રાખીનાં આરોપો પર Ex BF અભિષેકે કહ્યું 'રાખીએ જે કહ્યું તે બધુ બકવાસ છે'
News18 Gujarati Updated: February 6, 2021, 3:39 PM IST
રાખીનાં નિવેદન પર અભિષેકનું રિએક્શન
Bigg Boss 14: રાખી સાવંત (Rakhi Sawant)એ ગત એપિસોડમાં ન ફક્ત તેનાં પતિ રિતેશની સાથેનાં તેનાં સંબંધોની સત્યતા જણાવી પણ તેનાં એક્સ બોયફ્રેન્ડ અભિષેક અવસ્થી (Abhishek Awasthi)ને પણ ચિટર ગણાવ્યો હતો. આ મામલે હવે અભિષેક અવસ્થીએ ચુપ્પી તોડી છે અને કહ્યું કે, રાખીએ જે કહ્યું તે બધુ બકવાસ છે.
Bigg Boss 14: રાખી સાવંત (Rakhi Sawant)એ ગત એપિસોડમાં ન ફક્ત તેનાં પતિ રિતેશની સાથેનાં તેનાં સંબંધોની સત્યતા જણાવી પણ તેનાં એક્સ બોયફ્રેન્ડ અભિષેક અવસ્થી (Abhishek Awasthi)ને પણ ચિટર ગણાવ્યો હતો. આ મામલે હવે અભિષેક અવસ્થીએ ચુપ્પી તોડી છે અને કહ્યું કે, રાખીએ જે કહ્યું તે બધુ બકવાસ છે.
રાખી સાવંત (Rakhi Sawant)એ બિગ બોસ 14 (Bigg Boss 14) માં એક એપિસોડ દરમિયાન રાહુલને જણાવ્યું હતું કે, તેનો પતિ રિતેશ પહેલેથી જ પરણેલો છે. અને એખ બાળકનો પિતા પણ છે. આ બધુ તેને લગ્ન બાદ માલૂમ પડ્યું. રાખીએ તેનાં એક્સ બોયફ્રેન્ડ અભિષેક અવસ્થી (Abhishek Awasthi) પર પણ આરોપ લગાવ્યાં છે કે, તેણે પણ મને બે વખત છેતરી છે. રાખીનાં આરોપો પર અભિષેકે ચુપ્પી તોડી છે તેણે હાલમાં જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલાં ઇન્ટરવ્યૂંમાં કહ્યું કે, તે રાખીએ લગાવેલાં આરોપોથી પરેશાન છે કારણ કે તે તમામ નિરાધાર છે.
અભિષેક અવસ્થીએ કહ્યું કે, રાખીએ શોમાં જે પણ કહ્યું તે બધુ અનુચિત હતું. હું તે અંગે ક્યારેય કોઇ વાત નહોતો કરતો. તેણે કહ્યું કે, રાખી જે શોમાં છે તેવી તે રિઅલમાં જરાં પણ નથી. માનાં ઇલાજ માટે તેણે જે મિત્ર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો તેનો ઉલ્લેખ કરતાં અભિષેકે કહ્યું કે, મને તે મિત્ર અંગે કોઇ જાણકારી નથી.
રાખીનાં આરોપો પર હસતાં તેણે કહ્યું કે, 'રાખીનાં હોવાથી કઇ યુવતી મને ડેટ કરવાની હિંમત કરશે. કોઇ યુવતી એટલી બહાદૂર નથી' અભિષેકે વધુમાં કહ્યું કે, રાખીએ શોમાં દાવો કર્યો કે, તેણે ઘણી વખત મને રંગે હાથ પકડ્યો છે કે, શું આપને લાગે છે કે, એક યુવતી જે તેનાં પ્રેમીને છેતરતાં પકડે તેને તુંરત માફ કરી દે?
તેણે વધુમાં કહ્યું કે, 'રાખીનાં આરોપોથી મારી પત્ની અંકિતા ગોસ્વામી ઘણી પરેશાન છે. તેણે કહ્યું કે, હવે હું એકલો નથી મારે એક પત્ની છે અને હવે મારે ફક્ત મારા પરિવારને નહીં પણ બે બે પરિવારને જવાબ આપવાનાં હોય છે. નેશનલ ટીવી પર આવી વાતો કરવી ઉચિત નથી. તે પણ ત્યારે જ્યારે મે ક્યારેય રાખીની સાથે ખોટો વ્યવહાર કર્યો નથી. અભિષેકે કહ્યું કે, રાખીએ જે કહ્યું તે ખુબજ ખોટું હતું.'
Published by:
Margi Pandya
First published:
February 6, 2021, 3:32 PM IST