Stock Market: બજારમાં આજે કમાણી કરવી હોય તો આટલું જાણી લો

News18 Gujarati
Updated: August 10, 2022, 9:00 AM IST
Stock Market: બજારમાં આજે કમાણી કરવી હોય તો આટલું જાણી લો
આ આંકડાઓ પર નજર નાખી લેશો તો આજે બજારમાં કમાણીના ચાન્સ વધી જશે.

Stock Market Update: વૈશ્વિક મંદી અને જિયોપોલિટિકલ તણાવ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં બુલ રન જોવા મળી રહી છે. જેનું કારણ વિદેશી સંસ્થાગત રોકાણોનો માર્કેટમાં ફરી એકવાર વધતો ઇન્ટરેસ્ટ છે. બજાર મંગળવારે મોહરમના કારણે બંધ રહ્યું હતું જે પહેલા સોમવારે 8 ઓગસ્ટના રોજ વિદેશી સંસ્થગત રોકાણકારોએ 1449.70 કરોડ રુપિયાની ખરીદી કરી હતી. તો તેની સામે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 140.73 કરોડ રુપિયાની વેચવાલી કરી હતી.

  • Share this:
મુંબઈઃ ભારતી શેરબજાર આજે ઘટાડા સાથે ખુલી શકે છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) ભારતમાં બ્રોડર ઇન્ડેક્સ માટે નેગેટિવ સંકેત આપી રહી છે. તો સોમવારે સેન્સેક્સ (Sensex) 465 અંકના વધારા સાથે 58853 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી50 (Nifty50) 128 અંકના વધારા સાથે 17525 પર બંધ થઈ હતી. ત્યારે આવો જાણીએ માર્કેટ નિષ્ણાત LKP સુક્યુરિટિઝના રુપક ડે પાસેથી કે આગામી સત્રમાં શું નિફ્ટીમાં બુલિશ મોમેન્ટમ આગળ પણ ચાલું રહેશે કે બ્રેક લાગશે? તમને જણાવી દઈએ કે નિફ્ટીએ ગત કારોબારી દિવસના ડેઈલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલિસ્ટિક પેટર્નબનાવી છે. આજે નિફ્ટી માટે પહેલો સપોર્ટ 17407 અને ત્યારબાદ બીજો સપોર્ટ 17289 પર રહી શકે છે. જે બજારમાં આજે પણ તેજી જોવા મળે છે તો નિફ્ટી 17596 અને તેનાથી ઉપર 17667ના સ્તર પર રેઝિસસ્ટન્સો સામનો કરી શકે છે.

'હું રતન ટાટા બોલી રહ્યો છું, શું આપણે મળી શકીએ?', એક ફોન કોલે બદલી નાખી 'Repos Energy'ની કિસ્મત

ભારતીય બજાર તરફ ફરી એકવાર વિદેશી રોકાણકારોનો રસ વધી રહ્યો છે. જેના કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું છે. ગત કારોબારી દિવસમાં નિપ્ટીએ 17500નું સ્તર પાર કર્યું હતું. આ સાથે તેણે પોતાનું શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ પાર કરી લીધું હતું. આ બજાર માટે એક સારો સંકેત છે. ડેઇલી ચાર્ટ પર બનેલી બુલિશ કેન્ડલ અને ઇન્ટ્રાડે બ્રેકઆઉટ પરફોર્મન્સ વર્તમાન સ્તરો પરથી હજુ આગળ તેજી આવવાના સંકેત આપી રહ્યા છે. નિફ્ટી માટે 17400નો સપોર્ટ ખૂબ જ મહત્વનો છે. જે આગામી કારોબારી સત્રમાં પણ નિફ્ટી 17400ના સ્તરની ઉપર પોતાને જાળવી રાખે છે તો તેમાં 17650-17700 નું સ્તર જોવા મળી શકે છે. તેમજ જો નિફ્ટી 17400ની નીચે ખસકે છે તો તેમાં આપણને 17325-17300 તરફ જતો જોઈ શકાશે.

છોટા પેક બડા ધમાકા! માર્કેટ નિષ્ણાતોએ તગડી કમાણી માટે આ સ્મોલકેપ્સ પર નજર ટેકવી

LKP સુક્યુરિટિઝના રુપક ડેનું કહેવું છે કે નિફ્ટીમાં બુલિશ મોમેન્ટમ આગળ પણ ચાલું રહેશે. ગત કારોબારી સત્રમાં તે પોતાના શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સની ઉપર બંધ થઈ છે. જેનાથી નિફ્ટીમાં તેજી હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. જ્યાં સુધી નિફ્ટી 17000ની ઉપર પોતાના 200 ડે મૂવિંગ એવરેજની ઉપર સ્થિત રહે છે ત્યાં સુધી તેમાં તેજી કાયમ રહી શકે છે. હા, નાના મોટા ઉતાર ચઢાવા જોવા મળી શકે પરંતુ તેજી કાયમ રહશે અને તે 17750 17800ના સ્તર સુધી જઈ શકે છે.

FII અને DIIના આંકાડા8 ઓગસ્ટના ભારતી બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (NII)એ 1449.70 કરોડની ખરીદી કરી છે. જ્યારે તેની સામે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ (DII) 140.73 કરોડ રુપિયાની વેચવાલી કરી છે. આ જોતા માર્કેટમાં અપટ્રેન્ડ હજુ પણ આગળ ચાલુ રહેવાની નિષ્ણાતોની આગાહી છે.

Paytmના શેરમાં ઉછાળો આવતા રોકાણકારોએ શું કરવું? નિષ્ણાતોને હજુ પણ આ વાતની આશંકા

ગ્લોબલ માર્કેટમાં દબાણ

અમેરિકામાં મોંઘવારી દરના આંકડાથી પહેલાથી જ ગ્લોબલ માર્કેટ સતર્ક બની રહ્યું છે. ત્યારે યુએસ ફ્યુચર્સમાં નીચલા સ્તરે થોડી રિકવરી આવી છે. ગઈકાલે અમેરિકન બજાર તૂટીને બંધ થયું હતું. આ તરફ એશિય અને એસજીએક્સ નિફ્ટી પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકાના બજારની સ્થિતિ પર નજર નાખીએ તો મોંઘવારીના આંકડાની પહેલાથી જ બજારમાં દબાણ છે. ગઈકાલે કારોબરામાં NASDAQ 150 અંકોથી વધુ તૂટ્યો હતો. ગઈકાલે આ સતત ત્રીજા દિવસે NASDAQમાં કડાકો બોલ્યો હતો.

નિફ્ટીની 4 કંપનીઓના આજે પરિણામ

નિફ્ટીની COAL INDIA, EICHER MOTORS, HINDALCO અને TATA CONSUMER આજે પોતાના રિઝલ્ટ જાહેર કરશે. આ ઉપરાંત આ કંપનીઓના રિઝલ્ટ પણ આજે જાહેર થવાના છે. IRCTC, Aarti Industries, Abbott India, Arvind Fashions, Ashoka Buildcon, CESC, Cochin Shipyard, Cummins India, Endurance Technologies, General Insurance Corporation of India, Glenmark Pharmaceuticals, Indiabulls Housing Finance, Ipca Laboratories, Indian Railway Finance Corporation, ITI, Jammu & Kashmir Bank, Jaiprakash Associates, Mazagon Dock Shipbuilders, Medplus Health Services, Metropolis Healthcare, NHPC, Oil India, Patanjali Foods, Pidilite Industries, PB Fintech, Radico Khaitan, Sadbhav Engineering, SAIL અને Zydus Lifesciences.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: August 10, 2022, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading