દરરોજ માત્ર રૂ.417 બચાવો, તમારી લાડકવાયી 21 વર્ષની ઉંમરે જ લાખોપતિ બની જશે


Updated: August 10, 2022, 1:56 PM IST
દરરોજ માત્ર રૂ.417 બચાવો, તમારી લાડકવાયી 21 વર્ષની ઉંમરે જ લાખોપતિ બની જશે
તમારી લાડકવાયીને આનાથી મોટી ગિફ્ટ કઈ હોઈ શકે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હાઈ ટેક્સ ફ્રી રિટર્ન આપતી યોજના છે. કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં એસએસવાય એકાઉન્ટમાં 1.5 લાખ સુધીની ડિપોઝિટ કરી શકે છે અને ઈન્કમટેક્સ અધિનિયમ 1961ની કલમ 80સી અંતર્ગત આ પૂરા 1.5 લાખના રોકાણ પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે.

  • Share this:
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana)એ ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ નાની બચત યોજનાઓ (Small Saving schemes)માંની એક છે. આ યોજના હેઠળ 10 વર્ષ સુધીની પુત્રીના પિતા કોઈપણ અધિકૃત બેંક અથવા પોસ્ટ ઓફિસ પર જઈને સુકન્યા સમૃદ્ધિ ખાતું (Sukanya Samruddhi Account) ખોલાવી શકે છે. એસએસવાય યોજના (SSY Scheme) EEE સાથે ઉચ્ચ કરમુક્ત વળતર (Tax Free return) આપે છે. કોઈ પણ વ્યક્તિ નાણાકીય વર્ષમાં SSYખાતા (SSY Account)માં 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે અને આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાના સંપૂર્ણ રોકાણ પર કરમુક્તિ (Tax Exemption Claim)નો દાવો કરી શકે છે.

Passive investing: પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સાથે સંતુલિત પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો? અહીં જાણો શ્રેષ્ઠ વિકલ્પ

આ રીતે બનાવી શકે છે લાખોપતિ

નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે SSYનો વ્યાજ દર 7.6 ટકા છે અને તે હજી પણ ફુગાવાના સરેરાશ દરથી ઘણો ઊંચો છે. તેથી, જો કોઈ રોકાણકાર બચત કરવાના વિકલ્પની શોધમાં હોય જે તેની બાળકી માટે વધુ સારા નાણાંકીય ભવિષ્યની ખાતરી આપી શકે, તો SSY ખાતું એક સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તે જોખમ-મુક્ત છે. જો કોઈ રોકાણકાર દર મહિને 12,500 રૂપિયા એટલે કે રોજના 416 રૂપિયાનું રોકાણ કરે છે, તો તે SSYયોજના હેઠળ ઉપલબ્ધ સંપૂર્ણ કરમુક્ત મર્યાદાનો વપરાશ કરી શકશે અને 21 વર્ષના લોક-ઇન પછી, કોઈ પણ વ્યક્તિ તેની પુત્રી માટે લગભગ 64 લાખ રૂપિયા જમા કરાવી શકશે. જો કોઈ રોકાણકાર 1 વર્ષની દીકરી માટે દર મહિને 12,500 રૂપિયા જમા કરાવે છે, તો 22 વર્ષની ઉંમર સુધીમાં તેને 64 લાખ રૂપિયા મળી જશે. ખાસ વાત એ છે કે રોકાણકારે માત્ર 14 વર્ષ માટે જ પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે.

ધીરજના ફળ મીઠા: આ શેરે 21 વર્ષમાં 1 લાખ રુપિયાના 1.86 કરોડ કર્યા, હવે શું તેમાં પડાય?

આ રીતે સમજો ગણતરીજો કોઈ વ્યક્તિ તેની બાળકીના એક વર્ષમાં SSY ખાતું ખોલાવે છે, તો તે આગામી 14 વર્ષ માટે ખાતામાં રોકાણ કરી શકશે. જ્યારે 21 વર્ષની બાળકી થશે પછી સંપૂર્ણ ઉપાડની મંજૂરી આપવામાં આવશે. સમગ્ર સમયગાળા માટે 7.60 ટકાના ફ્લેટ એસએસવાય વ્યાજ દરને ધ્યાનમાં લેતા, એસએસવાય કેલ્ક્યુલેટર સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ તેની બાળકીના 18 વર્ષ પછી ઉપલબ્ધ 50 ટકા ઉપાડ માટે ન કરે, તો તેને લગભગ 64 લાખ રૂપિયાની મેચ્યોરિટી રકમ મળશે.

આ રક્ષાબંધન પર બહેનને આપો આ ફાઇનાન્શિયલ ગિફ્ટ્સ, આ રીતે સુરક્ષિત કરો તમારી બહેનનું ભવિષ્ય!

શું છે યોજનાના નિયમો

એસએસવાય ડિપોઝિટના નિયમો અનુસાર રોકાણકારને એક સમયે અથવા કોઈ પણ સમયે 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવવાની મંજૂરી છે, પરંતુ એક નાણાકીય વર્ષમાં કુલ જમા રકમ 1.5 લાખ રૂપિયાથી વધુ જમા કરાવી શકાતી નથી. એટલે જે રોકાણકાર એક સાથે 1.50 લાખ રૂપિયાનું રોકાણ ન કરી શકે તે માસિક મોડમાં દર મહિને 12,500 રૂપિયા જમા કરાવી શકે છે. તેનાથી વાર્ષિક 1.5 લાખ રૂપિયા જમા પણ થશે.
Published by: Mitesh Purohit
First published: August 10, 2022, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading