ગહનાની ટીમનો દાવો- 'પોર્નોગ્રાફીથી એક્ટ્રેસે કોઇ જ સંબંધ નથી'

News18 Gujarati
Updated: February 8, 2021, 3:49 PM IST
ગહનાની ટીમનો દાવો- 'પોર્નોગ્રાફીથી એક્ટ્રેસે કોઇ જ સંબંધ નથી'
(PHOTO: gehana_vasisth/Instagram)

એક્ટ્રેસ ગહના વશિષ્ઠ (Gehana Vasisth) ઉર્ફે વંદના તિવારીની ટીમનું કહેવું છે કે, તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. તે કોઇપણ પ્રકારનાં પોર્ન રેકેટ (Porn Racket)માં સંડોવાયેલી નથી. ગહનાની ટીમે નિવેદન આપ્યું છે કે, એક્ટ્રેસ પર લાગેલાં આરોપો ખોટા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'ગંદી બાત' ફેઇમ એક્ટ્રેસ ગહના વશિષ્ઠ (Gehana Vasisth)ને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એડલ્ટ વીડિયો (Adult Video) મામલે તેમની ધરપકડ થઇ છે. ગહના પર એક વેબસાઇટ પર એડલ્ટ વીડિયો શૂટ કરવાનો આરોપ છે. ગહનાની ટીમે રવિવારે સાંજે આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે. અને તેનાં પર લાગેલાં આરોપો નકારી દીધા છે. ગહનાની ટીમનું કહેવું છે કે, 'ગહના વશિષ્ઠ તિવારી સંપૂર્ણ નિર્દોષ છે. તે કોઇ પોર્ન ફિલ્મ રેકેટ (Porn Racket)માં સંલિપ્ત નથી. ગહના તેની કંપની જીવી સ્ટૂડિયો (GV Studio)ની નિર્માતા નિર્દેશક છે. આ મામલે તે ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશ કરે છે.'

તેની ટીમ વધુમાં કહે છે કે, 'આવું કરવું કાયદાકીય રૂપે માન્ય છે. હા, આપ તેમની ફિલ્મને એરોટિક (erotica)ની શ્રેણીમાં મુકી દીધા છે. કેટલાંક લોકો તેને બદનામ કરવાં અને ફસાવવાનું ષડયંત્ર કરી રહ્યાં છે. અમને ભારતીય ન્યાય વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે વિશ્વની સૌથી ચુસ્ત દુરસ્ત પોલીસમાં આવનારી મુંબઇ પોલીસે ગહનાની એરોટિક (Erotica) ફિલ્મને હાર્ડકોર પોર્ન ફિલ્મમાં શામેલ કરી લીધી છે.'

'જ્યારે એરોટિકા, બોલ્ડ અને હાર્ડકોર પોર્ન ફિલ્મમાં ઘણું અંતર હોય છે. કાયદા રીતે તે અલગ અલગ ફિલ્મો હોય છે. અમને આશા છે કે, કોર્ટ આ મામલાની બારીકી અને ફિલ્મોમાં અંતર સમજી શકાશે અને ગહનાને ન્યાય મળશે.' આપને જણાવી દઇએ કે, ગહના વશિષ્ઠની ગત શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. મિસ એશિયા બિકિની વિનર ગહના વશિષઠ બાલાજી પ્રોડક્શન હાઉસની વેબ સીરિીઝ 'ગંદી બાત'માં કામ કર્યા બાદ ચર્ચામાં આવી હતી.

આ ઉપરાંત ગહના ઘણી હિન્દી અને તેલૂગૂ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ગહના પર આરોપ છે કે તેણે 87 પોર્નોગ્રાફી વીડિયો શૂટ કરી વેબસાઇટ પર અપલોડ કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચ ટીમે પોર્ન વીડિયો શૂટ કરી અલોડ કરવામાં ગહના વશિષ્ઠની ભૂમિકા હોવાનો આરોપ લગાવી તેની ધરપકડ કરી છે. આ ઉપરાંત મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમ ઘણાં વધુ મોડલ્સ અને એક્ટ્રેસ અને કેટલાંક પ્રોડક્શન હાઉસ પર નજર રાખી રહી છે. તે લોકો પર એડલ્ટ વીડિયો વેબસાઇટ પર અપલોડ કરવાનો આરોપ છે.
Published by: Margi Pandya
First published: February 8, 2021, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading