જીવનમાં દુ:ખ, માંદગી અને નિરાશા દૂર કરશે આ સરળ વાસ્તુ ટિપ્સ

News18 Gujarati
Updated: August 2, 2020, 3:21 PM IST
જીવનમાં દુ:ખ, માંદગી અને નિરાશા દૂર કરશે આ સરળ વાસ્તુ ટિપ્સ
ઘરના મુખ્ય દ્વાર પર ઇશાન ખૂણામાં તુલસીનો છોડ મૂકવો. દરરોજ સવારના સમયે આ છોડમાં જળનું સિંચન કરવું અને સંધ્યાકાળે ઘી અથવા તેલનો દીવો કરવો

ઘરના મુખ્ય દ્વાર પર ઇશાન ખૂણામાં તુલસીનો છોડ મૂકવો. દરરોજ સવારના સમયે આ છોડમાં જળનું સિંચન કરવું અને સંધ્યાકાળે ઘી અથવા તેલનો દીવો કરવો

  • Share this:
ધર્મ ભક્તિ ડેસ્ક : દરેકને પોતાનાં ઘરમાં સુખ અને શાંતિ જોઇએ છે. કોઇને પણ ઘરમાં દુ:ખ, નિરાશા, માંદગી, કંકાસ, નકારાત્મકતા જોઇતી નથી. પરંતુ જો કોઇ પ્રકારની નેગેટિવિટી તમને પણ સતાવતી હોય તો તમે પણ આ સામાન્ય વાસ્તુ દોષ દૂર કરીને ઘરમાં સુખ શાંતિ મેળવી શકો છો. તેના માટે વાસ્તુદોષ દૂર કરતા આ સરળ ઉપાયો અજમાવો.

1. ઘરના મુખ્ય દ્વાર પર અંદર અને બહારની તરફ ગણેશની બે ર્મૂતિઓ એવી રીતે લગાવવી જોઈએ કે તેમની પીઠ એકબીજાથી વિરુદ્ધ હોય. આમ કરવાથી ઘરના તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં રહેવાવાળાનું કલ્યાણ થાય છે.

2. ઘરનાં મંદીરમાં એક શીવલિંગ રાખવું અને તેની નિયમિત પૂજા કરવી. તેને જળાભિષેક કરવો અને દરરોજ ચંદનથી તેને તિલક કરવો.

3. ઘરના મુખ્ય દ્વાર પર ઇશાન ખૂણામાં તુલસીનો છોડ મૂકવો. દરરોજ સવારના સમયે આ છોડમાં જળનું સિંચન કરવું અને સંધ્યાકાળે ઘી અથવા તેલનો દીવો તેની સન્મુખ પ્રજ્વલિત કરવો. ત્યારબાદ 'ૐ નમો ભગવતે વાસુદેવાય।' મંત્રનું અગિયાર વખત રટણ કરવું. આમ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને સુખ-શાંતિની ઉપલબ્ધિ થાય છે. ઈશાન ખૂણાના વાસ્તુદોષ દૂર થાય છે.

4. ફાટેલા તૂટેલા જૂનાં પગરખાં અને મોજાં, છત્રી, આંતરવસ્ત્રો વગેરેનો ઘરની બહાર નિકાલ કરી દેવો. નહીં તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો સર્વથા અભાવ રહેશે તેમજ કષ્ટ અને પરેશાનીઓ હંમેશાં ઘેરતી રહે છે. ફાટેલા તૂટેલા પગરખાં મોજાં અને છત્રી તેમજ આંતરવસ્ત્રો વગેરેનો ઉપયોગ કરવામાં આવે તો શનિ ગ્રહનો નકારાત્મક પ્રભાવ સહન કરવો પડે છે તેમજ જીવનમાં વારંવાર અનાયાસે દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.

5. દક્ષિણ દિશાની દીવાલ પર ક્યારેય દર્પણ લગાવવો નહીં. દર્પણ હંમેશાં પૂર્વ અથવા ઉત્તર દિશાઓની દીવાલો પર જ ટીંગાવવું. ઘરના કોઈ પણ દ્વારની બરાબર ઉપર ક્યારેય ઘડિયાળ લગાવવી જોઈએ નહીં.
Published by: Margi Pandya
First published: August 2, 2020, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading