અનન્યાનાં માથેથી માલદીવ્સનો જાદુ હજુ નથી ઉતર્યો , ઇન્ફિનિટી પૂલમાં નહાતો શેર કર્યો VIDEO
News18 Gujarati Updated: January 31, 2021, 10:39 AM IST
અનન્યા પાંડેએ શેર કર્યો માલદિવ્સનો નવો વીડિયો
ફરી એક વખત અનન્યા પાંડેએ તેનાં માલદીવ્સ વેકેશનનો એક વીડિયો (Ananya Panday Maldives) શેર કર્યો છે જે ચર્ચામાં છે. આ વીડિયોમાં અનન્યા ઇનફિનિટી પૂલમાં નહાતી નજર આવે છે. માલદીવ્સનો સુંદર નજારો જોતી નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર અનન્યાનો આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનન્યા પાંડે (Ananya Panday) હાલમાં જ રજાઓ ગાળવા માલદીવ્સ ગઇ હતી. અનન્યાએ વર્ષ 2021નું સ્વાગત આવી રીતે કર્યું હતું. આમ તો અનન્યા માલદીવ્સથી ક્યારની પરત આવી છે પણ હજુ તેનો જીવ તો ત્યાં જ હોય તેમ લાગે છે. પહેલાં તેનાં વેકેશનની તસવીરો તેણે સોશિયલ મીડિયામાં શેર કરી અને હવે તેણે તેનાં વેકેશનનો વીડિયો (Ananya Panday Maldives) શેર કર્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયામાં છવાયેલો છે. આ વીડિયોમાં અનન્યા ઇનફિનિટી પૂલમાં નહાતી નજર આવે છે. માલદીવ્સનો સુંદર નજારો પાછળ જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ખુબ બધી લાઇક્સ અને કમેન્ટ્સ મળી રહી છે.
વીડિયો શેર કરતાં અનન્યાએ કેપ્શનમાં લખ્યું છે કે, ' પ્રોમિસ, આ લાસ્ટ માલદીવ્સ પોસ્ટ છે.' જોકે, આ વીડિયોથી માલૂમ થાય છે કે, તેને તેની માલદિવ્સ ટ્રિપ કેટલી પસંદ છે અને તે તેને કેટલું મિસ કરી રહી છે. અનન્યા પાંડેનો આ વીડિયો ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયો શેર કરે હજુ માત્ર 16 કલાક થયા છે અને આટલાં સમયમાં તેને 16 લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે. આ વીડિયોમાં અનન્યા એક લેવિશ રિઝોર્ટનાં ઇનસાઇડ સ્વીમિંગ પૂલમાં નહાતી નજર આવે છે. જેમાં તે ઘણી જ સુંદર પણ દેખાઇ રહી છે.
અનન્યાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે ઇશાન ખટ્ટરની સાથે 'ખાલી-પીલી'માં નજર આવી હતી. જે બાદ અનન્યા વિજય દેવરકોંડાની સાથે 'લાઇગર'માં નજર આવશે. આપને જણાવી દઇએ કે અનન્યા આ વખતે તેનાં ખાલી પીલી પાર્ટનર ઇશાન ખટ્ટરની સાથે જ માલદિવ્સ વેકેશન પર ગઇ હતી.
Published by:
Margi Pandya
First published:
January 31, 2021, 10:39 AM IST