'જુમ્મા ચુમ્મા'ની કહાની શિલ્પા શિરોડકર અને સુદેશ ભોસલેની જુબાની, સવારે 9થી રાત્રે 2 સુધી થયું રેકોર્ડિંગ

News18 Gujarati
Updated: February 2, 2021, 3:31 PM IST
'જુમ્મા ચુમ્મા'ની કહાની શિલ્પા શિરોડકર અને સુદેશ ભોસલેની જુબાની, સવારે 9થી રાત્રે 2 સુધી થયું રેકોર્ડિંગ
31 જાન્યુઆરી 1991ની ફિલ્મી દુનિયાનાં શહેંશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની હિટ ફિલ્મ 'હમ'એ 30 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ ફિલ્મનું ગીત 'જુમ્મા ચુમ્મા દે દે' સૌનાં મોઢે આજે પણ એટલું જ ફેમસ છે.

31 જાન્યુઆરી 1991ની ફિલ્મી દુનિયાનાં શહેંશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની હિટ ફિલ્મ 'હમ'એ 30 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ ફિલ્મનું ગીત 'જુમ્મા ચુમ્મા દે દે' સૌનાં મોઢે આજે પણ એટલું જ ફેમસ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 30 વર્ષ પહેલાં 'જુમ્મા ચુમ્મા દે' (Jumma Chumma De de) ગીત દરેક ગલી નુક્કડ પર વાગનારા ગીતમાંથી એક હતું. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ફિલ્મ 'હમ' (Hum)ને હિટ કરવા આ ગીતની ભૂમિકા રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે સાથે રજનીકાંત, ગોવિંદા અને તે સમયની હોટ હીરોઇન કિમી કાટકર શિલ્પા શિરોડકર, દીપા સાહીની સાથે સાથે ડેની ડેઝોંપ્પા, કાદર ખાન, અનુપમ ખેર, અનુ કપૂર જેવાં મોટા મોટા સ્ટાર્સ હતા.

શિલ્પાની સાથે સાથે ગાયક સુદેશ ભોંસલેની ફિલ્મથી જોડાયેલાં તમામ યાદોની તાજા થઇ છે. સુદેશ ભોંસલેએ જણાવ્યું કે, 'જુમ્મા ચુમ્મા દે દે' માટે એક બે કલાક નહીં પણ 17 કલાક સતત રેકોર્ડિંગ કરી હતી. સુદેશ જણાવે છે કે, પહેલી વખત ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર' માટે તેમણે અમિતાભ બચ્ચનની અવાજ કાઢી હતી. જે નિર્માતા નિર્દેશકોને એટલી પસંદ આવી કે ફિલ્મ 'હમ' માટે મારી સાથે જ રેકોર્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો- કરીનાની 'ઇન્સ્ટાગ્રામ Vs રિયાલિટી' પોસ્ટ ફેન્સને આવી રહી છે પસંદ, VIRAL થઇ તસવીર

સુદેશે જણાવ્યું કે, 'હું અમિત જીની સામે બેઠો અને તેમનાં માટે ગીત ગાયું. મારી અવાજ સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા અને મને તુરંત જ રેકોર્ડ કરવાનો નિર્ણય કર્યો છે. અમે મેહબૂબ સ્ટૂડિયોમાં આશરે 70થી 80 મ્યૂઝિશિયનની ટીમની સાથે ગીત રેકોર્ડ કર્યું. આ રેકોર્ડિંગ સાવેર 9 વાગ્યાતી શરૂ કરી રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ દરમિાયન મે કંઇ ખાધુ ન હતું. ફક્ત ચા પીધી હતી. અને આખા રેકોર્ડિંગ દરમિયાન 25 કપ ચા પીધી હતી. મે સંગીતકાર લક્ષ્મીકાંતજી અને પ્યારેલાલજીનો આભાર માનું છુ કે તેમને મારા જેવાં નવાં સિંગરને આટલી મોટી ફિલ્મમાં ગાવાની તક આપી.'

ફિલ્મ 'હમ'નું ગીત સુદેશ ભોંસલેનાં કરિયર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. અને આ ગીતની સફળતાથી સુદેશની કિસ્મત બદલાઇ ગઇ.
Published by: Margi Pandya
First published: February 2, 2021, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading