ટ્વિટરે ફરી એક વાર સપાટો બોલાવ્યો: કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા 4400 કર્મચારીઓને ઘરભેગા કરી દીધા
News18 Gujarati Updated: November 14, 2022, 1:54 PM IST
એલન મસ્ક - ફાઇલ તસવીર
ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ કંપનીમાં છટણીનો સિલસિલો હજૂ પણ ચાલું છે. એલન મસ્કે ફરી એક વાર ટ્વિટરમાં માસ લેવલ પર છટણી કરી છે.
ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ કંપનીમાં છટણીનો સિલસિલો હજૂ પણ ચાલું છે. એલન મસ્કે ફરી એક વાર ટ્વિટરમાં માસ લેવલ પર છટણી કરી છે. ગત અઠવાડીયે ટ્વિટરે 50 ટકા એટલે કે, 3800 કર્મચારીઓને કાઢી મુક્યા હતા. ત્યારે હવે ફરી એક વાર કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. એલન મસ્કે કથિત રીતે કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરી રહેલા 4400 કર્મચારીઓને કાઢી મુક્યા છે.
આ પણ વાંચો: ટ્વિટરમાં આવશે ગ્રે ટીક! હજુ તો બીજું ઘણું ગાંડપણ બાકી છે, એલન મસ્કની જાહેરાતથી યુઝર્સમાં કુતુહુલ
કોઈ પણ સૂચના આપ્યા વિના સ્ટાફને નોકરીમાંથી કાઢી મુક્યા
Platformer અને Axiosના રિપોર્ટ અનુસાર જોઈએ તો માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર હવે તે કર્મચારીઓની છટણી કરી રહ્યા છે, જે અનુબંધ પર છે. પ્લેટફોર્મરે કેસી ન્યૂટને ટ્વિટ કર્યું છે, એવું જાણવા મળ્યું છે કે, અમેરિકા અને વિદેશ બંને જગ્યા પર મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા ટ્વિટર સ્ટાફને આજે બપોરથી કોઈ પણ સૂચના આપ્યા વિના હટાવી દેવામાં આવ્યા છે.
ટ્વિટરે ન આપી પ્રતિક્રિયા
અઠવાડીયાના અંતમાં શરુ થયેલી આ છટણીની નવી લહેર પર હજૂ સુધી ટ્વિટર કે એલન મસ્કે કોઈ પ્રતિક્રિયા આપી નથી. કેટલાય લોકોને એવો અનુભવ થયો છે કે, હવે તેઓ આ કંપનીનો ભાગ નથી. કારણ કે તેઓ અચાનક જ ટ્વિટરની ઈંટરનલ સિસ્ટમ પણ ખોઈ ચુક્યા છે. ટ્વિટરે ઈંટરનલ સ્કેલ મેસેજિંગ પ્લેટફોર્મમાં પોસ્ટ પર એક સ્ટાફે કહ્યું કે, અમારી સાથે કામ કરનારા એક કોન્ટ્રાક્ટર્સમાંથી એક ચાઈલ્ડ સેફ્ટી વર્કફ્લોઝ વિના કોઈ નોટિફિકેશને હટાવી દેવામાં આવ્યા છે.
Published by:
Pravin Makwana
First published:
November 14, 2022, 12:04 PM IST