આ આંકડા પર નજર નાખી લો, શેરબજારમાં ફાયદાના સોદા પકડવામાં મદદ મળશે

News18 Gujarati
Updated: August 8, 2022, 9:20 AM IST
આ આંકડા પર નજર નાખી લો, શેરબજારમાં ફાયદાના સોદા પકડવામાં મદદ મળશે
આજે બજાર ખૂલતા પહેલા આટલું જાણી લો ફાયદામાં રહેશો.

Trade Setup for Today: નિફ્ટી માટે પહેલો સપોર્ટ 17339 અને તેના બાદ બીજો સપોર્ટ 17281 પર હોવાનું નિષ્ણાતો માને છે. જો ઈંડેક્સ ઉપરની તરફ ભાગે છે તો નિફ્ટી 17465 અને ત્યાર બાદ 17532ના સ્તરે પ્રતિકારનો સામનો કરી શકે છે. ત્યારે આજના બજાર અંગે Chartviewindiaના મઝહર મોહમ્મદનું માનવું છે કે બજાર હાલ પૂરતું મોમેન્ટમ ગુમાવી રહ્યાનું લાગી રહ્યું છે. ગત સપ્તાહમાં ફક્ત 346 અંકના મર્યાદિત રેન્જમાં જ બજારે કારોબાર કર્યો છે.

  • Share this:
મુંબઈઃ શેરબજારના છેલ્લા કારોબારી દિવસે ગત શુક્રવાર 5 ઓગસ્ટના રોજ આરબીઆઈ દ્વારા પોતાની નવી આર્થિક નીતિની જાહેરાત અને રેપો રેટમાં 0.50 ટકાના વધારા બાદ માર્કેટમાં વોલેટાલિટી જોવા મળી હતી. જોકે આખા દિવસના ચઢાવ ઉતાર બાદ માર્કેટના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે બંધ થયા હતા. જેમાં સેન્સેક્સનો છેલ્લો બંધ 89 અંકના વધારા સાથે 58,388 પર હતો જ્યારે નિફ્ટી50 15 અંકોના નજીવા વધારા સાથે 17,397 પર બંધ થયો હતો. નિફ્ટીએ ડેઈલી ચાર્ટ પર ડોઝી જેવી પોઝિશન બનાવી છે. જેથી માર્કેટ અવઢવની સ્થિતિમાં રહેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ત્યારે આવો આજે બજાર ખૂલે તે પહેલા માર્કેટ નિષ્ણાત ChartviewIndiaના મઝહર મોહમ્મદ પાસેથી માર્કેટનું વલણ કેવું રહેશે તે અંગે સમજીએ.

Stock Market: આગામી સપ્તાહમાં આ 10 ફેક્ટરની બજારના કામકાજ પર પડશે સીધી અસર

અઝહરનું કહેવું છે કે કે આ સમયે માર્કેટ પોતાનું મોમેન્ટમ ગુમાવી રહ્યું છે. ગત સપ્તાહમાં માર્કેટ 346 અંકનાના નાના મર્યાદિત અંતરમાં જ કારોબાર કરતું જોવા મળ્યું હતું. જેના કારણે સાપ્તાહિક ચાર્ટ પર નેરો બુલ કેન્ડલ બનતી દેખાઈ હતી. જ્યારે દૈનિક ચાર્ટ પર ડોઝી જેવી પેટર્ન બનતી દેખાઈ છે. તેમણે આગળ કહ્યું કે વીકલી ચાર્ટ પર ઓવરબોટ લેવલના સાથે કેટલાક ડૈલી મોમેન્ટમ ઓસીલેટરો દ્વારા પણ વેચવાલીના સંકેત મળી રહ્યા છે. જેનાથી બજારમાં ફરી એકવાર ઘટાડાની શક્યતા દેખાય છે. ત્યાર આગામી કારોબારી સત્રમાં નિફ્ટી 17348થી નીચે જાય છે તો પછી આ ઘટાટો 17160 અને ત્યારબાદ 17018 અને 16947 સુધી જઈ શકે છે. જે 29 જુલાઈએ બનેલો બુલિશ ગેપ ઝોન છે. તેનાથી વિપરિત જો નિફ્ટી ઉપર તરફ ભાગે છે અને 17500ની ઉપર બંધ થાય છે તો આગામી સત્રોમાં નિફ્ટી 17800 સુધી જઈ શકે છે. અહીં તમને કેટલાક એવા આંકડા આપી રહ્યા છે જેના દ્વારા તમે આજના દિવસમાં ફાયદાનો સોદો પકડવામાં સહેલાઈ રહેશે. અહીં એ વાતનું ધ્યાન રાખો કે આ સ્ટોરીમાં આપવામાં આવેલા આંકડા ઓપન ઇન્ટરેસ્ટ અને સ્ટોક્સના વોલ્યુમ સંબંધિત ત્રણ મહિનાના આંકડાની સરેરાશ છે આ ફક્ત આ મહિના સંબંધિત જ નથી.

Stock Market: પરિણામ બાદ ક્યા સ્ટોક પર વરસશે બજારનો પ્રેમ, કોણે કમાણીની આશા જગાવી?

Nifty માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ

નિફ્ટી માટે પહેલો સપોર્ટ 17339 અને ત્યારબાદ બીજો સપોર્ટ 17281 પર છે. જો ઇન્ડેક્સ ઉપત તરફ આગળ વધે છે તો 17465 અને 17532 પર તેને રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે.નિફ્ટી બેન્ક

નિફ્ટી બેન્ક માટે પ્રથમ સપોર્ટ 37750 પર સ્થિત છે અને તે પછી બીજો સપોર્ટ 37580 પર સ્થિત છે. જો ઇન્ડેક્સ ઉપરની તરફ આગળ વધે તો તેને 38121 પછી 38321 પર પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે.

Rakesh Jhunjhunwalaની આકાસા એરમાં શું અલગ હશે? કોની સામે હશે ટક્કર? જાણો બધું જ

કોલ ઓપ્શન ડેટા

18000ના સ્ટ્રાઈક પર મેક્સિમમ કોલ ઓપન ઈન્ટરેસ્ટ 22.42 લાખ કોન્ટ્રાક્ટ જોવા મળ્યા છે. જે ઓગસ્ટ સીરિઝમાં એક મહત્વપૂર્ણ પ્રતિકાર સ્તર તરીકે કામ કરશે. આ પછી 17500 પર સૌથી વધુ 16.65 લાખ કોન્ટ્રાક્ટના કોલ ઓપન ઈન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે. તેમજ 17400 ની સ્ટ્રાઈક પર 11.45 લાખ કોન્ટ્રાક્ટના કોલ ઓપન ઈન્ટરેસ્ટ છે.

17400 ની સ્ટ્રાઈક પર કોલ રાઈટિંગ જોવા મળ્યું હતું. આ સ્ટ્રાઈક પર 3.32 લાખ કોન્ટ્રાક્ટ ઉમેરાયા હતા. તે પછી 18300ના સ્ટ્રાઈક પર 98600 કોન્ટ્રાક્ટ પણ જોડાતા જોવા મળ્યા છે. જ્યારે 17300ની સ્ટ્રાઈક પર સૌથી વધુ કોલ અનવાઈન્ડિંગ જોવા મળ્યા હતા. આ પછી 17200 અને 17000ની સ્ટ્રાઈક પર સૌથી વધુ કોલ અનવાઈન્ડિંગ જોવા મળ્યા હતા.

Mutual Fund: આ 3 ફંડે ત્રણ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ બનાવ્યા, જાણી લો શું છે ફંડા

પુટ ઓપ્શન ડેટા

16500 સ્ટ્રાઈક પર 23.1 લાખના કોન્ટ્રાક્ટ મેક્સિમમ પુટ ઓપન ઈન્ટરેસ્ટ જોવા મળ્યા છે. જે ઓગસ્ટ સિરીઝમાં મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તરીકે કામ કરશે. આ પછી 21.76 લાખ કોન્ટ્રાક્ટનું સૌથી વધુ પુટ ઓપન ઈન્ટરેસ્ટ 16000 પર જોવા મળી રહ્યું છે. તેમજ 17000 ની સ્ટ્રાઈક પર 20.66 લાખ કોન્ટ્રાક્ટના પુટ ઓપન ઈન્ટરેસ્ટ છે.

17400ની સ્ટ્રાઈક પર પુટ રાઈટીંગ જોવા મળ્યું હતું. આ સ્ટ્રાઈક પર 4.76 લાખ કોન્ટ્રાક્ટ ઉમેરાયા હતા. તે પછી 16000 પર પણ 1.1 લાખ કોન્ટ્રાક્ટ ઉમેરાતા જોવા મળ્યા છે. જ્યારે 17500ની સ્ટ્રાઈક પર 92500 કોન્ટ્રાક્ટ જોડાયા છે. મેક્સિમમ પુટ અનવાઈન્ડિંગ 16500ની સ્ટ્રાઈક પર જોવા મળ્યું હતું. આ પછી 17000 અને પછી 16600 ની સ્ટ્રાઈક પર સૌથી વધુ પુટ અનવાઈન્ડિંગ થયું હતું.

હાઈ ડિલિવરી ટકાવારી ધરાવતા શેરો

હાઈ ડિલિવરી ટકાવારી ધરાવાત શેરમાં મેક્સ ફાઈનાન્શિયલ સર્વિસિસ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે. હાઈ ડિલિવરી ટકાવારી એ સૂચવે છે કે રોકાણકારો આ શેરોમાં રસ દાખવી રહ્યા છે.

વર્ષ 2022ના બાકીના 6 મહિનામાં રોકાણકારો માટે Stock Market ખુશીઓની લહેર લઈ આવશે

FII અને DII ડેટા

5 ઓગસ્ટના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) એ ભારતીય બજારોમાં રૂ. 1605.81 કરોડની ખરીદી કરી હતી. તેમજ સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ (DII) આ દિવસે રૂ. 495.94 કરોડનું વેચાણ કર્યું હતું.

NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર

8 ઓગસ્ટના રોજ 2 શેરો બલરામપુર ચીની મિલ્સ અને ડેલ્ટા કોર્પ F&O પર NSE પર પ્રતિબંધ છે. એ નોંધવું જોઈએ કે એફ એન્ડ ઓ સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે, જેમાં સિક્યોરિટીઝની પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન મર્યાદા કરતાં વધી જાય.

59 સ્ટોકમાં દેખાયું લોંગ બિલ્ડ અપ

59 શેરોએ ઓપન ઈન્ટરેસ્ટમાં વધારા સાથે લાંબા સમય સુધી બિલ્ડ-અપ દર્શાવ્યું હતું અને ભાવમાં પણ વધારો થયો હતો. જે સામાન્ય રીતે લાંબી પોઝિશન બનવા તરફ દોરી જાય છે. ઓપન ઈન્ટરેસ્ટ ફ્યુચર ટકાવારીના આધારે શુક્રવારના વેપારમાં 59 શેરોમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યું હતું. જેમાં ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ, જેકે સિમેન્ટ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નામોનો સમાવેશ થાય છે.

37 શેરોમાં લોંગ અનવાઈન્ડિંગ જોવા મળ્યું

ઓપન ઈન્ટરેસ્ટમાં ઘટાડો તેમજ ભાવમાં ઘટાડો સામાન્ય રીતે લાંબા અનવાઈન્ડિંગ તરફ દોરી જાય છે. . ભારત ઈલેક્ટ્રોનિક્સ, બોશ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, ઈપ્કા લેબોરેટરીઝ અને સન ફાર્મા એવા 37 શેરોમાં સામેલ છે કે જેમાં ઓપન ઈન્ટરેસ્ટ ફ્યુચર ટકાવારીના આધારે શુક્રવારના ટ્રેડમાં મેક્સિસમ લોંગ અનવાઈન્ડિંગ જોવા મળ્યું.

આજે આવનારા ક્વાર્ટર 1ના પરિણામો

ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, નાલ્કો, એસ્ટ્રાઝેનેકા ફાર્મા ઈન્ડિયા, કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ, સિટી યુનિયન બેંક, ડેલહીવરી, ધનલક્ષ્મી બેંક, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, હાઉસિંગ એન્ડ શહેરી વિકાસ નિગમ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, જેપી ઈન્ફ્રાટેક, વેદાંત ફેશન્સ, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, સિક્વન્ટ સાયન્ટિફિક, સન ફાર્મા એડવાન્સ રિસર્ચ કંપની, સુબેક્સ, ટોરેન્ટ પાવર અને વર્લપૂલ ઓફ ઈન્ડિયાના પરિણામો 8 ઓગસ્ટ, 2022ના રોજ બહાર પડશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: August 8, 2022, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading