ગાદી સંસ્થાન આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજીની સ્મૃતિમાં ગૌમાતાને 10 હજાર કિલો ઘાસચારો નીરવામાં આવ્યો

News18 Gujarati
Updated: August 2, 2020, 9:44 PM IST
ગાદી સંસ્થાન આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજીની સ્મૃતિમાં ગૌમાતાને 10 હજાર કિલો ઘાસચારો નીરવામાં આવ્યો
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગૌમાતાને ઘાસચારો નીમવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી ઘણા વર્ષોથી જીવ દયા - કરુણા અભિયાન ચાલે છે.

  • Share this:
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, "જીવદયા ધામ" ગોધરામાં ગૌમાતાઓને ૧૦,૦૦૦ કિલો લીલા ઘાસચારો નીરવામાં આવ્યો.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી ઘણા વર્ષોથી જીવ દયા - કરુણા અભિયાન ચાલે છે.

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદ વંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં આજરોજ પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકામાં મહંત યોગપ્રિયદાસજી સ્વામી, ધર્મતનયદાસજી સ્વામી, ઘનશ્યામસ્વરૂપ દાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી સ્વામી, વિશ્વમંગલદાસજી સ્વામી, નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી તથા જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, "જીવદયા ધામ"નાં સંચાલક પ્રભાબેન કાનજીભાઈ શેઠના પુત્ર જેન્તીભાઈ કાનજીભાઈ શેઠની ઉપસ્થિતિમાં ગૌમાતાઓને ૧૦,૦૦૦ કિલોગ્રામ લીલો ઘાસચારાનું નીરણ કર્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની આજ્ઞાથી પૂજનીય સંતોએ ૧૫૦૦ ગૌમાતાઓને લીલો ઘાસચારો નીર્યો હતો.
Published by: kiran mehta
First published: August 2, 2020, 9:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading