આગામી સમયમાં શેરબજારમાં થઇ શકે છે ઉથલપાથલ રોકાણકારોએ શું કરવું?


Updated: September 27, 2022, 3:21 PM IST
આગામી સમયમાં શેરબજારમાં થઇ શકે છે ઉથલપાથલ રોકાણકારોએ શું કરવું?
આગામી સમયમાં શેરબજારમાં થઇ શકે છે ઉથલપાથલ, જાણો રોકાણકારોએ શું કરવું

Stock market Expert Tips: શેર બજારમાં ટૂંકાગાળામાં તગડા ઉતાર ચઢાવની શક્યતા રહેલી છે. વૈશ્વિક મંદીની બૂમો પડી રહી છે. તેવામાં થોડા દિવસો પહેલા યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો અને હવે બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરોમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો તો સ્વિસ નેશનલ બેંક દ્વારા પણ 75 બેસિસના વધારા બાદ અમેરિકા અને યુરોપ બંને મંદીમાં પહોંચી ગયા છે.

  • Share this:
શેરબજારમાં ટ્રેડિંગ (Tradding in Share Market) કરવું કેટલું જોખમકારક છે તે વાત કોણ પણ ટ્રેડર સરળતાથી સમજાવી શકે છે. 16 સપ્ટેમ્બર, શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી (Sensex & Nifty) 2-2 ટકા ઘટ્યા હતા. ત્યાર બાદ સોમવારે પણ બજારમાં થોડો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 953 પોઇન્ટ એટલે કે 1.64 ટકા ઘટીને 57,145.22ના લેવલ પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ 311.05 પોઇન્ટ એટલે કે 1.80 ટકા ઘટીને 17000ના લેવલથી ઉપર 17.016.30 પર બંધ થયો હતો. તેનું કારણ હતું આગામી સપ્તાહે થનાર અમેરિકન ફેડની મીટિંગ (American Fed Meeting) જેમાં વ્યાજ દર 75 બેસિસ પોઇન્ટ સુધી વધવાની શક્યતા હતી. શુક્રવારે 1.94 ટકાનો ઘટાડો નોંધવાનાર નિફ્ટી સોમવાર અને મંગળવારે 1.6 ટકા વધી ચૂક્યો હતો. મંગળવારે ફેડરલ રીઝર્વ (Federal Reearv)ના વ્યાજ દરોમાં 75 બેસિસ પોઇન્ટના વધારા બાદ ડાઓ જોન્સ (Dao Jones) 500 પોઇન્ટથી વધુ ઘટીને બંધ થયો હતો. પરંતુ જ્યારે બુધવારે ભારતીય બજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરૂવારે બજાર ઘટીને બંધ થયા પરંતુ નિફ્ટીનું ક્લોઝીંગ તેના લેવલથી 20 પોઇન્ટ ઉપર હતું. એટલે કે નિફ્ટી સેન્સેક્સ પર ફેડરલ રીઝર્વના નિર્ણયની કોઇ અસર થઇ નહીં.

આ પણ વાંચોઃ મંદી... મંદીની બૂમો પડી રહી છે ત્યારે સામનો કરવા કેવી રીતે તૈયારી રહેવું? અહીં સમજો

23 સપ્ટેમ્બરે નિફ્ટી લગભગ 1.7 ટકા ઘટીને 302 પોઇન્ટ નીચે બંધ થયો. ફરી એકવાર શુક્રવારના આ ઘટાડાને આ સપ્તાહમાં થનાર ભારતીય રીઝર્વ બેંકની મીટિંગ સાથે જોડીને જોઇ શકાય છે. ફેડરલ રીઝર્વની મીટિંગ બાદ સમગ્ર વિશ્વના કેન્દ્રિય બેંકોએ પોતાના દેશ માટે વ્યાજ દર વધારવાની શરૂઆત કરી દીધી છે.

બેંક ઓફ ઇંગ્લેન્ડએ દર 50 બેસિસ પોઇન્ટ વધારી છે, તો સ્વિસ નેશનલ બેંકે 75 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. અમેરિકા પહેલા જ મંદીના મુખમાં પહોંચી ગયું છે. જૂનમાં ફેડરલ રીઝર્વએ અમેરિકાના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનમાં 2022 માટે 1.7 ટકાની વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ હવે આ અનુમાનને ઘટાડીને 0.2 ટકા કરી દેવામાં આવ્યું છે. બ્રિટેન અને યૂરો ઝોન આ વર્ષના અંત સુધીમાં મંદીમાં જશે.

આ પણ વાંચોઃ આ વર્ષે 5G બનાવશે સૌથી મોટો રેકોર્ડ, 5G સ્માર્ટફોનના વેચાણમાં જબરો વધારો

હાલ ભારતમાં મંદીનો ડર નથી. પરંતુ વૈશ્વિક આર્થિક ગતિવિધિઓ ધીમી પડતા તેની અસર ભારતની અર્થવ્યવસ્થા પર જરૂર પડશે. રીઝર્વ બેંકે મોંઘવારીને પ્રથમ પ્રાથમિકતા આપી હોવાથી શક્યતા છે કે આ બેઠકમાં વ્યાજ દરોમાં વધારો થઇ શકે છે.

શું કહે છે ટેક્નિકલ ચાર્ટ?


ટેક્નિકલ ચાર્ટની વાત કરીએ તો નિફ્ટીએ ક્લોઝીંગ બેસિસ પર 17430નું મહત્વપૂર્ણ સમર્થન તોડી દીધું છે, તો તેની વધુ સંભાવના છે કે તે રીઝર્વ બેંકના નિર્ણય સુધી નિફ્ટી ઓછામાં ઓછો આ સ્તરની ઉપર નહીં જાય. બીજા શબ્દોમાં આ સ્તર શોર્ટ ટર્મ માટે એક રેઝીસ્ટન્સનું કામ કરશે.

લાંબા સમયગાળામાં ભારતીય શેર બજારો માટે એક લાંબી તેજીના સમયનો રસ્તો બનતો જણાઇ રહ્યો છે, કારણ કે સમગ્ર વિશ્વમાં માત્ર ભારત જ એક એવી અર્થ વ્યવસ્થા છે, જે આગામી 2-3 વર્ષમાં 6 ટકાથી વધુનો વૃદ્ધિ દર દર્શાવશે. તો વિશ્વભરના રોકાણકારો જે ગત વર્ષે ભારતીય શેર બજારોથી દૂર રહ્યા હતા, તેમની પાસે પરત આવવા સિવાય કોઇ વિકલ્પ નહીં હોય.

આ પણ વાંચોઃ કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?

તેના સંકેત પણ મળી રહ્યા છે. એપ્રિલ 2021થી જુલાઇ 2022 સુધીમાં ભારતીય શેર બજારોમાં વેચવાલી કર્યા બાદ FII પહેલી વખત ઓગસ્ટમાં નિર્ણાયક રીતે ખરીદદાર બનીને સામે આવ્યા છે. સપ્ટેમ્બર 2021 વચ્ચે એક અપવાદ માસ હતો, જેમાં FIIએ 1000 કરોડ રૂપિયાથી પણ ઓછી ખરીદદારી કરી હતી. પરંતુ ઓગસ્ટ, 2022નો આંકડો 22000 કરોડ રૂપિયાથી વધુની ખરીદીનો છે. સપ્ટેમ્બરમાં એફઆઇઆઇએ સ્પષ્ટ રીતે વેચવાલી કરી છે. પરંતુ જે ઝડપથી ફેડરલ રીઝર્વ અને આરબીઆઇએ વ્યાજ દરમાં વધારો કર્યો છે. તેને જોતા માત્ર 2446 કરોડ રૂપિયાની વેચવાલી કંઇ વધુ નથી.

પરંતુ તેનો અર્થ એવો નથી કે, શોર્ટથી મીડિયમ સમયગાળામાં ટ્રેડર્સ અને રોકાણકારો માટે ભારતીય શેરબજારમાં કોઇ સંકટ નથી. ગત સપ્તાહની બેઠકમાં ફેડરલ રીઝર્વે વ્યાજ દરોમાં વૃદ્ધિનું જે અવલોકન રજૂ કર્યુ છે, તેના અનુસાર, આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં વ્યાજ દર 4.4 ટકા સુધી પહોંચી જશે. આગામી વર્ષ સુધીમાં તે 4.5-5 ટકાની વચ્ચે પહોંચી જશે, જે બાદ ફેડ વ્યાજદરોમાં કપાતની શરૂઆત કરશે. આ તમામ વાતો ફેડ દ્વારા કરાયેલ મોંઘવારીનું અનુમાન કેટલું સાચું છે તેના પર રહેશે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: September 27, 2022, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading