સુશાંત સિંહ રાજપૂતે તેની હથેળી પર જીવનનો સાર લખી કહ્યું હતું- મોત ભેદભાવ નથી કરતું
News18 Gujarati Updated: January 21, 2021, 6:50 PM IST
અભિષેક કપૂરે શેર કર્યો હતો સુશાંતનો આ ફોટો
અભિષેક કપૂરે કહ્યું કે, 'મને યાદ છે જ્યારે હું સ્ટોરી સંભળાવી રહ્યો હતો અને અમે મંસૂર વિશે ડિસ્કસ કરી રહ્યા હતા, ત્યારે તે હાથ પર કંઈક લખી રહ્યો હતો. મે તેને પુછ્યું આ શું લખી રહ્યો છે હાથ પર? તેણે કહ્યું- મારી દુનિયા સમેટી રહ્યો છું.'
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ોમૃત્યુને ઘણા મહિના થવા આવી ગયા છે. તેના ચાહકોને હજુ પણ વિશ્વાસ નથી કે તે આ દુનિયામાં નથી. તેની સાથે કામ કરનારા અને ફેમિલી મેમ્બર્સને તેની યાદ હજુ પણ આવી રહી છે અને તેઓ સોશિયલ મીડિયા પર આને ફેન્સની સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં જ ફિલ્મ ‘કેદારનાથ’ (Kedarnath)ના ડાયરેક્ટરે તેમની સાથે જોડાયેલો સુશાંતનો આવો જ એક કિસ્સો શેર કર્યો છે. અભિષેક કપૂરે (Abhishek Kapoor) ‘કેદારનાથ’ના 2 વર્ષ પૂર્ણ થવા પર સુશાંતની હથેળીની તસવીરે શેર કરી છે.
મારી દુનિયા સમેટી રહ્યો છું- સાથે જ લખ્યું છે, ‘મને યાદ છે જ્યારે હું સ્ટોરી સંભળાવી રહ્યો હતો અને અમે મંસૂર વિશે ડિસ્કસ કરી રહ્યા હતા, ત્યારે તે હાથ પર કંઈક લખી રહ્યો હતો. મે તેને પુછ્યું આ શું લખી રહ્યો છે હાથ પર? તેણે કહ્યું- મારી દુનિયા સમેટી રહ્યો છું.’ સુશાંતના ફેન્સની વચ્ચે આ તસવીર ઘણી જ વાયરલ થઈ રહી છે. તેની હથેળી પર અનેક શબ્દો લખેલા જોવા મળી રહ્યા છે, જેમકે – ધર્મ, વિવાદ, વચન, ઈશ્વર અને જીવન ભેદભાવ નથી કરતુમાં ‘જીવન’ કાપીને લખ્યું છે, મોત ભેદભાવ નથી કરતુ.
સુશાંતના જીજા વિશાલ કીર્તિએ પણ 2 વર્ષ જૂની તેમની ચેટ શેર કરી હતી. સ્ક્રીનશોટની સાથે તેમણે લખ્યું હતુ કે, ‘વિશ્વાસ નથી થતો કે હવે તે નથી.’ એ ચેટમાં સુશાંતે લખ્યું હતુ કે, તે જલદી પોતાના જીજાને મળવા જશે. સુશાંત સિંહ રાજપૂતનું મોત 14 જૂન 2020ના થયું હતુ. સીબીઆઈ સુશાંતની મોતના કારણને શોધવા માટે તપાસ કરી રહી છે.
Published by:
Margi Pandya
First published:
January 21, 2021, 6:49 PM IST