પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીની તબિતયત નાજૂક, આર્મી હૉસ્પિટલે આપી જાણકારી

News18 Gujarati
Updated: August 11, 2020, 7:25 PM IST
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીની તબિતયત નાજૂક, આર્મી હૉસ્પિટલે આપી જાણકારી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની ફાઇલ તસવીર

બ્રેઇન સર્જરી કરાવ્યા બાદ કોરોના પોઝિટિવ પ્રણબ મુખર્જીની તબિયત નાજૂક છે, વેન્ટિલેટર પર સતત તબિયત લથડી રહી હોવાનું હૉસ્પિટલનું નિવેદન

  • Share this:
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની (Pranab mukherji) હાલત ગંભીર છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે, આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ (આર એન્ડ આર) હોસ્પિટલે મગજની સર્જરી કરાવ્યાના (brain sugery of pranab mukherji) એક દિવસ બાદ મંગળવારે આ નિવેદન આપીને જણાવ્યું હતું. 84 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.પ્રણબ મુખર્જીને સોમવારે તબિયત (Health of pranab mukherji) નાજૂક જણાતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજની સર્જરી કરાવ્યા પહેલાં પ્રણબ મુખર્જીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

"આર્મી હૉસ્પિટલ (R&R) દિલ્હી કેન્ટમાં પ્રણવ મુખરજીની તબિયત ગંભીર છે. 10 ઓગસ્ટે મગજની ગાંઠની સર્જરી કરાવનારા પૂર્વ રાષ્ટ્રપતિની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી અને તેમની તબિયત વધુ ખરાબ થઈ છે. તેઓ વેન્ટિલેટરી સપોર્ટ પર છે. "હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે.

આ પણ વાંચો :  રાહત ઈંદોરીના જીવન વિશેની અજાણી વાતો, એક સમયે સાઇન બોર્ડ પેઇન્ટ તરીકે પણ કામ કર્યુ હતુંઉલ્લેખનીય છે કે, કોવિડ-19નું સંક્રમણ દેશમાં ઘણું ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં અનેક વીઆઈપી પણ તેની ઝપટમાં આવી ચૂક્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત અનેક નેતા કોરોના વાયરસના ઝપટમાં આવી ચૂક્યા છે.

જાતે ટ્વીટ કરીને કોવિડ પોઝિટિવ હોવાની માહિતી આપી હતી


સોમવાર બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. પ્રણવ મુખર્જીએ ટ્વિટમાં લખ્યું કે, હૉસ્પિટલ અન્ય તપાસ માટે ગયો હતો જ્યાં મારો કોવિડ-19 (COVID-19)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Published by: Jay Mishra
First published: August 11, 2020, 7:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading