Hot Stock: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો આ શેર્સને પોર્ટફોલિયોમાં સામેલ કરો, તિજોરી ભરી દેશે

News18 Gujarati
Updated: August 8, 2022, 10:36 AM IST
Hot Stock: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો આ શેર્સને પોર્ટફોલિયોમાં સામેલ કરો, તિજોરી ભરી દેશે
નિષ્ણાત મુજબ આ બે શેરમાં રોકાણ કરો 2 થી 3 અઠવાડિયામાં તિજોરી ભરી શકે છે.

Hot Stock in Market: શેરબજારનો મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી50 સાપ્તાહિક ચાર્ટ પર બુલિશ કેન્ડલ અને દૈનિક ચાર્ટ પર ડોઝી પેટર્ન બનાવી રહ્યો છે. જેના કારણે નિષ્ણાતો માને છે કે આગામી કેટલાક દિવસ માર્કેટમાં અવઢવની સ્થિતિ રહી શકે છે. જોકે તમારે જો શોર્ટ ટર્મમાં બજારમાં તગડી કમાણી કરવાની ઈચ્છા હોય તો નિષ્ણાતોએ સુચવેલા હોટ સ્ટોક્સ પર દાવ લગાવી શકો છો. જો નિફ્ટીના સપોર્ટની વાત કરીએ તો પહેલો સપોર્ટ 17100ના સ્તરે અને બીજો 16800ના સ્તરે જોવા મળે છે. જ્યારે ઉપરની તરફ 17600 રેઝિસ્ટન્સ સ્તર છે.

  • Share this:
મુંબઈઃ શેરબજારમાં આવતો દરેક નવો રોકાણકાર એક જ સપનું લઈને આવે છે કે થોડા મહિનામાં તો તે લાખો રુપિયામાં આળટતો થઈ જશે. શેરબજારમાં કેટલાક શેરે રોકાણકારોને લાખો અને કરડોપતિ બનાવ્યાના અહેવાલ વાંચીને આવા રોકાણકારો સીધા જ આવા શેર્સમાં રોકાણ કરવા લાગે છે. પરંતુ હકીકત તો એ છે કે કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તેના ફંડામેન્ટલ્સ અને બજારનું વલણ પારખી શકનારા એક્સપર્ટ્સની સલાહ મુજબ જ રોકાણ કરવું જોઈએ. એવું નથી કે કોઈ શેરે ભૂતકાળમાં માતબર વળતર આપ્યું છે તો હજુ પણ આગળ માતબર વળતર જ આપશે. જો આપણે ગત સપ્તાહની જ વાત કરીએ તો સપ્તાહની શરુઆતમાં ખૂબ જ જોરદાર તેજી જોવા મળી રહી હતી. પરંતુ અંતના ત્રણ દિવસમાં માર્કેટ કંસોલિડેટ થઈ ગયું હતું. ત્યારે બોનાન્ઝા પોર્ટફોલિયોના ટેક્નિકલ એનાલિસ્ટ રોહન પાટિલ (Rohan Patil) મુજબ નિફ્ટીનો પહેલો રેઝિસ્ટન્સ 17,400ના સ્તરે નજર આવે છે.

આ આંકડા પર નજર નાખી લો, શેરબજારમાં ફાયદાના સોદા પકડવામાં મદદ મળશે

જો નિફ્ટીના સપોર્ટની વાત કરીએ તો આ પહેલો સપોર્ટ 17100ના સ્તરે અને બીજો સપોર્ટ 16800ના સ્તરે જોવા મળે છે. જ્યારે ઉપરની તરફ તેના માટે પહેલું રેઝિસ્ટન્સ લેવલ 17600 અને પછી બીજુ મોટું રેઝિસ્ટન્સ 17800 પર છે. શુક્રવારે નિફ્ટી50 ફ્લેટ 17397.50ના સ્તરે બંધ થયો હતો. ડૈલી ચાર્ટ પર નિફ્ટીની ચાલ જોઈએ તો ડેઈલી ટાઈમ ફ્રેમ પર એક બેયરિશ શાર્ક હોર્મોનિક પેટર્ન બનાવી છે. તે પોતાના પોટેન્શિયલ રિવર્સલ ઝોન(PRZ) નજીક દેખાઈ રહ્યો છે.

શું છે બેંક નિપ્ટીનો હાલ?

તો બેંક નિફ્ટી 37,200ના પહેલા સપોર્ટ પર છે જ્યારે 37,000 પર બીજો સપોર્ટ છે. તો ઉપરની તરફ તેના માટે 38500નું રેઝિસ્ટન્સ નજર આવે છે. તેવામાં આજના બે બાય કોલ નિષ્ણાત આપી રહ્યા છે જેમાં આગામી 2થી 3 સપ્તાહમાં ધમાકેદાર કમાણી થઈ શકે છે.

Stock Market: આગામી સપ્તાહમાં આ 10 ફેક્ટરની બજારના કામકાજ પર પડશે સીધી અસરDr. Lal Path Labs: Buy | LTP rs.2418.80

આ સ્ટોકમાં 2264ના સ્ટોપ લોસ સાથે 2489ના ટાર્ગેટ સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 2-3 સપ્તાહમાં શેરમાં 5.50 ટકા સુધીનું જોરદાર રિટર્ન જોવ મળી શકે છે.

Tata Consultancy Services (TCS): Buy | LTP rs.3363.80

આ સ્ટોકમાં 3205ના સ્ટોપલોસ સાથે 3525ના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવે છે. 2-3 સપ્તાહમાં આ સ્ટોકમાં 5.60 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: August 8, 2022, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading