Coronaના સંકટ વચ્ચે કેવી રીતે જીવવું તે ભગવાન શ્રીકૃષ્ણ શીખવે છે : વ્રજરાજ કુમારજી

News18 Gujarati
Updated: August 12, 2020, 4:47 PM IST
Coronaના સંકટ વચ્ચે કેવી રીતે જીવવું તે ભગવાન શ્રીકૃષ્ણ શીખવે છે : વ્રજરાજ કુમારજી
વલ્લભકુળના આચાર્ય વ્રજરાજકુમારજીની ફાઇલ તસવીર

વાંચો જનમાષ્ટમીના પાવન પર્વે નિમિતે વલ્લભકુળના આચાર્ય વ્રજરાજકુમારજી મહોદયે આપેલો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ

  • Share this:
અમદાવાદ : આજે જનમાષ્ટમી છે, એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ. કોરોના વાયરસની મહામારી વચ્ચે જ્યારે ભક્તો કૃષ્ણ મંદિરોમાં જઈને લાલના જન્મોત્સવની ઉજવણી નથી કરી શકતા ત્યારે ન્યૂઝ18 ગુજરાતી પરથી જુદા જુદા મંદિરોના ધર્મસ્થાનોના દર્શનની સાથે સંતો-મહંતો-આચર્યોના સંદેશો પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આજે જનમાષ્ટમી નિમિતી વલ્લભકુળના આચાર્ય વ્રજરાજકુમારજી મહોદયે Coronavirusના સમયમાં કેવી રીતે જીવવું તેનો ભગવાન કૃષ્ણના જીવન આધારીત ઉપદેશ આપ્યો હતો.

જન્મતાની સાથે જ સંકટ


ભગવાનનો જન્મ જેલમાં થયો હતો. જન્મની સાથે જ તેમના પર સંકટ હતું. સગા મામા જીવના વેરી હતા, ગોકુળ પહોંચ્યા ત્યારે કેટલાય અસૂરો આવ્યા, પછી અસુરોનું વધુ કર્યુ. અને ભગવાન દુષ્ટોના સંહારક બન્યા

આ પણ વાંચો :   સુરેન્દ્રનગરના આ ગામમાં Coronaનો ડર કોરાણે મૂકી ધામધૂમથી મટકી ફૂટી

સો ગાળ સહન કર્યા પછી શિશુપાલનું વધભગવાન આપણને શીખવે છે કે અપમાનને ઘોળીને પી જવુ જોઈએ. શિશુપાલે ભગવાનનું કેટલું અપમાન કર્યુ. આપણા જીવનમાં પણ આવા કેટલાય શિશુપાલ આવતા હોય છે. ત્યારે આપણે શિખવાનું છે, કેવી રીતે અપમાન પચાવવું. ભગવાને સો ગાલ સહન કર્યા પછી શિશુપાલનો વધ કર્યો હતો.

મણિની ચોરીનો આરોપ છતા અડગ રહ્યા

દ્વારકાધિશ બન્યા ત્યારે તેમના પર ખોટો મણિનો ચોરીનો આરોપ લાગ્યો હતો. ત્યારે ભગવાને તેને ખોટો સિદ્ધ કર્યો હતો. તેઓ આ ષડયંત્ર વચ્ચે પણ અડગ રહ્યા હતા. ભગવાન શિખવે છે કે કપરાં સમયમાં મનુષ્યના ધૈર્યની પરીક્ષા થાય છે પરંતુ તેમાંથી ડગવાનું નથી.

આ પણ વાંચો :   Janmashtmi 2020 : ગીરની ગોદમાં બિરાજેલા શ્યામ સુંદરના ઘરબેઠા કરો દર્શન, ઇતિહાસમાં પહેલીવાર મંદિર બંધ

કાંટાની વચ્ચે જ ગુલાબ ખીલે છે

ગુલાબ કાંટા વગરની જિંદગી વચ્ચે જીવવાનું છે. ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ છે, તે શિખવાનું છે. જેવી રીતે ગુલાબ કંટક વચ્ચે પણ ખીલ્યા કરે છે તેમ આપણે આ વાયરસના સંકટની વચ્ચે પણ ખીલવાનું છે અને તેની સાથે જીવતા શીખવાનું છે.
Published by: Jay Mishra
First published: August 12, 2020, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading