાન રહ્યું છે.

કંપનીને શુદ્ધ લાભ 15015 કરોડ રૂપિયાનો રહ્યો છે. જ્યારે ગત વર્ષ સમાનગાળામાં આ 11,481 કરોડ રૂપિયા રહ્યો હતો. પાછલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 9567 કરોડ રૂપિયા રહ્યો હતો. આ ક્વાર્ટરમાં કંપનીની આવક 1.18 લાખ કરોડ રૂપિયા રહી છે. 1.26 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો. પાછલા ક્વાર્ટરમાં કંપનીની આવક 1.11 લાખ રૂપિયા રહી હતી.

કંપનીના પરિણામ જાહેર થવા પર RILના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે એક એવા સમયમાં જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા ફરીથી ગ્રોથના રસ્તે જતી જોવા મળી રહી છે. અમે એ વાતને લઈને ખુશી અનુભવી રહ્યા છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વિત્ત વર્ષ 2021ના ત્રીજા ક્વાર્ટરમાં દેશના ગ્રોથમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે O2C, રિટેલ સેગમેન્ટ અને ડિજિટલ સર્વિસ વેપારમાં જબરજસ્ત રિવાઇવલના કારણે કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં દમદાર પરિણામ રજુ કર્યા છે.

તેમણે કહ્યું કે ભારત હાલના સમયે ડિજિટલ ક્રાંતિના દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ છે. આ લીડને બનાવી રાખવા માટે રિલાયન્સ જિયો પોતાના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નવી પેઢીની ટેકનિક અને દેશમાં વિકસિત 5Gને વિકસિત કરવા અને દેશભરમાં આ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ફોક્સ બનાવી રાખશે. કંપની આ સેવાઓને વ્યાજબી અને સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. રિલાયન્સ જિયોની 5G સેવા આત્મનિર્ભર ભારતના વિઝનને પૂરું કરશે.

એબિટા માર્જિનમાં 18.3 ટકાનો થયો વધારો

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 21566 કરોડ રૂપિયા રહ્યો છે. તે 22100 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો. પાછલા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 18945 કરોડ રૂપિયા રહ્યો હતો. આ રીતે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA માર્જિન 18.3 ટકા રહ્યો છે. તે 17.4 ટકા રહેવાનો અંદાજ હતો. પાછલા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA માર્જિન 17 ટકા રહ્યો હતો.જિયોનો ARPU થયો શાનદાર

ડિસેમ્બર 2020ના પુરા થયેલા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં સબ્સિડિયરી કંપની રિલાયન્સ જિયોનો પ્રતિ ઉપભોક્તા ઔસત રેવન્યૂ (ARPU)151 રૂપિયા પ્રતિ મહિનો રહી હતી. આ 149થી 150 રૂપિયા રહેવાનો અંદાજ હતો. પાછલા ક્વાર્ટરમાં આ 145 રૂપિયા હતો. આ ગાળામાં ક્વાર્ટરના આધારે કંપનીના નફામાં 15.5 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. આ ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 3489 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે તેની આવક ક્વાર્ટરના આધાર પર 5.3 ટકાના વધારા સાથે 19475 કરોડ રૂપિયા રહી છે. ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો EBITDA ક્વાર્ટરના આધારે 6.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ 8483 કરોડ રૂપિયા રહી છે.

(ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે)
Published by: Ashish Goyal
First published: January 22, 2021, 11:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading