Explainer: 8 ડોલરમાં બ્લૂ ટિક સિવાય Twitter તમને આપશે કઈ-કઈ સુવિધાઓ?

News18 Gujarati
Updated: November 2, 2022, 12:47 PM IST
Explainer: 8 ડોલરમાં બ્લૂ ટિક સિવાય Twitter તમને આપશે કઈ-કઈ સુવિધાઓ?
ટ્વીટર પર બ્લૂ ટીક માટે આપવા પડશે 8 ડોલર

Twitter: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્ક જ્યારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને ખરીદ્યુ છે. રોજ કોઈ ને કોઈ હિલચાલ જોવા મળી રહી છે. તેમણે ટ્વીટર એકાઉન્ટ પર બ્લૂ ટિક માટે 8 ડોલર વસૂલવાની વાત કહીને એક બીજો મુદ્દો ઉઠાવ્યો છે.

  • Share this:
-નવી દિલ્હીઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્ક જ્યારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને ખરીદ્યુ છે. રોજ કોઈ ને કોઈ હિલચાલ જોવા મળી રહી છે. તેમણે ટ્વીટર એકાઉન્ટ પર બ્લૂ ટિક માટે 8 ડોલર વસૂલવાની વાત કહીને એક બીજો મુદ્દો ઉઠાવ્યો છે. મસ્કના આ નિર્ણયથી ઘણા યૂઝર નારાજ થયા છે અને તેમણે ટ્વીટર પર જ મસ્કને ફરિયાદ કરવાનું શરૂ કરી દીધુ છે. પરંતુ એલોન મસ્ક હાવ તેમની વાત પર અકબંધ છે. એવામાં સવાલ થાય છે કે, શું આ કિંમતમાં માત્ર બ્લૂ ટિક જ મળશે કે એલોન મસ્ક તેમના યૂઝરને અન્ય કંઈ ક સુવિધાઓ આપશે?

યૂઝર્સે આપી અનેક પ્રતિક્રિયાઓ


એલોન મસ્કે એક દિવસ પહેલા જ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, બ્લૂ ટિક માટે હવે માસિક 8 ડોલરની ચૂકવણી કરવી પડશે. આ પછી ઘણા યૂઝર્સે તેમના પર તંજ કસવાનું શરૂ કર્યુ છે. @JacobsTroubles આઈડી ચલાવનારા યૂઝરે ટ્વીટ કર્યુ કે- હું હવે ટ્વીટર છોડી રહ્યો છું, પરંતુ તે પહેલ એક ટ્વીટ કરીશ કે હું ટ્વીટર છોડી રહ્યો છું. આ પછી હું તે જોઈશ કે લોકો મારા ટ્વીટર છોડવા પર શું પ્રતિભાવ આપે છે. Rob Hood નામના એક યૂઝરે લખ્યુ કે, એવું કેમ ભાઈ, હવે તો ટ્વીટર ફ્રી થઈ ગયુ છે. આવા જ ડઝનો પ્રતિભાવ એલોન મસ્કને તેના ટ્વીટર હેન્ડલ પર મળ્યા છે. આ પછી મસ્કે એક ટ્વીટ કર્યુ- બધા જ ફરિયાદકર્તાઓ, કૃપા કરીને તમે ફરિયાદ કરતા રહો. પરંતુ તેની કિંમત પ્રતિ માસિક 8 ડોલર જ રહેશે.

આ પણ વાંચોઃએક નહિ પણ 6-6 બ્રોકરેજ ફર્મે આપી સલાહ, આ કંપનીના શેર પર લગાવો રૂપિયા; થઈ જશો માલામાલ


8 ડોલરમાં 4 અન્ય સુવિધાઓ


1: એલોન મસ્કે જણાવ્યુ કે, ટ્વીટરને 8 ડોલર દર મહિને ચૂકવનારા યૂઝરને ચાર અન્ય સુવિધાઓ પણ મળશે. આમાં પહેલી સુવિધા બ્લૂ ટિક વાળા યૂઝર્સને રિપ્લાય અને સર્ચમાં પ્રાયોરિટી મળશે. આ ફીચર દ્વારા સ્પામ અને બોટ એકાઉન્ટને ખત્મ કરવામાં મદદ મળશે.

2: આ ઉપરાંત 8 ડોલર પ્રતિ મહિને ચૂકવનારા યૂઝરને ટ્વીટર પર લાંબા વીડિયો અને ઓડિયો પોસ્ટ કરવાની સુવિધા આપવામાં આવશે. આટલું જ નહિ મફતમાં ટ્વીટર ઉપયોગ કરનારા લોકોની સરખામણીમાં અડધી જ જાહેરાતો જોવી પડશે. આ સુવિધા યૂઝર્સ માટે ઘણી મહત્વની સાબિત થઈ શકે છે.


3: બ્લૂ ટિક વાળા ટ્વીટર યૂઝર્સને તે પ્રકાશકોની સામગ્રી માટે કોઈ ચૂકવણી નહિ કરવી પડે, જે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે મળીને કામ કરે છે. એટલે 8 ડોલર દર મહિને ચૂકવનારા યૂઝર્સને આ સામગ્રી માટે કોઈ ચૂકવણી નહિ કરવી પડે. જ્યારે અન્ય યૂઝર્સ આવી સામગ્રી જોવા કે વાંચવા માટે ચૂકવણી કરશે.

આ પણ વાંચોઃ ખાદ્યતેલના ભાવને નિયંત્રણમાં લાવવા સરકારનું મોટું પગલું, મોંઘવારીના તાપમાં મળી શકે છે રાહત

4: મસ્કે એ પણ કહ્યુ કે, યૂઝર્સને મળનારી રકમને ઉપયોગ ટ્વીટરનના કન્ટેન્ટ બનાવનારને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવશે. આ રીતે, ટ્વીટર પર બ્લૂ ટિક માટે, વસૂલવામાં આવેલી રકમનો યૂઝર્સને ચાર રીતે વધારે લાભ મળશે

વીડિયો જારી કરીને કહ્યુ, કેમ વસૂલવામાં આવી રહ્યા છે રૂપિયા


મસ્કે તેના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો જારી કરીને જણાવ્યુ કે, તેઓ બ્લૂ ટિક માટે રૂપિયા કેમ વસૂલી રહ્યા છે. તેમણે વીડિયોની સાથે લખ્યુ- આ આઈડિયા સંપૂર્ણ રીતે મોન્ટી-પાયથનના વીડિયોમાંથી ચોરવામાં આવ્યો છે, જ્યાં અપમાન અને દલીલ માટે ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
હાલ તો મોટાભાગના યૂઝર્સ માટે ટ્વીટર ફ્રીમાં છે.


ટ્વીટરના આ નવા નિયમોનો અર્થ એ થશે કે, જે કંપનીઓ કે વ્યક્તિની પાસે બ્લૂ ટિક હશે, તેણે તેની માટે દાવો કર્યો છે. હાલ તો ટ્વીટર મોટાભાગના યૂઝર્સ માટે ફ્રી રહેશે. આ પહેલા અબજોપતિ એલોન મસ્કે ટ્વીટરને 44 અબજ ડોલરમાં ખરીદ્યુ હતુ અને ડીલ પૂરી થયા પછી કંપનીના મેનેજમેન્ટ અને ટેકનોલોજીમાં સતત બદલાવ જારી છે.
Published by: Sahil Vaniya
First published: November 2, 2022, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading