આલિયા ભટ્ટને ચાહકોએ પૂછ્યા રણબીર અંગે સવાલ , તો આલિયાએ આપ્યો આવો જવાબ

News18 Gujarati
Updated: February 3, 2021, 7:14 PM IST
આલિયા ભટ્ટને ચાહકોએ પૂછ્યા રણબીર અંગે સવાલ , તો આલિયાએ આપ્યો આવો જવાબ
આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર 'ટ્રૂ એન્ડ ફોલ્સ' ગેમ રમી હતી. જેમાં તેના ચાહકોએ રણબીરને લગતા સવાલોનો મારો ચલાવ્યો હતો

આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર 'ટ્રૂ એન્ડ ફોલ્સ' ગેમ રમી હતી. જેમાં તેના ચાહકોએ રણબીરને લગતા સવાલોનો મારો ચલાવ્યો હતો

  • Share this:
મુંબઈ : તાજેતરમાં જ આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર 'ટ્રૂ એન્ડ ફોલ્સ' ગેમ રમી હતી. જેમાં તેના ચાહકોએ રણબીરને લગતા સવાલોનો મારો ચલાવ્યો હતો. એક એવોર્ડ શોમાં તેણીએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તે રણબીરને પ્રેમ કરે છે અને રણબીરે મુશ્કેલ સમયમાં પણ તેનો મજબૂતીથી સાથ નિભાવ્યો હતો. આમ જાહેરમાં પણ આલિયા ભટ્ટે ઘણીવાર રણબીર કપૂર માટે પ્રેમ વ્યક્ત કર્યો છે.

તેઓ ઇન્ટરનેટ પર પ્રિય યુગલોમાંથી એક છે, અને તેમના ચાહકો તેમના વિશે બધું જાણવા પણ માંગે છે. સ્વાભાવિક રીતે જ જ્યારે આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર 'ટ્રૂ એન્ડ ફોલ્સ' ગેમ હાથ ધરી હતી, ત્યારે રણબીરને લઈને ચાહકોએ તેને ઘણા પ્રશ્નો કર્યા હતા. આલિયા બિલાડી પ્રેમી તરીકે જાણીતી છે અને રણબીર પાસે કુતરાઓ છે, તેથી એક ચાહકે પૂછ્યું કે શું તું કૂતરા કરતા બિલાડીઓને વધારે પ્રેમ કરે છે. ત્યારે તેના જવાબમાં આલિયા એ જણાવ્યું હતું કે, "ના, તે સાચું નથી, હું બિલાડીઓને પ્રેમ કરું છું કારણ કે મારી પાસે હંમેશા બિલાડીઓ હતી, પણ હું કૂતરાઓને પણ ચાહું છું કારણ કે મારી પાસે કુતરાઓ છે." અભિનેત્રી રણબીરના કૂતરા લાયોનેલ અને નિડોનો ઉલ્લેખ કરી રહી હતી.

આ પણ વાંચો - ગાંધીનગર : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા

એક ઈન્સ્ટાગ્રામ યુઝરે એ પણ પૂછ્યું કે શું તું '8' નંબર પસંદ કરે છે, જેને કહેવાય છે કે તે રણબીરનો પ્રિય છે. તેનો જવાબ આપતા, મોટે ભાગે આનાકાની કરતી આલિયાએ કહ્યું કે તે સાચું છે. રમત દરમિયાન આલિયા ઘણી આગળ વધી અને આ પૈકી તેણે એ પણ જણાવ્યું કે તે ખરીદી કરવાની અને રસોઈ બનાવવાની કોઈ મોટી ચાહક નહોતી.
જ્યારે એક ચાહકે પૂછ્યું કે શું તે ખરીદીને પસંદ કરે છે, તો આલિયાએ કહ્યું: "ખોટું. મને શોપિંગ પસંદ નથી. જો તમે મને કોઈ સ્ટોર પર લઈ જશો તો હું ખૂબ જ મૂંઝવણમાં મુકું છું અને હું ખૂબ જલ્દી જ બહાર આવીશ, પરંતુ ઓનલાઇન શોપિંગથી મારા માટે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. " તેણે એ વાતનો ખુલાસો પણ કર્યો કે તે બટાકા અને ચોકલેટને પસંદ કરે છે: "સંપૂર્ણ રીતે સાચું. આલૂ અને ચોકલેટ મારું પ્રિય છે", કબૂલાત કરતાં કે તે ઘરેલું ભારતીય ખોરાક પસંદ કરે છે.

અભિનેત્રી હવે રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. હાલમાં તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ "ગંગુબાઈ કાઠિયાવાડી" ના કામમાં વ્યસ્ત છે, જે કથિત રૂપે એક વેશ્યાલયના માલિક અને તેના પુત્રના જીવનની આસપાસ ફરતી ફિલ્મ અને એસ.એસ. રાજામૌલીની મહત્વાકાંક્ષી આગામી ફિલ્મ "આરઆરઆર" માં પણ વ્યસ્ત છે.
Published by: Ashish Goyal
First published: February 3, 2021, 7:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading