દીયા મિર્ઝાનાં લગ્નમાં અદિતિ રાવ હૈદરીએ ચોર્યા વૈભવ રેખીનાં જૂતા, PHOTO VIRAL

News18 Gujarati
Updated: February 16, 2021, 11:22 AM IST
દીયા મિર્ઝાનાં લગ્નમાં અદિતિ રાવ હૈદરીએ ચોર્યા વૈભવ રેખીનાં જૂતા, PHOTO VIRAL
(photo credit: instagram/@aditiraohydari)

અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari)એ સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે જેમાં માલૂમ થાય છે કે, દીયા મિર્ઝા અને વૈભવ રેખી (Dia Mirza and Vaibhav Rekhi)નાં લગ્નમાં દુલ્હાનાં જૂતા ચોરવામાં આવ્યા હતાં આ રસમ અદિતિ રાવ હૈદરીએ પૂર્ણ કરી હતી. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ તસવીર શેર કરી હતી જેમાં તે હાથમાં વૈભવ રેખીનાં જૂતા પકડેલી નજર આવી રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીયા મિર્ઝા (Dia Mirza) સોમવારે બિઝનેસમેન વૈભવ રેખી (Vaibhav Rekhi) સાથે લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે. નિકટનાં લોકો અને પરિવારની હાજરીમાં દીયા અને વૈભવે ટ્રેડિશનલ અને સાદગી પૂર્ણ રીતે લગ્ન કર્યા હતાં. આ લગ્નમાં ખુબજ ઓછા મેહમાન હાજર હતાં. જેમાંથી એક અદિતિ રાવ હૈદરી પણ હતી. અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari), દીયા મિર્ઝા અને વૈભવરેખીનાં લગ્નમાં અદિતિ પિંક કલરની સાડીમાં નજર આવી જેમાં તે ઘણી જ સુંદર લાગતી હતી.

તેણે સોશિયલ મીડિયા પર તેની એક ફોટો શેર કરી છે. જેનાંથી માલૂમ પડે છે કે, દીયા મિર્ઝા અને વૈભવનાં લગ્નમાં જૂતા ચોરવાની રસમ થઇ હતી જે અદિતિ રાવ હૈદરીએ કરી છે. તસવીરમાં અદિતિનાં હાથમાં વૈભવનાં જૂતા જોવા મળે છે. આ ફોટો શેર કતાં અદિતિ વૈભવની ટાંગ ખેંચતી નજર આવે છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, 'હમેશાં આપની પાછળ ઉભી છુ ફાધર'. અદિતિનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.અદિતિ રાવ હૈદરીએ દીયા મિર્ઝા અને વૈભવ રેખીનાં લગ્નમાં સિમ્પલ અને એલિગન્ટ લૂક રાખ્યો હતો. પિંક સાડીમાં સમાન્ય મેકઅપ અને બિન્દી અને જ્વેલરીમાં ઇયરિંગ્સ અને બેંગ્લ્સ પહેર્યા હતાં. જેમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. આ ઉપરાંત તેણે વાળ ખુલ્લા રાખ્યા હતાં. જે તેનાં લૂકને કમ્પ્લિટ કરતાં હતાં.
Published by: Margi Pandya
First published: February 16, 2021, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading