Then and now: અનન્યા પાંડેએ સુહાના ખાન, નવ્યા નવેલી અને શનાયા સાથે શેર કર્યા priceless photos
News18 Gujarati Updated: January 28, 2021, 3:35 PM IST
અનન્યાએ તેમના બે ફોટા શેર કર્યા છે. એક તાજેતરના હેંગઆઉટનો અને બીજો ફોટો બાળપણનો.
અનન્યાએ તેમના બે ફોટા શેર કર્યા છે. એક તાજેતરના હેંગઆઉટનો અને બીજો ફોટો બાળપણનો.
અનન્યા પાંડેએ (Ananya Panday) ગુરૂવારે ઇન્સ્ટાગ્રામ (Instagram ) પર તેની ગર્લ્સ ગેંગ સુહાના ખાન (Suhana Khan), નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) અને શનાયા કપૂર (Shanaya Kapoor) સાથેનો એક ખૂબસૂરત ફોટો શેર કર્યો છે.
અનન્યાએ તેમના બે ફોટા શેર કર્યા છે. એક તાજેતરના હેંગઆઉટનો અને બીજો ફોટો બાળપણનો. તેણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, "nothing really changes (except I don’t bite Suhana’s head anymore...ok maybe I do sometimes)."
પહેલા ફોટોમાં અનન્યા, સુહાના, નવ્યા અને શનાયા એકબીજા સાથે મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે બીજો ફોટો તેમના બાળપળનો એકદમ ક્યૂટ ફોટો છે. બીજા ફોટામાં તેમણે સ્વીમ વેર પહેર્યા છે.
સુહાના ખાને આ પોસ્ટ પોતાની ટિપ્પણી કરી હતી કે, "Uhh and I got taller." જ્યારે, નવ્યાએ ફોટો પર "Woooo," લખ્યું. બાદમાં નવ્યાએ પણ તેના પેજ પર ફોટો શેર કર્યો હતો અને તેના કેપ્શનમાં લખ્યું કે, "How it started vs How it’s going ‼️♥️"
આ તેમની ગેંગમાં અનન્યા જ એકમાત્ર છે જેણે બોલિવૂડમાં કરિયર બનાવ્યું છે. તે સ્ટુડન્ટ ઓફ ધ યર 2, પતિ પત્ની ઔર વો અને ખાલી પીલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. શનાયાએ Fabulous Lives of Bollywood Wives માં કાર કર્યું છે પરંતુ તે હજી બોલિવૂડમાં ડેબ્યૂ નથી કર્યું. તે ગુજંન સક્સેના મૂવીની આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી.
અનન્યા પાંડે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણી જ એક્ટિવ રહે છે.
Published by:
Kaushal Pancholi
First published:
January 28, 2021, 3:35 PM IST