બીગ બીની દોહિત્રી નહીં કરે બોલિવૂડમાં એન્ટ્રી, સંભાળશે પિતાનો બિઝનેસ

News18 Gujarati
Updated: February 17, 2021, 3:52 PM IST
બીગ બીની દોહિત્રી નહીં કરે બોલિવૂડમાં એન્ટ્રી, સંભાળશે પિતાનો બિઝનેસ
તસવીર - @navyananda/Instagram

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાની પુત્રી નવ્યા નવેલી નંદા હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તેની લોકપ્રિયતા કોઈ સ્ટાર કરતા ઓછી નથી

  • Share this:
મુંબઈ : અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ફેમિલીમાં કોઈપણ જન્મ લે, તે સંભવ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકે. પરંતુ બચ્ચન ફેમિલીની ગર્લ નવ્યા નવેલી નંદા ફિલ્મમાં એન્ટ્રી નહીં કરે. સોશિયલ મીડિયામાં એક સ્ટાર તરીકે જ ખ્યાતનામ બનેલ બચ્ચનની દોહિત્રી (Grand Daughter in Law) નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)ની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા (Shweta Bachchan Nanda)ની પુત્રી નવ્યા નવેલી નંદા હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. પરંતુ તેની લોકપ્રિયતા કોઈ સ્ટાર કરતા ઓછી નથી. લોકોનું માનવું છે કે તે મૂવીમાં જલ્દી જ જોવા મળશે અને પ્રશંસકો પણ તેને રુપેરી પડદે જોવા આતુર છે. પરંતુ તેનો હાલમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો કોઈ જ પ્રકારનો ઇરાદો નથી. તેણીએ મન બનાવી લીધું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકીર્દી બનાવવાના બદલે તે પિતા સાથે પોતાના ફેમિલી કારોબારમાં જ ઝંપલાવશે.

બચ્ચન ફેમિલીમાંથી આવતી નવ્યા નંદાએ તાજેતરમાં જ વોગ(Vogue) સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે પોતાના પિતાના ફેમિલી બિઝનેસમાં કામ કરવા માટે તૈયાર છે. હું ફેમિલીની ચોથી પેઢી છું અને મહિલા તરીકે હું પ્રથમ હોઈશ જે કારોબારને લીડ કરશે. મારા દાદા એચપી નંદા વારસામાં અમારા માટે મુકી ગયેલ અવિશ્વસનીય ધરોહરની સંભાળ અને સંચાલન કરવું મારા માટે ગર્વની વાત હશે.

આ પણ વાંચો - 'ધ કપિલ શર્મા શો' ના સેટ પર ચોરીની યોજના બનાવી રહ્યા છે અર્ચના-કૃષ્ણા, પ્રાઇવેટ વાતો લીક, જુઓ વીડિયો

નવ્યાએ કહ્યું કે રોજબરોજ ઘણી બધી મહિલાઓએ તેમનો કારોબાર શરૂ કર્યો છે. તેઓ મહેનતથી આગળ વધીને તમામ રેકોર્ડ તોડીને સફળતાના નવા આયામ સર કરી રહી છે. હા, મારી આ ખુશકિસ્મતી છે કે હું પણ આ સમયનો ભાગ છું, જ્યાં મહિલાઓ કારોબાર સંભાળી રહી છે. નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે અને આપણે એ તમામ આશ્ચર્યજનક બાબતોનો સ્વીકાર કરવો જોઈએ જ્યાં આપણે પહોંચવું છે.
નવ્યાના સફર પર એક નજર

બચ્ચન પરિવારની આ નાતિને ગત વર્ષે જ ફોર્ધામ યુનિવર્સિટી (Fordham University)માંથી ડિજિટલ ટેક્નોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે હેલ્થકેર કંપની (AARA)ની કો-ફાઉન્ડર છે. આ સિવાય નવ્યાએ તાજેતરમાં જ પ્રોજેકટ નવેલી લોન્ચ કર્યું છે, જેના માટે તેમને નોંધપાત્ર પ્રસિદ્ધિ મળી હતી. આ સંસ્થા દેશમાં લૈંગિક(જાતિય) સમાનતાના કામ કરે છે.
Published by: Ashish Goyal
First published: February 17, 2021, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading