Titanનો નફો 1200 ટકા વધતા તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? સમજાવી રહ્યા છે બ્રોકરેજ હાઉસ

News18 Gujarati
Updated: August 8, 2022, 5:31 PM IST
Titanનો નફો 1200 ટકા વધતા તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? સમજાવી રહ્યા છે બ્રોકરેજ હાઉસ
Titanનો નફો 1200 ટકા વધ્યો હવે તમારે શું કરવું જોઈએ?

Titan Profit Increase by 1200 percent: ટાઈટન કંપનીના નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરના પરિણામ આવી ચૂક્યા છે. જેમાં કંપીનો નફો 1200 ટકા વધ્યો હોવાનું જણાવ્યું છે. જે બાદ માર્કેટના જાણીતા બ્રોકરેજ હાઉસે ટાઈટન શેરમાં રોકાણકારોએ શું કરવું જોઈએ તે અંગે એક્સપર્ટ એડવાઈસ આપી છે. આવો જાણીએ શું કહે છે આ નિષ્ણાતો.

  • Share this:
મુંબઈઃ ટાઈટન કંપનીનો (Titan Company) નફો નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકગાળામાં વાર્ષિક આધારે 1200 ટકા વધીને 793 કરોડ રુપિયા પહોંચી ગયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2022ના પહેલા ત્રિમાસિક ગાળામાં 61.5 કરોડ રુપિયા રહ્યો હતો. જ્યારે ત્રિમાસિક આધાર પર કંપનીના નફામાં 61.5 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2032ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 176 ટકાના વધારા સાથે 8961 કરોડ રુપિયા થઈ ગઈ છે. જ્યારે નાણાકીય વર્ષ 2033ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 3249 કરોડ રુપિયા હતા. જ્યારે ત્રિમાસિક આધાર પર કંપનીની આવક 23 ટકા જેટલી વધી છે. ત્યારે જાણો બ્રોકરેજ હાઉસ આ શેર પર શું સલાહ આપી રહ્યા છે.

SBIનો શેર પરિણામ પછી અઢી ટકા તૂટ્યો, બ્રોકરેજ ફર્મ પાસેથી જાણો વેચી દેવા કે વધુ ખરીદવા

JP Morganની ટાઈટન પર સલાહ

બ્રોકરેજ હાઉસ JP Morganને ટાઈટન પર સલાહ આપતા તેનું રેટિંગ વધારી દીધું છે. તેમણે આ સાથે શેર પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે. તે સાથે જ તેનો ટાર્ગેટ પણ વધાર્યો ચે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેરનો ટાર્ગેટ પ્રાઈસ વધારીને 2800 રુપિયા કરી દીધો છે. તેમનું કહેવં છે કે કંપનીના પરિણામ મજબૂત રહ્યા છે. આ સ્ટોક આ સેક્ટરમાં તેમની પસંદગીનો સ્ટોક છે. તેમણે સ્ટોકનો નાણાકીય વર્ષ 23-24 માટે ઈપીએસ અનુમાન 6 ટકા વધાર્યું છે.

ટાઈટન માટે Morgan Stanleyની સલાહ

ટાઈટન માટે Morgan Stanleyએ ખરીદવાની સલાહ આપતા શેરનું રેટિંગ ઓવરવેટ રાખ્યું છે. તેના સાથે તેમણે શેરનો ટાર્ગેટ પ્રાઈસ 2621 પ્રતિ શેર રાખ્યો છે. તેમનું કહેવું છે કે કંપીનું પરિણામ સારું રહ્યું છે. તમામ સેગમેન્ટ માર્જિન આશા કરતા વધુ સારા રહેતા પરિણામ અનુમાન કરતા સારું આવ્યું છે.છોટા પેક બડા ધમાકા! માર્કેટ નિષ્ણાતોએ તગડી કમાણી માટે આ સ્મોલકેપ્સ પર નજર ટેકવી

Credit Suisseએ ટાઈટનના શેર અંગે શું કહ્યું?

Credit Suisseએ ટાઈટનના શેર અંગે પોતાની સલાહ આપતા તેમણે ન્યુટ્રલ કોલ આપ્યો હતો. તેમણે ટાઈટન કંપનીના શેર માટે ટારગેટ પ્રાઈસ 2600 રુપિયા પ્રતિ શેર રાખી હતી. તેમનું કહેવું છે કે કંપનીનો EBITDA આશા કરતા વધારે સારો છે. તેનું માર્જિન સારં રહેતા પરિણામ સારા રહેશે. તેણે નાણાકીય વર્ષ 23-24 માટે કંપની માટે ઈપીએસ અનુમાન 7%/4% રહેવાનું કહ્યું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: August 8, 2022, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading