જીતની હેટ્રિક બાદ RCBએ આવી રીતે કર્યું સેલિબ્રેશન, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: April 25, 2019, 3:25 PM IST
જીતની હેટ્રિક બાદ RCBએ આવી રીતે કર્યું સેલિબ્રેશન, વીડિયો વાયરલ

  • Share this:
IPL 12ના 42માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પંજાબને 17 રનથી હરાવી જીતની હેટ્રિક મારી છે. જ્યારે આ જીતની સાથે બેંકલોર પોઇન્ટ ટેબલમાં 7માં નંબર પર પહોંચી ગઇ છે. વિરાટ કોહલીની ટીમે અત્યારસુધીમાં 11 મેચમાં ચાર જીત મેળવી છે. જો કે ટીમ સાત મેચ હારી ચૂકી છે આથી તેના પર પ્લેઓફની બહાર થવાનો ખતરો મંડાઇ રહ્યો છે. જો કે જીતની હેટ્રિકથી ટીમમાં નવો જુસ્સો આવ્યો છે અને અને ટીમની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે.

સતત સાત મેચ હાર્યા બાદ આલોચનાઓ છતા વિરાટ કોહલી એન્ડ કંપનીએ હિમ્મત હારી નથી અને હવે તેણે પ્લે ઓફમાં પહોંચવાની આશા જગાવી છે. પરંતુ પંજાબ પર જીત બાદ ઇંસ્ટાગ્રામ પર આરસીબી ટીમનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ખેલાડી અજીબ રીતે ઉજવણી કરી રહ્યાં છે. ટીમના તમામ ખેલાડી ક્લેપ સેલિબ્રેશનમાં મસ્ત દેખાઇ રહ્યાં છે. આશા છે કે બેંગલોર ટીમનું આ સેલિબ્રેશન બાકી બચેલા ત્રણ મેચમાં પણ ચાલુ રહેશે. જો એવું થયું તો તે પ્લે ઓફમાં પ્રવેશી શકે છે.


View this post on Instagram

How's the spirit? #PlayBold


A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore) on


જો IPLની હાલની સીઝનમાં પોઇન્ટ ટેબલ પર ચેન્નઇ સુપર કિંગ્સ 11 મેચમાં 8 જીતની સાથે ક્વોલીફાઇ થનારી પ્રથમ ટીમ બની ગઇ છે. જ્યારે દિલ્હી 11 મેચમાં 14 તો મુંબઇના 10 મેચમાં 12 પોઇન્ટ છે.

Published by: Sanjay Vaghela
First published: April 25, 2019, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading