ખુશખબર! સોનાના ભાવમાં કડાકો, શું હજુ સસ્તુ થશે સોનું? ? શું કહે છે એક્સપર્ટ?, જાણો - અમદાવાદમાં આજનો ભાવ

News18 Gujarati
Updated: August 11, 2020, 8:05 PM IST
ખુશખબર! સોનાના ભાવમાં કડાકો, શું હજુ સસ્તુ થશે સોનું? ? શું કહે છે એક્સપર્ટ?, જાણો - અમદાવાદમાં આજનો ભાવ
પ્રતિકાત્મક તસવીર

રૂપિયામાં આવેલી તેજીના કારણે ઘરેલું બજારમાં સોનાના ભાવ ઘટ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

  • Share this:
સપ્તાહના બીજા દિવસે મંગળવારે અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદી ભાવમાં મોટો કડાકો બોલાયો હતો. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 2500 રૂપિયાનો મોટો કડાકો બોલાતા ચાંદી ચોરસાનો ભાવ 70,000 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 69,900 રૂપિાયની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 1600 રૂપિયાનો તોતિંગ ઘડાટો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 55,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 55,700 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનાના ભાવમાં 1570 રૂપિયાનો ઘટાડો થતાં 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ 54,780 રૂપિયાએ રહ્યો હતો.

સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે સોનાની કિંમતમાં મોટો કડાકો નોંધાયો છે. મંગળવારે દિલ્હી સર્રાફા બજારમાં સોનું 1,317 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તુ થઈ ગયું છે. તો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,943 રૂપિયાથી ઘટી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે, રૂપિયામાં આવેલી તેજીના કારણે ઘરેલું બજારમાં સોનાના ભાવ ઘટ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

સોનાની નવી કિંમત

મંગળવારે દિલ્હી સર્રાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવ 50,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 54763 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે. આ દરમિયાન કિંમતોમાં 1317 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો નોંધાયો છે. તો મુંબઈમાં 99.9 ટકાવાળા સોનાના ભાવ ઘટીને 54528 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા છે.

સોનાની કિંમત પર શું છે એક્સપર્ટની સલાહ

એચડીએપસી સિકિયોરિટી સિનિયર એનાલિસ્ટ તપન પટેલનું કહેવું છે કે, અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયામાં આવેલી મજબૂતીના કારણે સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. તો આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ સોનાની કિંમત ઘટીને 1986 ડોલર પ્રતિ ઓંસ પર આવી ગઈ છે. સાથે જ, રશિયા તરફથી બનેલી કોરોના વેક્સીને ગ્લોબલ સેન્ટીમેન્ટને શાનદાર કર્યું છે. જેના કારણે શેર બજારમાં ફરી તેજી જોવા મળી છે. જેથી રોકાણકારોએ સોનાની વેચવાલી કરી છે.શું હજુ સસ્તુ થશે સોનું

કોટક સિક્યોરિટિઝે એક નોટમાં કહ્યું છે કે, જો અમેરિકન ડોલરમાં હજુ વધારે મજબુતી આવે છે તો સોનાના ભાવમાં કડાકો વધી શકે છે. એવામાં ભાવમાં ઘટાડાની રાહ જોયા બાદ જ નવા સોદા કરવા જોઈએ.
Published by: kiran mehta
First published: August 11, 2020, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading